આવો મળીએ બિનગુજરાતી ગુજ્જુને

"ગુજરાતી મનોરંજન જગતે મને ઓળખ આપી છે"- આ શબ્દો છે ફિલ્મકાર,દિગ્દર્શક અને લેખક ધ્વનિ ગૌતમના. ધ્વનિ ગૌતમ સાથે તેમની ઓસ્ટ્રેલિયા મુલાકત દરમિયાન થયેલ દિલચસ્પ વાતચીત

Mr D

Source: Supplied

મેલ્બર્ન ખાતે સિનેમા  અંગેની એક કોન્ફ્રન્સમાં ભાગ લેવા આવેલ  ધ્વનિ ગૌતમે, વિક્ટોરિયા સંસદમાં સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ અને મંત્રીઓ સમક્ષ ઓસ્ટ્રેલિયામાં ફિલ્મ નિર્માણ - ગુજરાતી ફિલ્મ નિર્માણ કરવાના મુદ્દે પોતાના મંતવ્ય રજુ કર્યા હતા.

ધ્વનિ જણાવે છે કે, "મેં યુ એસમાં શૂટિંગ કર્યું છે, ઇટાલી, થાઈલેન્ડ, લંડનમાં શૂટિંગ કર્યું છે. તો હવે મારી ઈચ્છા ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરવાની છે."

પોતાની આગામી ફિલ્મ  માટે સારા લોકેશનની શૉધ માટે ધ્વનિએ સિડની, મેલ્બર્ન, પર્થ અને એડીલેઈડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ધ્વનિએ  અહીંના ગુજરાતીઓ અને સરકારનો સંપર્ક કર્યો છે. ધ્વનિ કહે છે કે અહીં  ગુજરાતીઓ ઘણા છે , તેમના માટે મારે અહીં શૂટિંગ કરવાની ઈચ્છા છે. " ગુજરાતી પીપલ લવ અબ્રોડ કન્ટ્રી, જયારે હું ફિલ્મ બનાવું છે ત્યારે તેમને બહુ ગમે છે કે એવી કન્ટ્રી બતાવી કે જ્યાં તે લોકો છે અથવા જ્યાં તે લોકો જવા માંગે છે."

ધ્વનિ જણાવે છે કે તેઓને ઓસ્ટ્રેલિયા ખુબ ગમ્યું છે, અહીં ફિલ્મ શૂટ કરવા તેઓ અતિશય ઉત્સાહી છે. તેઓ જણાવે છે કે તેઓ ઘણા દેશોમાં ફરી આવ્યા છે, ફિલ્મ શૂટ કરી આવ્યા છે આથી તેમને અન્ય સ્થળો વિષે જાણકારી છે, પણ ઓસ્ટ્રેલિયામાં કશુંક અલગ છે.

" I am in love with this country..I am in love with its trams, its metros, long journeys.. આ બધું મને આકર્ષે છે કેમકે હું લવ સ્ટોરીઝ અને કોમેડી ફિલ્મો બનાવું છું અને આવી ફિલ્મોની રિક્વાયરમેન્ટ આ જ છે..."

ધ્વનિ ગૌતમે "રોમાન્સ કોમ્પ્લિકેટેડ " અને " તું તો ગયો" નામની બે ફિલ્મો લખી છે, તેના પ્રોડ્યુસર - ડિરેક્ટર રહ્યા છે. તેમની આગામી ફિલ્મ છે "પટેલ Vs. પેટ્રિક". આ ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં પણ રિલીઝ કરવાની યોજના છે.  આ  સાથે ધ્વનિ એક્ટિંગ સ્કૂલ પણ ચલાવે છે. ગુજરાતી જાણીતી હસ્તીઓ સાથે વાતચીત કરતો 'મિસ્ટર ડી' શો કર્યો છે અને ટૂંક સમયમાં ધ્વનિને  ગુજરાતી વાનગીઓના  કુકીંગ શો માં પણ જોઈ શકાશે. ધ્વનિ પોતાના  શો વેબ સિરીઝ તરીકે સોશિયલ મીડિયા પર પ્રસારિત  કરે છે.

ગુજરાત કનેક્શન

ધ્વનિ કહે છે કે, " હું એક એવો નોન ગુજરાતી વ્યક્તિ છું  જે ગુજરાતી ક્લચરને પ્રેમ કરે છે, જે  ગુજરાતી ખાણું પસંદ કરે છે, જે ગુજરાતી લોકોને ચાહે છે અને જે  વારંવાર ગુજરાતી ફિલ્મો બનાવવા માંગે છે. "

ધ્વનિ દિલ્હી થી છે, દિલ્હીમાં જન્મ્યા  અને મોટા થયા છે, તેઓ થોડો સમય મુંબઈ પણ રહ્યા હતા. તેમના પિતા સરકારી નોકરી કરે છે અને તેમની બદલી ગુજરાતમાં થઇ હતી એટલે તેઓ  ગુજરાત  આવ્યા. ગુજરાતી સિનેજગત  તરફ તેમને આકર્ષણ થયું, તેમને થયું કે તેઓ અહીં ફિલ્મ - ટીવી સિરિયલ બનાવી શકે છે.

" હું એક એવો નોન ગુજરાતી વ્યક્તિ છું જે ગુજરાતી ક્લચરને પ્રેમ કરે છે, જે ગુજરાતી ખાણું પસંદ કરે છે, જે ગુજરાતી લોકોને ચાહે છે અને જે વારંવાર ગુજરાતી ફિલ્મો બનાવવા માંગે છે. "

ધ્વનિ હસતા હસતા જણાવે છે કે તેમની પહેલી સિરિયલ ફ્લોપ થઇ હતી. ત્યારબાદ તેઓએ ફિલ્મનિર્માણ તરફ ઝુકાવ્યું. ત્રણ સફળ ફિલ્મો આપી અને 100 એપિસોડ પૂર્ણ કરતો ટીવી શો આપ્યો.

ધ્વનિ જણાવે  છે કે તેઓએ પંજાબી સિનેમા સાથે કામ કર્યું હતું,  તેઓ માને છે કે ક્યાંક પંજાબી અને ગુજરાતી ક્લચર સમાન છે આથી ગુજરાતીઓ સાથે ભળવામાં તેમને સરળતા રહી.  ધ્વનિ કહે છે, " ગુજરાતી લોકો મને એટલે પસંદ કરે છે કેમકે હું તેમને પસંદ હોય તેવી ફિલ્મો આપું છું, આ ઉપરાંત મારી ટીમમાં મારા સિવાય બધાજ ગુજરાતી છે તો તેમની સાથે કામ કરવામાં, કનેક્ટ થવામાં કોઈજ મુશ્કેલી નથી પડતી"

Follow SBS Gujarati on Facebook


3 min read

Published

Updated

By Harita Mehta




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now