Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાને પ્રથમ પસંદગી બનાવવાની આશા

ભારતની સત્તાવાર યાત્રા પર ગયેલ વડાપ્રધાન માલ્કમ ટર્નબુલ અને શિક્ષામંત્રી સિમોન બ્રીમિંગહામ વડે ભારતીય છાત્રો માટે ઉચ્ચ અભ્યાસ અને તાલીમ ક્ષેત્રે ઓસ્ટ્રેલિયાનું આગવું પ્રદાન હોય તે દિશામાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

Reaserch center
Source: Simon Brimingham Twitter

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન અને પ્રતિનિધિમંડળની ભારત યાત્રા દરમિયાન વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે થયેલ ગંભીર અને મહત્વની બેઠકો અને ચર્ચા સાથે ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે શિક્ષણ ક્ષેત્રે પણ વધુ વિકાસ કરી શકાય તે દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે.

ભારતના 400 મિલિયન લોકોને આગામી પાંચ વર્ષમાં શિક્ષણ પૂરું પાડવાના મહત્વકાંક્ષી ધ્યેયને હાંસલ કરવામાં ઓસ્ટ્રેલિયા મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવી આશા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે વ્યક્ત કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં અમેરિકા પછી ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓની અભ્યાસ અને તાલીમ અર્થે બીજી પસંદગી છે. શિક્ષણક્ષેત્રે તજજ્ઞો અને યુનિવર્સીટીના પ્રતિનિધિમંડળ સાથેના કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે ,

" અહીં ઉપસ્થિત કુલપતિઓ આ વાતથી સહમત થશે કે અમારી (ઓસ્ટ્રેલિયન) યુનિવર્સીટીઓ સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સહકાર વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન યુનિવર્સીટીના ભારતીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બંને દેશ વચ્ચે સંબંધ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે."

પ્રતિનિધિમંડળના સદસ્ય, ઓસ્ટ્રેલિયન યુનિવર્સીટીના પ્રમોટર અને યુનીઓઝના સી એ ઓ સુ શ્રી બિલિંદા રૉબિન્સને ભારતીય ભતપૂર્વં વિદ્યાર્થીઓના યોગદાનને બિરદાવતા ટ્વિટ કર્યું હતું કે

ઓસ્ટ્રેલિયન શિક્ષણમંત્રી સિમોન બ્રીમિંગહામ પણ વડાપ્રધાન સાથે ગયેલ પ્રતિનિધિમંડળમાં સામેલ છે. નવી દિલ્લી ખાતે તેઓએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ભાગીદારી કેવી રીતે વધારી શકાય તે દિશામાં તેઓ વિચારી રહ્યા છે.

આ અંગે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માનવસંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર અને કૌશલ વિકાસ અને ઇન્ટરપ્રિન્યોરશિપ મંત્રી રાજીવ પ્રતાપ રુડી સાથે થયેલ ચર્ચાની અપડેટ આપતા શ્રી બ્રીમિંગહામે ટ્વિટ કર્યું હતું કે

આ સાથે શ્રી બ્રીમિંગહામે જણાવ્યું હતું કે, " અમે જ્ઞાનની ભાગીદારી આધારિત, પરિવર્તન વેલ્યુ આધારે કેટલીક પ્રાથમિકતાઓ નક્કી કરી છે. જે બંને દેશોના લોકો માટે ઉત્તમ તક સમાન હશે. આ સાથે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે."

શ્રી બ્રીમિંગહામે આ સાથે દિલ્લી ખાતે ટેરી અને ડિકિન્સ યુનિવર્સીટીના સહયોગથી બનેલ રેસિડેન્શિયલ વ્યવસ્થા ધરાવતા નવા નેનોબાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું.


2 min read

Published

By Harita Mehta

Source: AAP, SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now