કોરોનાવાઇરસના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કે સર્વિસ પ્રદાન કરતા વિવિધ ઉદ્યોગો બંધ થવાના કારણે દેશમાં 10 ટકા જેટલી બેકારી વધશે તેમ નાના ઉદ્યોગો માટે કાર્ય કરતી સંસ્થા COSBOA એ અનુમાન લગાવી રહી છે. વેપાર – ધંધાના માલિકોને છ મહિના સુધી સંઘર્ષ કરવાનો અનુરોધ પણ કર્યો છે.

બ્રિસબેનના આંતરિક વિસ્તાર નુન્ડાહમાં ઇન્ડીકા લિયાનેગ સિયાઓ જીલેટો નામનું આઇસ્ક્રીમનું કેફે ચલાવે છે. તેઓ સુપરમાર્કેટ માટે લૉ – ફેટ આઇસ્ક્રીમ “Fit-Lato” નું ઉત્પાદન કરે છે.
ચાર વર્ષના ધંધા બાદ લિયાનેગે તેમના ઉત્પાદક શ્લિક્સ ગેલાટોને હસ્તગત કરવાનું નક્કી કર્યું. તે પણ કોરોનાવાઇરસ અગાઉ જ.
તે કંપની ખરીદવામાં ઘણું મોટું જોખમ રહેલું હતું અને અમે તેને ડિસેમ્બર મહિનામાં જ ખરીદી હતી. અમે રોકાણકારનો પણ સમાવેશ કર્યો હતો. તે એક મોટો નિર્ણય હતો. ભવિષ્યમાં કોરોનાવાઇરસનું જોખમ આવશે તેની ખબર નહોતી અને અમે જોખમ લીધું.
લિયાનેગને તેમના ત્રણેય ધંધામાં થનારું સંભવિત નુકસાન સરભર કરવા માટે છ મહિના જેટલું આયોજન કરવું જરૂરી બન્યું હતું.
આઇસ્કીમની દુકાન દ્વારા થનારી આવક ફક્ત ત્રણ અઠવાડિયાની અંદર અડધાથી વધુ ઘટી ગઇ. તાજેતરમાં જ ખરીદેલી રેસ્ટોરન્ટની આવકમાં બે તૃતીયાંશ જેટલો ઘટાડો નોંધાયો.
હવે રેસ્ટોરન્ટ્સ અને કેફે ફક્ત ટેક -અવે અને ડિલીવરી સર્વિસ જ આપી શકતા હોવાથી લિયાનેગને તેમના ધંધાની પ્રણાલીમાં વારંવાર ફેરફાર કરવો પડ્યો હતો.
પીટર સ્ટ્રોંગના માનવા પ્રમાણે, નાના વેપાર – ઉદ્યોગોએ આ પરિસ્થિતીમાં ટકી રહેવા માટે તેમના સ્ટાફની છટણી કરવા સહિતના વિવિધ નિર્ણયો લેવા પડશે.
કેટલાય નાના વેપાર – ઉદ્યોગો તેમના સ્ટાફની છટણી કરવા માંગતા નથી પરંતુ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તેમણે તેમ કરવું પડશે.
ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગે જણાવ્યું હતું કે, આ “આર્થિક ફટકો” ધાર્યા કરતા પણ વધુ “ઉંડો, પહોળો અને લાંબો” રહેશે. કેન્દ્રીય સરકારે નાના વેપાર – ઉદ્યોગોને બચવવા તથા કારીગરોની છટણી ન થાય તે માટે ફંડ આપ્યું છે.
વાર્ષિક 50 મિલિયન ડોલરથી પણ ઓછું ટર્ન ઓવર ધરાવતા લગભગ 690,000 વેપારો તેમના કાર્યકરોને નોકરીમાં ચાલૂ રાખવા 20,000થી 100,000 ડોલરની ટેક્સ-ફ્રી ચૂકવણી મેળવી શકશે.
500 મિલિયન ડોલરનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપાર માટે ઇન્સન્ટ એસેટ્સ રાઇટ ઓફ (ઘસારો)ની મર્યાદા 30,000 થી વધારીને 150,000 ડોલર કરી દેવામાં આવી છે.
