ટેક્સ, માઇગ્રેશન, સુરક્ષા-સલામતી, રીજનલ વિસ્તારોના વિકાસ માટે મહત્વના નિર્ણય લેવાઇ શકે

મે મહિનામાં યોજાનારી કેન્દ્રીય ચૂંટણી અગાઉ સરકારના અંતિમ બજેટમાં કયા મુદ્દે ફેરફાર થઇ શકે તેની પર એક નજર.

Scott Morrison plays a clarinet with students in Albury in September.

Prime Minister Scott Morrison is hoping voters will follow his tune after the budget. (AAP) Source: AP

ઓસ્ટ્રેલિયાની કેન્દ્રીય સરકાર મે મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણી અગાઉ વર્ષ 2019-20 માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે.

મંગળવારે સાંજે રજૂ થનારા બજેટમાં માળખાગત સુવિધાઓ, ટેક્સ, આરોગ્ય, સુરક્ષા - સલામતી, શિક્ષણ, માઇગ્રેશન તથા ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દા સરકાર આ વર્ષના બજેટમાં સમાવે તેવી શક્યતા છે. તો, વર્ષ 2019-20નું બજેટ ઓસ્ટ્રેલિયાના નાગરિકોને કેવી રીતે અસર કરી શકે છે તેની પર એક નજર...

બજેટની સામાન્ય માહિતી...

  • વર્ષ 2019-20ના બજેટની સામાન્ય થીમ "મજબૂત અર્થતંત્ર અને સુરક્ષિત ભવિષ્ય" છે.
  • મે મહિનામાં યોજાનારી ચૂંટણી અગાઉ સરકારનું અંતિમ બજેટ
  • વર્ષ 2019-20 માટે 3 ટકાનો વૃદ્ધિ દર (MYEFO forecast)
  • 5 ટકા જેટલો બેકારી દર વર્ષ 2019/20માં રહે તેવી શક્યતા (MYEFO forecast)
  • માઇગ્રેશનની સંખ્યા 190,000થી ઘટાડી 160,000 થશે
  • આગામી પાંચ વર્ષમાં 1.25 મિલિયન નવી નોકરીઓની જોગવાઇ

Image

ટેક્સમાં ક્યા ફેરફાર થઇ શકે

  • ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકોને ટેક્સમાં રાહત થાય તેવા નિર્ણય લેવાય તેવી શક્યતા
  • GST દ્વારા થયેલી 69 બિલિયન ડોલરની આવક રાજ્યોને વહેંચવા અંગેનો નિયમમાં ફેરફાર, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાને મહત્તમ ફાયદો
  • 10 મિલિયન ડોલરથી ઓછા વાર્ષિક ટર્નઓવર ધરાવનારા બિઝનેસને કાર - ધંધાની સાધનસામગ્રીમાંથી ટેક્સમાં રાહત મળી શકે
  • ટેક્સમાં છેતરપીંડી પર ટેક્સ ઓફિસ અને અન્ય એજન્સીઓ કડક પગલાં લઇ શકે

રેલવે- રસ્તા, વાહનવ્યવહાર

  • સરકાર આગામી 10 વર્ષમાં 75 બિલિયન ડોલરનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન અમલમાં મૂકે તેવી શક્યતા
  • માર્ગ સલામતી અંતર્ગત 2.2 બિલિયન ડોલરના સુરક્ષા પ્લાનની જોગવાઇ
  • સિડની, ન્યૂ સાઉથ વેલ્સ સેન્ટ્રલ કોસ્ટ રોડ પર ટ્રાફિક ઓછો કરવા માટે 254 મિલિયન ડોલરનો પ્લાન
  • પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના માર્ગ તથા રેલ વ્યવહાર માટે 1.6 બિલિયન ડોલરની જોગવાઇ

આરોગ્ય સુવિધા

  • લાંબા-ગાળાના નેશનલ હેલ્થ પ્લાન હેઠળ વિવિધ સ્કીમ્સ અને પોલિસીનો પ્રારંભ
  • હદય સંબંધિત બિમારીઓના રીસર્ચ માટે 220 મિલિયન ડોલરનું મેડિકલ રીસર્ચ ફ્યુચર ફંડ
  • વિક્ટોરિયન કેન્સર રીસર્ચ, સર્વિસ અને સુવિધાઓ માટે 496 મિલિયન ડોલરનું ફંડ
  • GP, ઇમરજન્સી કેર અને રીજનલ વિસ્તારોમાં વિવિધ મેડિકલ સર્વિસ માટે 62 મિલિયન ડોલરનો પ્લાન
  • બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ 32.6 મિલિયન ડોલરના પ્લાન અંતર્ગત દરેક સ્કેન બાદ 1500 ડોલર બચાવી શકશે

Image

વર્ષ 2019/20 માં સુરક્ષા - સલામતી માટેના પ્લાન

  • 294 મિલિયન ડોલરના સુરક્ષા પ્લાન હેઠળ એરપોર્ટની સુરક્ષા વધારાશે
  • ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીને ફંડ અપાશે

ક્લાઇમેટ ચેન્જ માટેના પગલા

  • ક્લાઇમેટ સોલ્યુશન ફંડ હેઠળ 2 બિલિયન ડોલરની જોગવાઇ
  • સ્નોવી હાઇડ્રો 2.0 (Snowy Hydro 2.0) હેઠળ 1.4 બિલિયન ડોલર
  • તાસ્માનિયાના બેટરી ઓફ ધ નેશન અને મેરિનસ લિંક પ્રોજેક્ટ માટે 56 મિલિયન ડોલરનું ફંડ

શિક્ષણ ક્ષેત્રને બજેટની અસર

  • જેન્સ કૂક યુનિવર્સિટીના કેઇન્સ ટ્રોપીકલ એન્ટરપ્રાઇસ સેન્ટરને 60 મિલિયન ડોલરનું ફંડ
  • મેલ્બર્નમાં ઇન્ડિજીનીયસ એજ્યુકેશન હબ માટે 60 મિલિયન ડોલર

સમાજ-કલ્યાણ માટે

  • 78 મિલિયન ડોલરના ફંડ હેઠળ પારિવારિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ અને બાળકો માટે વધુ મકાનો બનાવાશે

રીજનલ ઓસ્ટ્રેલિયાના વિકાસ માટે

  • પૂરની શક્યતા ધરાવતા રીજનલ વિસ્તારો માટે 28 મિલિયન ડોલરના પ્લાન અંતર્ગત હવામાનની દેખરેખ રાખતી અદ્યતન ટેક્નોલોજી અમલમાં મુકાશે
  • નોર્થ ક્વિન્સલેન્ડમાં જોવા મળતી યલો ક્રેઝી એન્ટ્સ (yellow crazy ants) સામે રક્ષણ મેળવવા વધુ 9 મિલિયન ડોલરનું ફંડ

Share

3 min read

Published

By SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service