SKIP TO MAIN CONTENT

બજેટ 2017: ભવિષ્યમાં પગાર વધવાની આશા વ્યક્ત કરતા ખજાનચી સ્કોટ મોરિસન

જો ખજાનચી સ્કોટ મોરિસનની વાત સાચી ઠરશે તો, થોડા વર્ષોમાંજ પગાર વધારાનો આનન્દ લઇ શકાશે.

A credit card is held in front an online shopping site in Melbourne, Friday, Sept. 20, 2013. (AAP Image/Julian Smith) NO ARCHIVING
A credit card is held in front an online shopping site Source: AAP

2 min read

Published

Updated

By Harita Mehta, SBS News

Source: AAP, SBS



Skip to article content

ખજાનચી સ્કોટ મોરિસનના  દ્વિતીય બજેટમાં આવનાર ત્રણ થી ચાર વર્ષ દરમિયાન પગારમાં 305 થી 3.7 ટકાની વૃદ્ધિની આશા સેવાઈ છે. કેટલાક લોકો આ વાતને વખાણી રહ્યા છે તો કેટલાક લોકો માટે આ અવિશ્વસનીય વાત છે.

આ  વૃદ્ધિ સેવા ક્ષેત્ર, નિકાસ ક્ષેત્રે અને ઘરેલુ ખપત ક્ષેત્રે આવેલ તેજીના અને વિશ્વિક સ્તરે અર્થતંત્રમાં આવેલ તેજીના  કારણે આવશે તેવી આશા છે. શ્રી મોરિસને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે,"  આજ કારણો છે જેથી પગારમાં વધારો થશે."

આ બાબત ચોક્કસ રીતે " ભવિષ્યના સારા સમય " ના મંત્ર સાથે સુસંગત બેસે છે. તેમ છતાંય આ વધારો બેરોજગારી અને ફુગાવાનાઆ બજેટમાં કરવામાં આવેલ અનુમાન વચ્ચે સંતુલન સાધવામાં ઉચ્ચ સ્તરે છે. વર્ષ 2020 -21માં બેરોજગારી દર 5.25 ટકા થવાની સંભાવના છે, જે હાલમાં 5.9 ટકા છે. જયારે ફુગાવો રિઝર્વ બેન્કના ટાર્ગેટમાં બે થી ત્રણ ટકા છે.

Treasurer Scott Morrison on welfare

[videocard video="939463747956"]

પ્રખ્યાત અર્થશાસ્ત્રી સ્ટીફન કોકોલ્સનું માનવું છે કે ખજાનચીએ કરેલ ભવિષ્યની આગાહી  સહેજ સાચી પડવી કઠિન  છે. પગાર વધારા માટે આપણી ટ્રેડ પરિસ્થિતિ સારી થઇ છે, સામે બેરોજગારી અને ફુગાવાનો દર પણ ચાર ટકાની આસપાસ રહ્યો છે.  આ બજેટની ખાદ સમજાવવામાં મદદરૂપ થાય છે કે  વર્ષ  2018/19 માં પ્રોજેક્ટેડ $21.4 બિલિયન એ વર્ષ 2019/20માં કરેલા પ્રોજેક્શનથી માત્ર અઢી બિલિયન ડોલરના અંતરે છે અને વર્ષ 2020/21માં $7.4 બિલિયન સરપ્લસનું અનુમાન છે.   જેમાં વધેલ મેડિકેર લેવી અને કરવેરામાં ગફલો કરતી બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે પણ કડક જોગવાઈઓ અને બેન્ક લેવી પણ શામેલ છે.

એમ પણ માનવામાં આવે છે કે મોરિસન વડે અપાયેલ વ્યાપાર કરમાં છૂટછાટ વિકાસને પ્રોત્સાહિતકર્તા સાબિત થશે.

 


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now