આજે ચંદ્ર પૃથ્વીથી નજીક હોવાના કારણે મોટો દેખાશે, પરંતુ આપણું મગજ તેના મોટા દેખાવને મોટો બનાવવા માટે કાર્યરત રહેશે .
ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરેછે, જેના લીધે ક્યારેક ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર વધુ અથવા ઓછું થાય છે. આજે રચનાર ખગોળીય ઘટનામાં કહેવામાં આવે છે કે 70 વર્ષ બાદ ચંદ્ર પૃથ્વીથી ખુબ જ નજીક આવશે.
વિક્ટોરિયાની એસ્ટ્રોનોમિકલ સોસાયટીના ઉપાધ્યક્ષ પેરી વ્લાહોસે આપ ને જણાવ્યું કે," લોકોને મારી સલાહ છે કે સૂર્યાસ્ત પહેલા જ પૂર્વ દિશામાંથી થતા ચંદ્રોદયને જોય ."
ચંદ્ર પૃથ્વીથી નજીક હોવાથી તો મોટો દેખાશે જ પણ ચંદ્રોદય સમયે પૃથ્વીની ક્ષિતિજે તેનો દેખાવ વિશાળ અને મોહક લાગશે જે "moon illusion " ના કારણે થશે.
ક્ષિતિજે થતા "moon illusion " નો અર્થ છે કે માનવ ક્ષિતિજે રહેલા ચંદ્રના કદ સાથે વૃક્ષઓ , મકાનો જેવી પૃથ્વીની ચીજોની સરખામણી કરશે જેથી ચંદ્ર વધુ મોટો લાગશે .
શ્રી વ્લાહોસે ઉમેર્યું હતું કે, વાસ્તવિક રીતે ચંદ્ર આકાશની માધ્યમ આવે ત્યારે પૃથ્વીથી સૌથી નજીક હોય છે. પણ માનવ દ્રષ્ટિએ ક્ષિતિજે તે મોટો હોય છે.
આ ખગોળીય ઘટનાનો આનંદ પૂર્વ દિશા તરફના દરિયા કિનારે , ટેકરી પર કે ખુલ્લા મેદાનમાં વિશેષ રીતે લઇ શકાય.
પણ જો કોઈ કારણોથી આપ આજનો મોટો, સુંદર ચંદ્ર જોવાનું ચુકી જાવ તો આવતી કાલે આપણી પાસે એક અવસર છે.
Share

