SKIP TO MAIN CONTENT

ચીનમાં બાઈક-શેરિંગ( ભાડે મળતી સાયકલ)ની બોલબાલા..

ચીનમાં 'ડોકલેસ', મૂળ સ્થાને ગોઠવવી ન પડે એવી સાયકલ કંપનીઓ પૂર જોશમાં. સ્માર્ટફોન એપ્પથી મેળવી શકાતી આ સાયકલ સગવડ સરળ અને સસ્તી છે.એક કંપની આ સગવડને ઓસ્ટ્રેલિયા લાવવા વિચારી રહી છે.

Cyclists, a parking lane and passing cars in today's  Beijing (AAP)
Cyclists, a parking lane and passing cars in today's Beijing (AAP) Source: Imaginechina

2 min read

Published

Updated

By Jelam Hardik, Katrina Yu



Skip to article content

કેલ્વિન ચેંગને 'ઉબેર ફોર સાયકલિસ્ટ્સ' તરીકે ઓળખાતી એપ્પને લીધે સમય બચતાં અચાનક જ ઊંઘવા માટે અર્ધો કલાક વધુ મળી ગયો ! આ એપ્પના ઉપયોગથી વ્યક્તિ એવી સાયકલ ભાડે લઇ શકે જેનો ઉપયોગ કર્યા પછી એને ધારે ત્યાં મૂકી દઈ શકે! 20 ડોલરથી લઈને 60 ડોલર જેવી શરૂઆતની ડિપોઝિટ પછી દરેક સવારી અંદાજે 20 સૅન્ટની થાય છે. ખરીદવી ન પડે એવી સાયકલની આ આખી વ્યવસ્થાથી કેલ્વિન ચેંગ પ્રભાવિત છે.

 

અત્યારે ચીનમાં આ રીતે સાયકલ ભાડે આપતી મિલિયન ડોલરના ઉદ્યોગવાળી લગભગ 40 જેટલી કંપનીઓ છે, જેમાં OFO અને Mobikeકંપની 30 શહેરોમાં આ કામ કરે છે.પણ બીજીંગ સ્થિત અર્બન-પ્લાનર જાસ્મિન ટીલુ માને છે કે મનફાવે ત્યાં સાયકલ રાખી દેવાની લોકોની આ ટેવ કોઈ પણ મોટાં અને વધુ વસ્તીવાળાં શહેર માટે ત્રાસરૂપ બને છે.

 

આ એપ્રિલની શરૂઆતમાં શેન ઝેન શહેરમાં જાહેર રજાને દિવસે બગીચામાં અવ્યવસ્થા ન ફેલાય એ માટે સાયકલ વાપરવા પર પ્રતિબંધ રાખવો પડ્યો હતો. જોકે આ વ્યવસ્થાના ગેરફાયદા છતાં સગવડ વિશેષ હોતાં હવે સિંગાપોર, સાન ફ્રાન્સિસ્કો અને કૅમ્બ્રિજમાં પણ આની શરૂઆત થશે એવું લાગે છે.

 

બીજીંગની સાયકલ ભાડે આપનારી નવી કંપની બ્લુગોગોના મુખ્ય અધિકારી યેહ સન હવે સિડનીમાં પણ આ મૉડેલ અજમાવવાની તૈયારી કરી રહ્યા છે.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now