NSWમાં આખી રાત વાવાઝોડાના કારણે સત્તાવાળાઓ કામે લાગ્યા, સ્થાળાંતર કરવા માટે પાંચ ચેતવણીઓ જાહેર કરી

ઓસ્ટ્રેલિયામાં પૂરની પરિસ્થિતિ અંગે તાજી માહિતી.

NSW FLOODS

SES members prepare for possible flooding in New South Wales. (file) Source: AAP / JASON O'BRIEN/AAPIMAGE

Key Points

  • મંગળવાર અને બુધવારે દેશની બે નદીઓમાં નાનાથી મોટા પૂરની શક્યતા હોવાથી NSWના કેટલાક નગરો પ્રભાવિત થવાની શક્યતા છે
  • સમગ્ર NSWમાં સ્થાળાંતરની પાંચ ચેતવણીઓ આપવામાં આવી છે
  • NSWની SES એ છેલ્લા 24 કલાકમાં 48 વખત બચાવ કામગીરી કરી

NSWના કેટલાક ભાગોમાં આખી રાત ભારે વરસાદની સાથે વાવાઝોડું ત્રાટકતા અનેક સ્થળો પૂરગ્રસ્ત બન્યા.

મંગળવારે વહેલી સવારે તુમુત કેરેવાન પાર્ક, એડેલોંગના કેટલાક ભાગમાં, બુરોવા, કુટમુન્દ્રામાં મુત્તમા ક્રીક નજીક અને વિલો બેન્ડના કેટલાક ભાગોમાં રહેવાસીઓ માટે સ્થળાંતરની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

બ્યુરો ઓફ મીટિયોરોલોજીએએ જણાવ્યું હતું કે સ્કોન, કાનોવીન્દ્રા અને ગુંડાગાઇમાં મોટું પૂર અને આજે બપોરે બાથર્સ્ટમાં મધ્યમ પૂરની શક્યતા છે.

હાલ તુમુતમાં મધ્યમ પૂરની પરિસ્થિતિ છે.

બુધવારે સાંજે નાનમીમાં અને શુક્રવારે ફોર્બ્સમાં ભારે પૂરથી પરિસ્થિતિ વકરવાની શક્યતા છે.

બ્યુરોએ જણાવ્યું હતું કે NSWના ઉત્તરપૂર્વીય ભાગોમાં હવે વરસાદી જોર ઘટતા ત્યાં પરિસ્થિતિ સારી છે.

પરંતુ કેટલાક સ્થળોએ પવનના કારણે નુકસાન પહોંચવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં, NSW SES (સ્ટેટ ઇમરજન્સી સર્વિસ) એ 48 પૂર બચાવોનો જવાબ આપ્યો, જેમાં સહાય માટે 759 વિનંતીઓ અને 42 તોફાન-સંબંધિત વિનંતીઓનો સમાવેશ થાય છે. જેમાં રસ્તાઓ પર પડેલા વૃક્ષો, ક્ષતિગ્રસ્ત છત, યાર્ડ્સ અને મિલકતો પરની ટાઇલીંગ પણ સામેલ છે.

સોમવારે મોડી રાત્રે બૂરોવા નજીક પૂરના પાણીમાં એક વાહન વહી જતાં અધિકારીઓ બે માણસોને શોધી રહ્યા છે.

પોલીસને જણાવવામાં આવ્યા પ્રમાણે, 11.15 વાગ્યે, બૂરોવાથી લગભગ 50 કિમી પૂર્વમાં, પ્રેસ્ટન્સ ક્રીક ખાતે પૂરથી ભરાયેલા કોઝવેમાં એક કારમાં ચાર માણસો સવાર હતા જેમાંથી બે માણસો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને બે વ્યક્તિની પોલિસ તપાસ કરી રહી છે.

મંગળવારની વહેલી સવારમાં, બૂરોવા ખાતેના રહેવાસીઓને ઝડપથી આગળ વધતા અને ખતરનાક ઝડપી પૂરને કારણે સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું હતું.

NSW SES એ જણાવ્યું હતુ કે, બૂરોવા ડેમ રેડ એલર્ટ સુધી પહોંચવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોને હવે ખાલી કરવાની જરૂર છે. બૂરોવા ડેમના કારણે બૂરોવા નદીના સ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે.

અસરગ્રસ્ત રહેવાસીઓ બૂરોવા શોગ્રાઉન્ડ ખાતે આશ્રય મેળવી શકે છે.

તુમુત કેરેવાન પાર્કના રહેવાસીઓને સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું છે ,કારણ કે છેલ્લા ઘણા દિવસો અને અઠવાડિયામાં વરસાદને કારણે મુરુમ્બિજી નદી અને તેની ઉપનદીઓમાં પૂર આવ્યું છે.

કૂટમુન્દ્રામાં મુત્તમા ક્રીક નજીક રહેતા રહેવાસીઓને સ્થળાંતર કરવા અને શોગ્રાઉન્ડ અથવા રગ્બી ક્લબમાં આશ્રય લેવા માટે કહેવામાં આવ્યું છે.

સ્નોઇ માઉન્ટેન હાઇવે અને બેટલો રોડની ક્રોસ સ્ટ્રીટ્સની અંદરના આવેલા ઘરો ખાલી કરાવવાની ચેતવણી આપવામાં આવી છે.

એડેલોંગમાં તુમુત અને સેલ્વિન સ્ટ્રીટ્સ પરના રહેવાસીઓને ઝડપથી વધતા પૂરના પાણી અને અચાનક પૂરના કારણે સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું છે.

રાજ્યભરમાં પૂરના સંકટથી લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે અને પરિસ્થિતિને અનુરૂપ વર્તવા માટેની ચેતવણી આપવામાં આવી છે.

Keep up to date with the latest forecast from the 

Bureau of Meteorology

Follow the latest changes by checking the 

NSW SES

VIC SES 

If you are in a life-threatening emergency, call Triple Zero (000). Call the NSW SES on 132 500 and Victoria Emergency Services on 1800 226 226 if you have experienced damage from storms, wind, hail or a fallen tree and if a tree branch is threatening your property or a person's safety.

To access this information in other languages, call the Translating and Interpreting Service on 131 450 (freecall) and ask them to call VicEmergency Hotline.

If you are deaf, hard of hearing, or have a speech/communication impairment contact National Relay Service on 1800 555 677 and ask them to call the VicEmergency Hotline


3 min read

Published

Updated

Presented by Mirani Mehta

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now