બ્લૂવ્હેલ ચેલેન્જ પછી ઇન્ટરનેટ પર મોમો વ્હોટ્સએપ ચેલેન્જની ચર્ચા જોરમાં છે. મોમો ચેલેન્જ એક ખતરનાક ગેમ છે જેમાં છેલ્લા ટાસ્કમાં આત્મહત્યા કરવાની વાત આવે છે.
વેસ્ટર્ન સિડની યુનિવર્સીટીમાં રિસર્ચર અને લેક્ચરર પાયલ મહિડા જણાવે છે કે, " આવી રમતોનું પ્રાથમિક લક્ષ્ય માનસિક રીતે નબળી વ્યક્તિ હોય છે. આ રમતો તેમને વિવિધ ટાસ્ક કરવા પ્રોત્સાહિત કરે છે. અને અંતિમ ટાસ્ક તેમને આત્મહત્યા કરવા પ્રેરિત કરે છે - ઉશ્કેરે છે. "
મોમો ચેલેન્જ
લેક્ચરર પાયલ મહિડા વિગતવાર જણાવે છે કે તેમની પાસે વિગતો મુજબ મોમો ચેલેન્જ ની શરૂઆત ફેસબુક પર થઇ હતી. સામાન્યરીતે આ પ્રકારની ચેલેન્જ કે રમતોમાં કોઈ અજાણી વ્યક્તિ તરફથી કે મોમો તરફથી આમન્ત્રણ મોકલવામાં આવે છે, આ આમન્ત્રણ મોકલતા પહેલા જે - તે બાળક કે તરુણોની પ્રોફાઈલ અને તેના વિષે માહિતી એકઠી કરવામાં આવે છે. મોમો દ્વારા ત્યારબાદ વ્હોટ્સએપના માધ્યમથી વિવિધ ટાસ્ક આપવામાં આવે છે અને અંતિમ ટાસ્ક મોમોને મળવાની છે.
વ્હોટ્સએપના માધ્યમથી બાળકો અને તરુણોનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. આ કોન્ટેક્ટ નંબર જો તમે સેવ કરો તો એક મોટી આંખોવાળી છોકરીનો ફોટો જોવામાં આવે છે. આ ફોટો ખૂબજ ડરામણો છે. હકીકતમાં આ ફોટો જ એ મોમો ચેલેન્જનો લોગો છે, જે લોકો આ પ્રોફાઇલના નંબરની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે તેમને મોમો દ્વારા જુદી જુદી ચેલેન્જ આપવામાં આવે છે. મોટાભાગે આવી ચેલેન્જનાં ચક્કરમાં બાળકો અને તરુણો સૌથી વધારે ફસાતાં હોય છે.
પાયલ ઉમેરે છે કે મોમો ચેલેન્જ ફક્ત ફેસબુક, વ્હોટ્સએપ , મેસેન્જર પૂરતી સીમિત નથી, તે બાળકો - તરુણોની પ્રિય રમત માઇનક્રાફટ દ્વારા પણ ફેલાય છે.
આ ચલેન્જમાં શું હોય છે?
લેક્ચરર પાયલ જણાવે છે કે, " આ ચેલેન્જ માં વ્હોટ્સએપ ઉપર ડરામણી તસવીરો મોકલવામાં આવે છે અને કેટલીક ડરામણી ક્લિપ્સ પણ મોકલવામાં આવે છે. યૂઝરને આ દરમિયાન કેટલાક ટાસ્ક આપવામાં આવે છે, જો આ ટાસ્ક પૂરા કરવામાં ન આવે તો ભયાનક ચહેરાવાળી મોમો યૂઝરને જાતજાતની ધમકીઓ આપતી હોય છે. સતત મળતી આ ધમકીઓથી આખરે યૂઝર તાબે થઈ જતા હોય છે અને જે ટાસ્ક આપવામાં આવે છે તેને ફોલો કરતા હોય છે. જો યૂઝર મોમો દ્વારા અપાતી ધમકીને તાબે ન થાય તો તેની અંગત માહિતી જાહેર કરવાની કે અન્ય ગોપનીય વાત જાહેર કરવાની ધમકી પણ આપવામાં આવે છે. એક પછી એક ડિફિકલ્ટ ટાસ્ક મોમો દ્વારા યૂઝરને અપાય છે અને છેલ્લો ટાસ્ક યૂઝરને સ્યુસાઇડ કરવાનું કહેવામાં આવે છે."
