"મોહે પનઘટ પે..." શકીલ બદાયુનીએ નહિ પણ ગુજરાતી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એ લખ્યું છે.
મોગલે આઝમનું લોકપ્રિય ગીત "મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે" ગીત શકીલ બદાયુનીએ નહિ પણ ગુજરાતી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટએ એક ગુજરાતી નાટક છત્ર વિજય માટે લખ્યું હતું. આ ફિલ્મ રિલીઝ થયાના ૪૪ વર્ષ પછી એક સમઝણ( કવિના ગ્રાન્ડસન રાજ બ્રહ્મભટ્ટ) સાથે થયા બાદ નવી cd /vcd માં ગીતકાર તરીકે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ લખાયું છે.
તારી આંખ નો અફીણી (દીવાદાંડી) - રાત ને ગેષુ બિખરાયે ( સપેરા )
ગુજરાતી સંગીત રસિયાઓને મન ગજરાતી રાષ્ટ્રગીત જેટલું મહત્વ ધરાવતું "તારી આંખનો અફીણી તારા બોલ નો બંધાણી" ૧૯૫૦ની દીવાદાંડી ફિલ્મનું ગીત છે. આ ગીતના શબ્દો વેણીભાઈ પુરોહિતના ,સ્વર દિલીપ ધોળકિયા અને સંગીત અજિત મરચન્ટનું છે.
આવીજ ધૂન ૧૯૬૦ માં આવેલ સપેરા ફિલ્મના ગીત " રાતેને ગેષુ બિખરાયે ,મેરા દિલ મુઝકો તડપાયે" ની છે. આ ગીતના શબ્દો ઇન્દીવરએ લખ્યા છે ,સ્વર મન્નાડે અને સુમન કલ્યાણપુરએ આપ્યો છે અને સંગીત અજિત મરચન્ટ એ આપ્યું છે.
તમે થોડી થોડા થાવ વરણાગી ( ગુણસુંદરી) – બડે અરમાન સે રખા હૈ કદમ (મલ્હાર )
૧૯૪૮ની ગુજરાતી ફિલ્મ ગુણસુંદરીનું લોકપ્રિય ગીત "તમે થોડા થોડા થાવ વરણાગી ઓ ભાભી તમે .." ના શબ્દો પંડિત ઈંદ્રજિતના છે, સંગીત હંસરાજ બહેલનું અને સ્વર ગીતા ઘોષ રાય ચૌધરી (ગીતા દત્ત)નો છે.
આવો જ ટ્યુન ૧૯૫૧ના એક હિન્દી ગીતનો છે,ફિલ્મ હતી "મલ્હાર" અને ગીતના શબ્દો " બડે અરમાનો સે રખા હૈ બલમ તેરી કસમ ,પ્યાર કી દુનિયા મેં યે પહેલા કદમ." આ ગીતના શબ્દો ઇન્દીવરના સંગીત રોશન (ઋત્વિક રોશનના દાદા)નું સ્વર લતા- મુકેશ નો છે.
કહું છું જવાનીને પાછી વળી જા -પલ દો પલ કા સાથ હમારા ( ઘ બર્નિંગ ટ્રેન )
સુરતના ગઝલકાર ગની દહીંવાલાની કલમે લખાયેલ અને પુરુષોત્તમ ઉપાધ્યાયએ કંપોઝ કરેલ ગઝલ "કહું છું જવાનીને પાછી વળી જા કે ઘડપણ નું ઘર મારુ આવી ગયું છે "નો ટ્યુન ઘ બર્નિંગ ટ્રેનના ગીત "પલ દો પલ કે સાથ હમારા ,પલ દો પલ કે યારાને હૈં" માં વપરાયાનો ખ્યાલ આવે છે. આ ગીતના શબ્દો સાહિર લુધ્યાન્વીના, સંગીત આર.ડી.બર્મન અને સ્વર મહમદ રફીએ આપ્યો છે.
પાંદડું લીલું ને રંગ રાતો ( મહેંદી રંગ લાગ્યો ) -રેશમી સલવાર કુર્તા જાલી કા(નયા દૌર)
૧૯૬૦ની ગુજરાતી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું ગીત "પાંદડું લીલુંને રંગ રાતો" ખુબ લોકપ્રિય છે, આ ગીતના શબ્દો અને સંગીત અવિનાશ વ્યાસનું છે.સ્વર મહેન્દ્ર કપૂર અને લતા મંગેશકર નો છે.બોલિવૂડની ફિલ્મ નયા દૌર (1957)ના ગીત "રેશમી સલવાર કુર્તા જાલી કે રૂપ સહા નહિ જાયે..." ની ધૂન પણ આવીજ છે . આ ગીતના શબ્દો સાહિર લુધણાવી એ લખ્યા છે, સંગીત ઓ.પી.નૈયર નું અને શબ્દો આશા ભોંસલે-શમશાદ બેગમના છે.
ગુજરાત શબ્દોનું હિન્દીકરણ
આપણા જાણીતા લોકગીત "મુરલી વેરણ થઇ રે કાનુડા તારી મુરલી વેરણ થઇ" પરથી ૧૯૫૬ની ફિલ્મનું એક ગીત " મુરલી બૈરન ભઈ હો કનૈયા તોરી મુરલી બૈરન ભઈ " થયાનું મનાય છે.
Share

