હવેથી NRI પ્રોકસી વોટીંગ કરી શકશે

લોકસભામાં બિલ મંજુર થયેલ બિલ પ્રમાણે ભારતમાં યોજાતી ચૂંટણીઓમાં પોતાના અધિકૃત પ્રતિનિધિ મારફત NRI મતદાન કરી શકશે.

Vote

Source: Santeri Viinamäki- Creative Commons Attribution-Share Alike 4.0 International

આ ચોમાસુ સત્રમાં લોકસભામાં પસાર કરવામાં આવેલ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ (અમેન્ડમેન્ટ બિલ) મુજબ વિદેશમાં વસતા ભારતીયો પોતાના પ્રતિનિધી મારફત પ્રોકસી વોટીંગ કરાવી શકશે. ભારતમાં યોજાતી ચૂંટણીઓ સમયે NRI એ મતદાન કરવા માટે રૂબરૂ આવવાની જરૂર નહી પડે. બંને સદનમાં પાસ થયા બાદ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાનૂન બની જશે.

વર્તમાન જોગવાઈઓ પ્રમાણે વ્યક્તિએ મતદાન કરવા વ્યક્તિગત રીતે હાજર રહેવું ફરજીયાત છે, આ કાયદામાં બદલાવ દ્વારા વિદેશમાં વસતા નાગરિકો માટે મતદાનનો માર્ગ ખુલ્લો કરી શકાય છે.  આ માટે રેપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 અને 1950 માં સબ સેક્શન ઉમેરવાના રહેશે.
કાયદામંત્રી  રવિ શંકર પ્રસાદે લોકસભમાં આ બિલ પસાર થવાની ક્ષણને " મહત્વપૂર્ણ ઘટના " જણાવી. આ બિલ પરની ચર્ચા માં તેઓએ જણાવ્યું કે સરકાર આ બદલાવ દ્વારા વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને સરકાર ચૂંટવા ખાસ અવસર આપી રહી છે.

ન્યુઝ 18 ના અહેવાલ મુજબ, કાયદામંત્રી એ આ બિલના ઉદ્દેશ વિષે જણાવતા કહ્યું હતું કે,  "વર્તમાન જોગવાઈઓ પ્રમાણે, વ્યક્તિની હાજરી મતદાન માટે જરૂરી છે, જે વિદેશમાં વસતા નાગરિકો માટે  હંમેશા સંભવ નથી બનતું. આ બદલાવના કારણે તેઓ મતદાનના દિવસે પોતાના પ્રતિનિધિના માધ્યમથી મતદાન કરી શકશે."

વર્ષના આરંભમાં સિડનીની મુલાકાતે આવેલ ભારતીય ચૂંટણી કમિશનર ઓ. પી.રાવતે જણાવ્યું હતું કે , " વિશ્વમાં વસતા ભારતીય ડાયસ્પોરા સમુદાયની સંખ્યા સૌથી વધુ છે, પણ તેની તુલનામાં NRI મતદાતાના રજિસ્ટ્રેશનનો દર ખુબ ઓછો છે. "

તેઓએ અહીંના ભારતીય નાગરિકો સાથે ચર્ચા કરી હતી અને રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલમાં નામ રજીસ્ટર કરાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાથી વિદેશમાં વસતી ભારતીય વ્યક્તિનું નામ મતદાન યાદીમાં રહેશે.

તેઓએ આ સાથે ભવિષ્યમાં વિદેશમાં વસતા ભારતીય નાગરિકો મતદાન કરી શકશે તેવી આશા સાથે ચૂંટણીપંચ દ્વારા કરાયેલ પ્રયોગની વાત કરતા જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે સેના, અર્ધ સેના અને વિદેશ સેવાના કર્મચારીઓ માટે એક માર્ગી મતદાન યોજવામાં તેઓ સફળ રહ્યા છે.એક માર્ગી મતદાન પદ્ધતિ માં ચૂંટણી પંચ  દ્વારા  સેના - અર્ધ સેના કે વિદેશ સેવાના કર્મચારીઓને  ઈ મેઈલ મારફતે મતદાન પત્રક મોકલવામાં આવે છે અને વ્યક્તિએ તેની પ્રિન્ટ લઇ, પોતાના ઉમેદવારને ચૂંટી અને આ પત્રક પરત કરવાનું રહે છે.   તેઓએ ઉમેર્યું હતું કે તેઓ પ્રયત્નશીલ છે કે  ભવિષ્યમાં દુનિયાના કોઈપણ ખૂણેથી મતદાન કરવું સરળ બનાવી શકાય, આ માટેનો પ્રથમ તબક્કો કદાચ પ્રોક્સી વોટિંગ હોઈ શકે છે.
પ્રાયોગિક ધોરણે સેના, અર્ધ સેના અને વિદેશ સેવાના કર્મચારીઓ માટે એક માર્ગી મતદાન યોજવામાં તેઓ સફળ રહ્યા છે અને ભવિષ્યમાં દનિયામાં કોઈપણ ખૂણેથી મતદાન કરવું સરળ બનશે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીના પ્રાધ્યાપક હાર્દિક પરીખ પ્રોકસી વોટિંગ અંગે ટિપ્પણી કરતા કહે  છે કે, ભારતમાં ગુપ્ત મતદાન પદ્ધતિ છે, અને પ્રોકસી મતદાન એ સીધી રીતે તેનું ઉલ્લંઘન કરે છે. પ્રોકસી મતદાન માટે અન્ય વ્યક્તિ પર વિશ્વાસ રાખવો પડે છે અને તેની કોઈ ખાતરી નથી કે  વિદેશમાં વસતી વ્યક્તિએ જેને મત આપવાનો કહ્યો હોય, પ્રોકસી મતદાર તે ઉમેદવારને જ મત આપશે.
પ્રોકસી મતદાન માટે અન્ય વ્યક્તિ પર વિશ્વાસ રાખવો પડે છે અને તેની કોઈ ખાતરી નથી કે વિદેશમાં વસતી વ્યક્તિએ જેને મત આપવાનો કહ્યો હોય, પ્રોકસી મતદાર તે ઉમેદવારને જ મત આપશે. પણ અંતિમ ટિપ્પણી માટે બન્ને ગૃહો માંથી આ સંશોધન પસાર થાય અને બધી જ વિગતવાર વાત જાણીએ પછી જ કહી શકાય - પ્રાધ્યાપક હાર્દિક પરીખ
કાયદામંત્રીએ  પ્રોકસી મતદાનનો દુરુઉપયોગ  ન થાય માટે આશ્વાસન આપ્યું છે અને જણાવ્યું છે કે સરકાર આ મુદ્દે કડક નિયમો બનાવશે અને જો તેનું ઉલ્લંઘન થયેલ જણાશે તો ઉમેદવારના જનાદેશને રદ્દ માનવામાં આવશે.

આમ છતાંય આ મુદ્દે લોકોએ  પોતાની ચિંતા ટ્વીટર મારફતે વ્યક્ત કરી હતી -
 


Share

Published

Updated

By Harita Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service