શાસ્ત્રોના વાંચન અને હવન જેવી પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં ભાગ લઇ રહેલા ઓસ્ટ્રેલિયન્સ

૧૯૬૧માં નાનકડા પ્રવચનથી શરુ થયેલા પર્થના શિવાનંદ આશ્રમમાં નિયમિત રીતે શાસ્ત્રોનું વાંચન અને હવનની પ્રવૃત્તિ યોજાય છે. જેમાં સ્થાનિક ઓસ્ટ્રેલિયનો મોટી સંખ્યામાં ભાગ લઇ “મન સાથે મૈત્રી “કરે છે.

Vedic rituals at Sivanand Ashram in Perth

Vedic rituals at Sivanand Ashram in Perth Source: Supplied

૧૯૬૧માં એક નાના પ્રવચન દ્વારા શરુ થયેલો આ શિવાનંદ આશ્રમ આજે એક એકરથી વધુ વિસ્તારમાં ૧૭થી વધુ રૂમો ધરાવે છે અને દરરોજ અનેક પ્રવૃત્તિઓ થાય છે. ડોક્ટર વરથર, નેન્સી હોરવુડ હવે લક્ષ્મી, રોબર્ટ બેકર હવે નારાયણ જેવા અનેક શ્રદ્ધાળુઓએ શરુ કરેલી પ્રવૃત્તિ આજે પણ સ્વને ઓળખવા પ્રામાણિક પ્રયત્ન કરે છે.

શિવાનંદ આશ્રમ અને બિકન (Beacon - દીવાદાંડી) યોગા સેન્ટરના પ્રમુખ શંકર મદને  જણાવ્યું હતું કે, ૧૯૬૧માં ડોક્ટર વરથરએ શિવાનંદ  આશ્રમ-દિવ્ય જીવન સંઘ ઋષિકેશના સ્વામી વેંકટેશને પ્રવચન માટે બોલાવ્યા હતા અને ત્યાર બાદ નેન્સી હોરવુડ, ડેવિડ વુડરોફ,રસિક દેવી અને હંસા પટેલ,જેવા લોકો આકર્ષાયા અને આ પ્રવૃત્તિ શરુ કરી હતી.

હાલમાં અંદાજે 30થી વધુ લોકો યોગ વશિષ્ઠ વાંચન કરી ત્યારબાદ દરેક પ્રકરણ કે શ્લોક પર ચર્ચા કરે છે.
Discourses and discussions at Shivanand Ashram Perth
Source: Supplied
ફ્રિમેન્ટલની જ્હોન સ્ટ્રીટના એક નાનકડા અવાવરું  મકાનની સાફસૂફી કરીને યોગાની પ્રવૃત્તિ શરુ કરી. પરંતુ થોડા સમયમાં જગ્યાના ભાવ વધતા માલિકે મકાન વેચવાનું નક્કી કર્યું. ત્યારે તે સમયના મેયરે તેમનું વિશાળ મકાન કાઉન્સીલને આપ્યું જેમાં પહેલા હોસ્પિટલ થઇ અને અંતે શિવાનંદ આશ્રમને આ મકાન મળ્યું. અંદાજે ૪૦૦૦ સ્કવેર ફૂટથી વધુ જગ્યામાં આ આશ્રમ શરુ થયો હતો.

હવે આ આશ્રમમાં દર મહિને યોગા ડે ,આયુર્વેદ, યોગ વશિષ્ઠ જેવા ગ્રંથો  પર ચર્ચા, જ્યુસ ફાસ્ટ ડે,હવન ઉપરાંત દર અઠવાડિયે ૨૦ યોગાના ક્લાસીસ ચાલે છે.
Chinmaya Saraswati, House Manager for Shivanand Ashram Perth
Chinmaya Saraswati, House Manager for Sivanand Ashram Perth Source: Supplied
આશ્રમમાં અનેક ઓસ્ટ્રેલિયનો એ રહેવાની વ્યવસ્થા, બે સમય શુદ્ધ શાકાહારી ભોજન, ચા કોફી નાસ્તો અને યોગા ક્લાસીસ તથા ચર્ચાઓનો લાભ લીધો છે.

આશ્રમના પ્રમુખ શંકર મદન, હાઉસ મેનેજર ઓસ્ટ્રેલિયન મહિલા ચિન્મય સરસ્વતી અને ફિલ વાત કરતા કહે છે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોમાં શાસ્ત્રોના વાંચન  કરતા પૂજા-પાઠમાં વધુ રસ જોવા મળી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો પૂજા-પાઠની પ્રવૃત્તિમાં તો રસપૂર્વક ભાગ લે છે, હવનમાં પણ હાજરી આપે છે પણ જાતે શાસ્ત્રો વાંચવામાં બહુ રસ દાખવતા નથી.
Shankar Madan, President of Shivanand Ashram Perth
Shankar Madan, President of Sivanand Ashram Perth Source: Supplied

Share

Published

By Amit Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
શાસ્ત્રોના વાંચન અને હવન જેવી પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં ભાગ લઇ રહેલા ઓસ્ટ્રેલિયન્સ | SBS Gujarati