26મી ડિસેમ્બરે ઉજવાતો બોક્સિંગ ડે વિશ્વના ઘણા દેશોમાં ઉત્સાહથી ઉજવાય છે.
આ દિવસની ઉજવણીની શરૂઆત આજથી લગભગ 800 વર્ષ પહેલા યુ.કે માં થઇ હતી. મધ્યકાલીન યુગમાં ચર્ચમાં ગરીબ લોકો માટેની ભેટ રાખવામાં આવતી જેની વહેંચણી નાતાલના બીજા દિવસે કરવામાં આવતી આથી આ દિવસનું નામ બોક્સિંગ ડે પડ્યું હશે. આ પ્રથા બ્રિટનમાં હજુ કેટલીક જગ્યાએ ચાલુ છે.
એક માન્યતા મુજબ આ પ્રથાની શરૂઆત રોમન વડે કરાઈ હશે, રોમન આ પ્રથા યુ.કે લઇ આવ્યા અને તેઓ શિયાળાની ઉજવણી માટે રમાતી રમતો માટે આ પ્રથાથી પૈસા ભેગા કરતા.
જર્મનીમાં આ દિવસ "Zweite Feiertag" અથવા "Zweiter Weihnachtsfeiertag" તરીકે ઓળખાય છે જેનો અર્થ " બીજી ઉજવણી" કે " બોક્સિંગ ડે " થાય છે.
હોલેન્ડમાં આ દિવસે માટીના ગુકકલને તોડી અને તેમાંથી પૈસા એકઠા કરવાનો રિવાજ છે. આ ગુલ્લક ભૂંડના આકારમાં બનાવતું અને કદાચ આ પરથીજ "પિગી બેન્ક" શબ્દ બન્યો હશે.
આ દિવસે મધ્યકાલીન યુગમાં થઇ ગયેલ રાજા વેન્સિસ્લેસન જે ગરીબો માટે ખોરાક લાવતા, તેમને યાદ કરી કેરોલ ગવાય છે.
આ ઉપરાંત જુના જમાનામાં અમીરોના ઘેર કામ કરનાર નોકરો નાતાલના બીજા દિવસે પોતાના પરિવાર સાથે ઉજવણી કરતા. બીજા વિશ્વયુદ્ધ પહેલા સામાન્ય રીતે દૂધવાળા, છાપાવાળા કે બૂચર નાતાલની શીખ માટે પોતાના માલિકો ને ત્યાં જતા આ લોકો ને મળતી ભેટ કે શીખ પણ નાતાલના બીજા દિવસે ખોલવામાં આવતી આથી આ દિવસનું મહત્વ છે.
કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુ.કે જેવા દેશોમાં 26મી ડિસેમ્બરે બોક્સિંગ ડે ની જાહેર રજા હોય છે. આ દિવસે સમય રીતે નાટકો ભજવાય છે.
બોક્સિંગ ડે ની ઉજવણી ના ભાગ રૂપે યુ.કે માં ઘોડાની રેસ અને ફૂટબોલ મેચનું આયોજન થાય છે જયારે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ અને નૌકા સ્પર્ધા યોજાય છે.
આ દિવસે લોકો ખાસ ખરીદી પણ કરે છે.
આજનો દિવસ આજથી 800 વર્ષ પહેલા, સ્વીડનમાં થઇ ગયેલ સન્ત સ્ટિફનની યાદમાં ઉજવાય છે. તેઓને પ્રાણીઓ પ્રત્યે ખુબ પ્રેમ હતો ખાસ કરીને ઘોડાઓ પ્રત્યે. આથી આજના દિવસે સ્વીડન અને જર્મનીના કેટલાક ચર્ચોમાં ઘોડા ફેરવવામાં આવે છે.
Share

