SKIP TO MAIN CONTENT

ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા, ક્વિન્સલેન્ડના અમુક ભાગોમાં પૂરની ચેતવણી

ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડ, વિક્ટોરીયામાં આગામી દિવસોમાં ભારે વરસાદના કારણે પૂરનું સંકટ વધ્યું, એલિસ સ્પ્રિન્ગ્સમાં છેલ્લા 20 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો.

People look out at a flooded residential area in the Windsor area in northwestern Sydney
Source: SAEED KHAN/AFP via Getty Images

2 min read

Published

By SBS Gujarati

Source: SBS


Skip to article content

ઓસ્ટ્રેલિયાના પૂર્વીય તટ પર આવેલા રાજ્યોમાં આગામી દિવસોમાં પૂરનું સંકટ વધ્યું છે.

ન્યૂ સાઉથ વેલ્સના ઉત્તર તથા ક્વિન્સલેન્ડના દક્ષિણ ભાગોમાં ગુરુવારે ભારે વરસાદ સાથે પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. શુક્રવારે વિક્ટોરીયાના અમુક ભાગોમાં જોખમ વધ્યું છે.

પૂર્વીય તટ પર આવેલા શહેરોમાં વાવાઝોડા તથા ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે.

બુધવારે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ઉત્તર ન્યૂ સાઉથ વેલ્સ તથા દક્ષિણ ક્વિન્સલેન્ડની સરહદ પાસે આવેલી નદીઓમાં પાણીની ભારે આવક થઇ છે.

નદીઓમાં પાણીનું સ્તર વધતા ટેક્સાસ ખાતે ગુરુવારે બપોરે મધ્યમ પૂર તથા ઇન્ગલવૂડમાં પાણીનું સ્તર વધી શકે તેવી શક્યતા છે.

ન્યૂ સાઉથ વેલ્સના ઉત્તર તથા ક્વિન્સલેન્ડના દક્ષિણ વિસ્તારોમાં શુક્રવારે વરસાદ ન પડે પરંતુ અઠવાડિયાના અંત સુધીમાં ઠંડીનું પ્રમાણ જળવાઇ રહે તેમ છે.

સાઉથ ઓસ્ટ્રેલિયા - વિક્ટોરીયામાં પણ ભારે વરસાદ પડી શકે

આ ઉપરાંત, સાઉથ ઓસ્ટ્રેલિયામાં પણ લૉ પ્રેશર સિસ્ટમના કારણે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાનમાં સર્જાયેલું દબાણ ગુરુવારે સાઉથ ઓસ્ટ્રેલિયાથી ન્યૂ સાઉથ વેલ્સમાં પશ્ચિમ ભાગમાં જાય તથા ત્યાર બાદ શુક્રવારે ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી, પૂર્વીય વિક્ટોરીયા તથા દક્ષિણ - પૂર્વ ન્યૂ સાઉથ વેલ્સના ભાગો સુધી પહોંચે તેવી શક્યતા છે.

બ્યૂરો ઓફ મીટીયોરોલોજી તરફથી જોનાથમ હોઉએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઉનાળાની શરૂઆત અગાઉ નોંધાયેલા વરસાદનો રેકોર્ડ તૂટી શકે છે.

શુક્રવારે, વિક્ટોરીયામાં ભારે વરસાદની સાથે ગીપ્સલેન્ડ વિસ્તારમાં પૂર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એલિસ સ્પ્રિન્ગ્સ ખાતે પૂરમાં ફસાયેલી વ્યક્તિને બચાવાઇ

એલિસ સ્પ્રિન્ગ્સ ખાતે આવેલી ટોડ નદીના પાણીમાં કાર તણાઇ જતા સતત છ કલાક સુધી ઝાડ પર લટકી રહેલી વ્યક્તિને ઇમર્જન્સી સર્વિસે બચાવી હતી.

સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સના રીજનલ મેનેજર પૌલ બેલમેને જણાવ્યું હતું કે, બુધવારે બપોરે 33 વર્ષીય વ્યક્તિને બચાવવામાં આવી હતી. તે વ્યક્તિને સામાન્ય ઇજા થઇ હોવાથી વધુ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

બ્યૂરો ઓફ મીટીયોરોલોજીના જણાવ્યા પ્રમાણે, એલિસ સ્પ્રિન્ગ્સ ખાતે છેલ્લા 20 વર્ષમાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે.

આગામી દિવસોમાં હવામાનને લગતી ચેતવણીમાં સતત ફેરફાર થઇ શકે તેમ હોવાથી, હવામાન વિભાગે રાજ્યો તથા ટેરીટરીના રહેવાસીઓને તેમના વિસ્તારોમાં વરસાદ તથા પૂરની ચેતવણી પર ધ્યાન આપીને વધુ તકેદારી રાખવા માટે જણાવ્યું છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now