પ્રસિદ્ધ પ્રવાસન ક્ષેત્રની વેબસાઈટ ટ્રીપ એડવાઈઝરની ઓસ્ટ્રેલિયાની પ્રસિદ્ધ ઇમારતો - સ્થળોની યાદીમાં પ્રથમ સ્થાન કેનબેરા ખાતે આવેલ વોર મેમોરિયલને આપવામાં આવ્યું છે.
પ્રવાસીઓ - મુલાકાતીઓ વડે અપાયેલા મત પરથી તૈયાર કરેલ આ યાદીમાં વર્ષો સુધી ઓસ્ટ્રેલિયાની ઓળખ સમા ઓપેરા હાઉસનું સ્થાન, 1941 માં યુદ્ધ શહીદોની યાદમાં બનાવાયેલ વોર મેમોરીયલે લીધું છે. આ પાછળનું કારણ આ વર્ષે ઉજવાયેલ એનઝેક શતાબ્દી પણ હોઈ શકે.
આ વર્ષે પણ મેલબર્નના શ્રાઈન ઓફ રીમેમ્બરન્સ કરતા સિડનીના ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ આગળ રહ્યા છે. ગતવર્ષે સૌથી લોકપ્રિય ઇમારત તરીકે પસંદ થયેલ ઓપેરા હાઉસ આ વર્ષે દ્વિતીય સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાના ટોચના સ્થળો
1. ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ, કેનબેરા
2. ઓપેરા હાઉસ, સિડની
3. હાર્બર બ્રિજ, સિડની
4. શ્રાઈન ઓફ રીમેમ્બરન્સ, મેલબર્ન
5. બ્લોક આર્કેડ, મેલબોર્ન
6. પોર્ટ આર્થર હિસ્ટોરિક સાઇટ, પોર્ટ આર્થર
7. ફ્રિમેન્ટલ જેલ, ફ્રિમેન્ટલ
8. કિંગ્સ પાર્ક વોર મેમોરિયલ, પર્થ
9. ઓસ્ટ્રેલિયન સંસદ ભવન, કેનબેરા
10. રાણી વિક્ટોરિયા બિલ્ડિંગ (QVB), સિડની
ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ સ્થળો વિશ્વના શ્રેષ્ઠ 10માં સ્થાન નથી પામી શક્યા. આ યાદીમાં પ્રથમ છે પેરુનું માચુ પિચુ.
વિશ્વના ટોચના સ્થળો
1. માચુ પિચ્ચુ, પેરુ
2. શેખ ઝાયેદ ગ્રાન્ડની મસ્જિદ, અબુ ધાબી
3. અંગકોર વાટ, સિયામ રીપ, કંબોડિયા
4. સેન્ટ પીટર્સ બેસિલિકા, વેટિકન સિટી, ઇટાલી
5. તાજ મહેલ, આગરા, ભારત
6. મેઝકવિટા કેથેડ્રલ દ કોર્ડોબા, કોર્ડોબા, સ્પેઇન

Source: Pixabay
7. ચર્ચ ઓફ ધ સેવિયર ઓન સ્પ્લિટ બ્લડ, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા
8. ધ અલ્હાબ્રા, ગ્રેનાડા, સ્પેઇન
9.લિંકન મેમોરિયલ રિફ્લેક્ટિંગ પુલ, વોશિંગ્ટન ડી.સી. યુનાઇટેડ સ્ટેટ્સ
10. મિલાન કેથેડ્રલ (ડ્યુમો) મિલાન, ઇટાલી