ભારતીય મહિલા આઈસ હોકી ટીમે આર્થિક તંગી અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી, ઇતિહાસ સર્જ્યો છે. ભારતે બેંગકોક ખાતે ફિલિપીન્સને હરાવી ચેલેન્જ કપ ઓફ એશિયા જીત્યો છે.
નિર્ણાયક મેચમાં બંને ટીમનો સ્કોર 3 ગોલ હતો, અને બીજા પિરિયડ માં ભારતે 1ગોલ કરતા આ મેચ ભારતે 4-3 થી જીતી હતી.
આ રમત માટે કોઈ પ્રોત્સાહન ન હોવાથી ટીમે ફન્ડ રેઇઝિંગ કેંપેઇન શરુ કર્યું હતું અને આ સ્પર્ધાના એકાદ મહિના આગાઉ, તેઓ આ ચમ્પિયન્શિપમાં ભાગ લઇ શકશે કે નહિ તે અંગે અનિશ્ચિતતા હતી. પણ, ટીમની મહેનત રંગ લાવી.
આવી જ અન્ય ખુશ ખબર છે વિશ્વ મહિલા સ્નૂકર ચેમ્પિયનશિપની જેમાં ભારતની વિદ્યા પિલ્લાઈ બીજા સ્થાને રહી અને ભારતને આ ક્ષેત્રે પ્રથમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી.
જાણીતા સ્નૂકર ખેલાડી પંકજ અડવાણીએ વિદ્યાની સિદ્ધિને બિરદાવતા ટ્વીટ કર્યું હતું .
સિંગાપોર ખાતે યોજાયેલ વિશ્વ મહિલા સ્નૂકર ચેપીયનશીપમાં 39 વર્ષીય વિદ્યા પિલ્લઈએ ઇંગ્લેન્ડની રિબેક્કા ગ્રેન્જરને 5-1 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પણ ફાઇનલ મેચમાં હોંગ કોંગની નગ ઓન યિ સામે તેની હાર થઇ હતી.
Share

