ભારે સંઘર્ષ વચ્ચે સોનેરી સફળતા

એક સમયે હાઇ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીશના દર્દી 36 વર્ષીય મેહુલ જોશીએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની સિદ્ધિ નોંધાવી.

Mehul Joshi

Mehul Joshi with Indian Flag. Source: Mehul Joshi

જો તમારે જિંદગીમાં કંઇ ધારેલું કોઇ લક્ષ્ય હાંસલ કરવું હોય, તો તમારી પાસે અથાગ પરિશ્રમ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી, તેમ ગુજરાતના બિઝનેસમેન અને તાજેતરમાં જ વિશ્વનું સૌથી ઉંચું એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ સર કરનારા મેહુલ જોશીએ જણાવ્યું હતું.

મેહુલે 16 મે 2018, 4.30 (ભારતીય સમય) માઉન્ટ એવરેસ્ટ પર ચડાઇ કરી ત્યારે તેમણે પોતાનું પાંચ વર્ષ જૂનું સપનું પૂરું કર્યું હતું. આ સ્વપ્ન પૂરું કરવા માટે તેમણે ભારે સંઘર્ષ કર્યો છે.

મેહુલે ચાઇનાના હસ્તક આવતા માઉન્ટ એવરેસ્ટની ઉત્તર બાજુથી ચડાણ કર્યું હતું જે અતિ મુશ્કેલ ચડાણમાનું એક છે.
Certificate for climbing Mt' Everest
Certificate to Mehul Joshi by Chinese Mountaineering Association for climbing Mt' Everest. Source: Mehul Joshi
SBS Gujarati સાથે વાત કરતાં મેહુલ જોષીએ જણાવ્યું હતું કે, "આ મારા માટે જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી પળ હતી. માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ ત્યાં ટોચ પરથી ભારતીય ત્રિરંગો લહેરાવો એ આહલાદક પળ આખી જિંદગી મારી સાથે રહેશે".

મેહુલે વધુમાં ઉમેર્યું હતું કે, "માઉન્ટ એવરેસ્ટ પર કોઇ પણ પર્વતારોહક પાંચ મિનિટથી વધારે ન રોકાઇ શકે પરંતુ હું નસીબદાર હતો, મારી પાસે ઓક્સિજન વધારે માત્રામાં હોવાથી હું ત્યાં 35 મિનિટ સુધી રોકાયો અને ત્યાંનો નજારો માણ્યો હતો".

ફક્ત એક જ વેજીટેરિયન, 15 કિલોગ્રામ વજન ઘટ્યું.
મેહુલના જણાવ્યા પ્રમાણે, તેમના ગ્રૂપમાં 36 લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરવા નિકળ્યા હતા પણ તેમાંથી તે એકમાત્ર જ વેજીટેરિયન હતા, તેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે મોટાભાગના દિવસો દાળ-ભાત ખાઇને જ પસાર કર્યા હતા કારણ કે તેમાંથી કાર્બોડાઇડ્રેટ્સ તથા પ્રોટીન વધારે માત્રામાં મળે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મેહુલનું 15 કિલોગ્રામ વજન ઘટી ગયું હતું.

માઉન્ટ એવરેસ્ટની 45 દિવસ લાંબી પ્રક્રિયા (મીટરમાં)
બેસ કેમ્પ                   5200
ઇન્ટરીમ કેમ્પ             5650
એડવાન્સ બેસ કેમ્પ    6230
ક્રેમ્પોન પોઇન્ટ          6400
કેમ્પ 1                     7100
કેમ્પ 2                     7900
કેમ્પ 3                     8300
સમીટ                      8844
Mehul Joshi.
Mehul with the poster of his well-wishers. Source: Mehul Joshi
ડાયાબિટીસે મેહુલને ફિટનેસ માટે પ્રેરિત કર્યા
"વર્ષ 2012ની વાત છે, મેં તે સમયે મારી અંદર ઘણા ફેરફારનો અનુભવ કર્યો, મારો સ્વભાવ થોડો ચિડચિડીયો થઇ ગયો હતો. મેં ડોક્ટરને બતાવ્યું અને રીપોર્ટ્સ કરાવ્યા તો તેમાં હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી બિમારીઓની જાણ થઇ, તે સમયે જ મેં નક્કી કરી લીધું હતું કે જો આ બિમારીઓથી છૂટકારો મેળવવો હોય અને એક હેલ્થી જીવન જીવવું હોય તો તો ફિટનેસ પ્રત્યે જાગૃત થવું પડશે.

મેહુલના અત્યાર સુધીનું પર્વતારોહણ
માઉન્ટ સાતોપનાથ              7073 મીટર
માઉન્ટ ભગીરથી                  6512 મીટર
માઉન્ટ સ્ટોક કાંગરી             6153 મીટર
માઉન્ટ થેલુ                        6005 મીટર
માઉન્ટ એલ્બ્રુસ                   5642 મીટર

મેહુલે આ ઉપરાંત 2015માં Paris-Brest-Paris (PBP) ની લાંબા અંતરની સાઇક્લિંગ સ્પર્ધામાં 1200 કિલોમીટરનું સાઇક્લિંગ કરવા ઉપરાંત 100 કિલોમીટરની અલ્ટ્રામેરાથોનમાં પણ ભાગ લીધેલો છે.
CM Vijay Rupani tweeted.
Gujarat Chief Minister Vijay Rupani congratulated Mehul Joshi for his achievement. Source: Mehul Joshi
માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પહેલા એક અનોખી ટ્રેનિંગ
મેહુલ માઉન્ટ એવરેસ્ટ સર કરવાના પોતાના મિશન માટે છેલ્લા બે વર્ષથી ટ્રેનિંગ કરી રહ્યા હતા. આ ટ્રેનિંગમાં સાઉક્લિંગ, રનિંગ તથા તમામ પ્રકારની સહનશક્તિની તાલિમ, લાંબા અંતરનું રનિંગ, બે દિવસની હાઇ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ, ખભા પર ભાર મૂકીને ઉંચું ચડાણ તથા યોગા, ધ્યાન ધરવાની તાલિમ તથા માનસિક મનોબળ જેવી ટ્રેનિંગનો સમાવેશ થાય છે.

માઉન્ટ એવરેસ્ટ પર ચડાઇ કરવા કરતાં પણ તેની અગાઉની ટ્રેનિંગ ખૂબ જ મુશ્કેલ હોય છે. જો કોઇ પણ વ્યક્તિ ટ્રેનિંગ સફળતા પૂર્વક પાર પાડી લે તો તેને માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.
Mehul Joshi with the photo of his family members.
Mehul Joshi with the photo of his family members. Source: Mehul Joshi
મિત્રો - પરિવારે મેહુલને પોતાનું સપનું પૂરું કરવા મદદ કરી
માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે ઘણો ખર્ચ થાય છે. તે માટે લગભગ 4 મિલિયન ભારતીય નાણાની જરૂરિયાત રહે છે. મેહુલે જણાવ્યું હતું કે, "મને મારું સપનું પૂરું કરવામાં મારા મિત્રોએ ઘણી મદદ કરી હતી. તેમને મને લગભગ 1.5 મિલિયન રૂપિયા ભેગા કરી આપ્યા તથા મારા પિતાએ તેમની ફિક્સ ડિપોઝીટમાંથી મને 1.5 મિલિયન રૂપિયાની મદદ કરી હતી.

Share

3 min read

Published

Updated

By Vatsal Patel




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service