ક્યાંથી થઇ આ ચેલેન્જની શરૂઆત
આ ચેલેન્જની શરૂઆત ક્યાંથી થઇ તે અંગે નક્કર માહિતી નથી પણ આઈ ટી તજજ્ઞોનું અને મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ચેલેન્જ સાથે જોડાયેલ નમ્બર જાપાન, મેક્સિકો અને કોલમ્બિયાના છે
મનોચિકિત્સકનો મત
મનોચિકિત્સકનો માધવ ઠાકર જણાવે છે કે આજકાલ બાળકો કે તરુણોને મોબાઈલ ફોન કે ઈન્ટરનેટથી દૂર રાખવા લગભગ અસંભવ છે, તેઓ મોમો ચેલેન્જ આપનારનો નમ્બર સહજ રીતે એડ કરે છે અને તેની સાથે વાતચીત કરે છે.
બાળક કે તરુણોની ઉંમર કે અનુભવ પક્વ નથી હોતા આથી શરૂઆતમાં તેઓ આ પ્રક્રિયાને રમત તરીકે માને છે પણ ધીરે ધીરે તેઓ માટે આ બાબત રમતના બદલે હકીકત બને છે, તેઓ જાણી નથી શકતા કે બ્લ્યુ વ્હેલ કે મોમોમાં જરાપણ તાકાત નથી તેમને હાનિ પહોંચાડવાની- ડો માધવ ઠાકર
ડો માધવ ઠાકર ઉમેરે છે કે, " પોતાના બાળકોના મિત્ર બનો." આ સૌથી મહત્વની બાબત છે. જો વાલીઓ બાળકો સાથે મિત્ર બનીને રહે તો બાળકો તેમની સાથે ખુલી રીતે વાતચીત કરી શકશે અને આવી ખોટી બાબતો થી દૂર રહેશે.
મોમો ચેલેન્જ અને તેનાથી થયેલ મોત
મોમો ચેલેન્જનો સૌપ્રથમ ભોગ આર્જેન્ટિનાના એસ્કેમાર જિલ્લાની ૧૨ વર્ષની છોકરી બની હતી. કોલંબિયામાં બે મોત મોમો ચેલેન્જના કારણે થયેલ હોવાનું માનવામાં આવે છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયેલી આ મોમો ચેલેન્જ ગેમ ભારતમાં ટિનેજર્સનો ભોગ ના લે તે માટે પોલીસ સક્રિય બની છે.પોલીસે એક એડવાઇઝરી જાહેર કરીછે કે
કેટલાક જરૂરી પગલાં
મોમો ચેલેન્જ જેવી ખતરનાક રમતો થી બાળકો કે તરુણોને બચાવવા માટે કેટલાક જરૂરી પગલાં અંગે પાયલ સૂચવે છે કે
- કોઈ અજાણી વ્યક્તિ સાથે વ્હોટ્સએપ કે ફેસબુક પર વાતચીત ન કરવી, કે કોઈ અજાણી વ્યક્તિન નંબર સેવ ન કરવો
- કોઈ અજાણી વ્યક્તિને પોતાનો ફોન નંબર ન આપવો
- વ્હોટ્સએપના પ્રાઇવસી સેટિંગ નિયમિત ચેક કરી તેને યોગ્ય રીતે સેટ કરવા
- જો મોમોની તસ્વીર સાથેનો કોઈ મેસેજ આપના ફોન પર આવે તો તેને તરત બ્લોક કરી પોલીસને જાણ કરવી
- અજાણી વ્યક્તિ પાસેથી આવેલ કોઈ લિંક કે આમન્ત્રણને ન સ્વીકારવું
- કોઈપણ અજાણ વ્યક્તિ પાસેથી આવેલ લિંક પર ક્લિક કરતા પહેલા બે વખત વિચારવું
- જો ફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરતા હોવ તો તેના રેટિંગ ચેક કરવા
- સોશિયલ મીડિયા સાઈટો અને ઇમેઇલના પાસવર્ડ નિયમિત બદલવા
- આપના બાળકો ઇન્ટરનેટનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે કે નહિ તે અંગે સતર્ક રહેવું, તેમની સાથે સ્વસ્થ સંબંધો વિકસાવવા
Share

