Latest

ફોર્બ્સના રહેવાસીઓ પર તોળાઇ રહ્યું છે વરસાદ પછીના પૂરનું સંકટ

ઓસ્ટ્રેલિયામાં પૂરની પરિસ્થિતિ અંગે તાજી માહિતી.

NSW FLOODS

Wendy and Kim Muffet kayak up their driveway with Pete the kelpie in Forbes, NSW. Source: AAP / STUART WALMSLEY/AAPIMAGE

NSWની સ્ટેટ ઇમરજન્સી સર્વિસે (SES) શુક્રવારે ફોર્બ્સમાં પૂરનો 70 વર્ષનો સૌથી ઊચ્ચ રેકોર્ડ તૂટશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

સેન્ટ્રલ વેસ્ટ NSW નગરના રહેવાસીઓને આજે સાંજે 4 વાગ્યા પહેલા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી છે.

બ્યૂરો ઓફ મીટિરિયોલોજીએ જણાવ્યું હતું કે ફોર્બ્સ આયર્ન બ્રીજ ખાતે આવેલ લોકલેન નદી આજે (ગુરુવારે) પોતાની ભયજનક સપાટી 10.55મીટર અને શુક્રવારે 10.8 મીટરને પાર કરી શકે છે. વર્ષ 1952ના જૂનમા પણ આ જ રીતે પૂરના કારણે નદીનું સ્તર ઊંચુ ગયું હતું.
NSWની SESના આસિસ્ટન્ટ કમિશ્નર નિકોલ હોગને પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે ફોર્બ્સમાં આટલું ખતરનાક પૂર તાજેતરના સમયમાં કોઇએ જોયું નથી.

નિકોલ હોગને જણાવ્યું હતું કે ફોર્બ્સ અત્યારે પૂરના કારણે જે પરિસ્થિતી છે તેને બ્લુ-સ્કાય ફ્લડ એટલે કે વરસાદ પછીનું પૂર તરીકે ઓળખવામાં આવે છે.

તેઓ વધુમાં ઉમેરતા કહે છે કે, જ્યારે વરસાદ પડવાનું બંધ થયા છે, ત્યારે ઉપરી વિસ્તારમાં રહેલું પાણી નીચે તરફ જવાનું ચાલુ રાખે છે, જેના કારણે નદીના ઉછાળ અને પૂરની સ્થિતીની સાથે અનેક સમસ્યાઓ પણ ઊભી કરતું હોય છે.
NSWની SESએ ફરી નવેસરથી નોર્થ વાગા (લેવીનો અંદરનો વિસ્તાર), ગમલી ગમલી અને નોર્થ ગનેડાના વિવિધ ભાગોને બુધવાર સાંજ સુધી ખાલી કરવાની ચેતવણી આપી છે.

લેવી અને ગમલી ગમલીના અંદર નોર્થ વાગાના રહેવાસીઓને શુક્રવારની સવારે આઠ વાગ્યા પહેલા જગ્યા છોડવાની સલાહ આપવામાં આવી છે.

બ્યુરોને અપેક્ષા છે કે વાગા વાગાની મુરુમ્બિજી નદીમાં શુક્રવાર બપોર સુધીમાં પૂરના કારણે નદીનું સ્તર ભયજનક સપાટી 9.60 મીટરે પહોંચી શકે છે.

બર્કના એલિસ એડવર્ડ્સ વિલેજ માટે સ્થાળાંતરની ચેતવણી હજુ પણ યથાવત છે કારણ કે ભારે પૂરના કારણે ડાર્લિંગ નદીની સપાટી નવેમ્બરના બીજા સપ્તાહે એટલે કે 8 નવેમ્બરથી 11 નવેમ્બર દરમિયાન લગભગ 13.20 મીટર સુધી પહોંચશે.

નદી ત્રીજા સપ્તાહમાં 13.8 મીટરની સપાટી વટાવી શકવાની શક્યતા છે, જેને કારણે ગામ સંપર્કવિહોણું બનશે.
NSWની SESએ છેલ્લા 24 કલાકમાં બુધવાર, 2જી નવેમ્બરથી ગુરુવાર, 3જી નવેમ્બરના બપોર સુધી કાવરા, ટેમવર્થ, આલ્બરી, ગુંડાગાઇ, ફોર્બ્સ અને ગનેડામાંથી સહાય માટેની 547 વિનંતીઓનો જવાબ આપ્યો છે અને 27 જેટલી પૂર બચાવ માટેની કામગીરી કરી છે.

સપ્ટેમ્બરમાં આ પૂરની ઘટના શરૂ થઈ ત્યારથી, સહાય માટે 10,000થી વધુ મદદ માટેની વિનંતીઓ મળી છે.

ઇકુચા અને ઇકુચા ગામમાં સ્થાળાંતર માટેની ચેતવણી "not safe to return" યથાવત છે.

આવતા સપ્તાહ સુધી ઇકુચાની મરે નદી ભયજનક સપાટી 94.40 મીટરથી વધુ ઉપર રહેવાની શક્યતા છે.
Weatherzone, એક વ્યવસાયિક હવામાન માહિતી પ્રદાતા છે તેણે જણાવ્યું હતું કે, ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સના કેટલાક ભાગોમાં સ્થાનિકોએ ગુરુવારે સવારે આ દાયકાની નવેમ્બરની સૌથી વધુ ઠંડી વાળી સવાર અનુભવી હતી કારણ કે આખા દક્ષિણપૂર્વ ઓસ્ટ્રેલિયામાં કાતિલ ઠંડીનો મારો ખૂબ ભયંકર હતો.

સિડીના પશ્ચિમમાં આવેલા પેનરિથમાં આજે સવારે તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું નોંધાયું હતું- જે વર્ષ 1995 પછીનું નવેમ્બરનું સૌથી નીચું તાપમાન હતું.

વર્ષ 1957 પછી પહેલીવાર ટેમવર્થ એરપોર્ટ પર 2.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતુ.

વેધરઝોને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની સત્તાવાર ઉષ્ણકટિબંધીય ચક્રવાત મૌસમ (નવેમ્બરથી એપ્રિલ) શરૂ થઇ ગઇ છે.

એવું અનુમાન છે કે ઓસ્ટ્રેલિયામાં આ સિઝનમાં સરેરાશ કરતા વધુ (9-10 પ્રતિવર્ષ) ચક્રવાત આવશે.

Keep up to date with the latest forecast from the 
Follow the latest changes by checking the 

If you are in a life-threatening emergency, call Triple Zero (000). Call the NSW SES on 132 500 and Victoria Emergency Services on 1800 226 226 if you have experienced damage from storms, wind, hail or a fallen tree and if a tree branch is threatening your property or a person's safety.

To access this information in other languages, call the Translating and Interpreting Service on 131 450 (freecall) and ask them to call VicEmergency Hotline.

If you are deaf, hard of hearing, or have a speech/communication impairment contact National Relay Service on 1800 555 677 and ask them to call the VicEmergency Hotline

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

Share

Published

Presented by Mirani Mehta
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service