તૈયારીનો સમય - 10 મિનિટ
બનાવવાનો સમય - 15 મિનિટ
સર્વ - 4
સામગ્રી:
બ્રોકોલી - અંદાજે એક કપ
તેલ - 2 ટેબલ સ્પૂન
જીરું - 1/2 ટી સ્પૂન
હિંગ - 1/8 ટી સ્પૂન
લસણ - 1 ટી સ્પૂન
લીલા મરચા - સ્વાદાનુસાર
મીઠું - સ્વાદાનુસાર
ચણાનો લોટ - 1/2 કપ
હળદર - 1/4 ટી સ્પૂન
ધાણાજીરું - 1/4 ટી સ્પૂન
આમચૂર પાવડર - 1/2 ટી સ્પૂન
ગરમ મસાલા - 1/4 ટી સ્પૂન
લાલ મરચું પાવડર - 1/4 ટી સ્પૂન
લીંબુ - ઓપશનલ
પદ્ધતિ:
એક પેનમાં માધ્મ આંચ પર તેલ લઇ તેમાં જીરું - હિંગ નાખી વઘાર કરવો. ત્યારબાદ લસણ -લીલા મરચા નાખી 15 સેકન્ડ સાંતળો.

Source: Harita Mehta
તેમાં બ્રોકોલી ઉમેરો અને 2-3 મિનિટ સુધી પકાવો. ત્યારબાદ તેમાં મીઠું નાખી ફરી 2-3 મિનિટ પકાવવું .

Source: Harita Mehta
અન્ય એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં હળદર, ધાણાજીરું પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને એક ચમચી તેલ નાખો. આ મિશ્રણને હળવા હાથે મિક્સ કરવું. આ મિશ્રણને સ્ટવ પર મુકેલ બ્રોકોલી પર છાંટવું. મિક્સ કર્યા વગર તેને 5 મિનિટ પકાવવું

Source: Harita Mehta
સહેજ પાણી નાખી બોકોલી - ચણાના લોટને મિક્સ કરવું અને તેને 3 મિનિટ જેટલું પકાવવું . આમ બ્રોકોલી ચણાના લોટનું શાક તૈયાર છે, તેના પર સ્વાદાનુસાર લીંબુ નીચોવવું.
ગરમ રોટલી, દાળ ,ભાત સાથે અથવા રોટલી કે પરોઠા સાથે ગરમ સર્વ કરવું.

Source: Harita Mehta