ચાર્ટડ એકાઉટન્ટ્સ ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડના ટેક્સ લીડર માઇકલ ક્રોકરની સલાહ પ્રમાણે, વેપાર – ઉદ્યોગોએ કેન્દ્ર, રાજ્ય અને તેમની ટેરીટરીની સરકારો દ્વારા અમલમાં મૂકવામાં આવેલી રાહત સ્કીમ્સ ધ્યાનમાં લેવી જોઇએ.
ઓસ્ટ્રેલિયાના કેટલાક અધિકારક્ષેત્રોમાં નાણાકિય મદદ પે-રોલ ટેક્સ કન્સેશન દ્વારા ઉપલબ્ધ થઇ શકે છે. ક્રોકરે પોતાના ચાર્ટડ એકાઉટન્ટ અથવા ટેક્સ એજન્ટની સલાહ લેવાનું સૂચન કર્યું છે.

સ્ટેનલી હસુ બ્રિસબેન અને સિડનીમાં myCube નામની દુકાન ચલાવતા હતા પરંતુ તેમણે નબળા પડી રહેલા અર્થતંત્રને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે દુકાન બંધ કરવી પડી હતી. તેમણે જણાવ્યું હતું કે, દુકાનના ભાડા જેવા ચોક્કસ ખર્ચા વર્તમાન સમયમાં ખૂબ જ ભારે પડે છે.
12 મહિના કે તેનાથી વધારે સમય અગાઉ ભાડા કરાર કરનારા લોકો માટે સમય મુશ્કેલ ભર્યો રહી શકે છે.
વડાપ્રધાનના મત પ્રમાણે, 100 વર્ષના ગાળામાં એક વખત નિર્માણ થતી પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છીએ. રીઝર્વ બેન્કે તેના વ્યાજના દરમાં ઐતિહાસિક 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.
આ ઉપરાંત, બેન્ક પણ નાના વેપાર – ઉદ્યોગો પરેશાની વગર ધંધો કરી શકે તે માટે તમામ પ્રકારની લોન પર છ મહિનાની મુદત આપી રહી છે.
પીટર સ્ટ્રોંગના જણાવ્યા પ્રમાણે, જે વેપારના માલિકો તેમનું ભાડું ચૂકવવામાં સંઘર્ષ કરી રહ્યા હોય તેમણે પોતાના માલિકનો તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંપર્ક કરવો જોઇએ.
તેઓ ઉમેરે છે કે જો તમે મોટી મિલકતના માલિક સાથે વ્યવહાર કરી રહ્યા હોય અને તેમાં તમને કોઇ મુશ્કેલી જણાતી હોય તો તમે વિક્ટોરિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના સ્મોલ બિઝનેસ કમિશ્નર સાથે વાત કરી શકો છો.
તમે ક્વિન્સલેન્ડમાં સ્મોલ બિઝનેસ ચેમ્પિયન અને સ્મોલ બિઝનેસ એન્ડ ફેમિલી એન્ટરપ્રાઇઝ ઓમ્બુડ્સમેનની ઓફિસનો સંપર્ક પણ કરી શકો છો.
માઇકલ ક્રોકરના જણાવ્યા પ્રમાણે, અત્યારના અનિશ્ચિતતાના સમયમાં વેપારના માલિકો અને તેમના કારીગરો માટે સંવાદ થવો ખૂબ જ જરૂરી છે.
નાના વેપાર – ઉદ્યોગોને યોગ્ય કારીગરો મળવા મુશ્કેલ છે. તેથી જ કોરોનાવાઇરસના સમયમાં તેમના વ્યવસાયિક સંબંધો વણસે નહીં તે માટે માલિકોએ તેમની સંભાળ રાખી યોગ્ય વળતર આપવું જોઇએ.
જો તમે તણાવ અનુભવી રહ્યા હોય અને તમારી સુખાકારી અંગે કોઇની સાથે વાત કરવી હોય તો Lifeline નો 131114 અથવા Beyond Blue નો 1300 22 4646 પર 24 કલાક સંપર્ક કરી શકાય છે.
તમે ઓસ્ટ્રેલિયન ટેક્સ ઓફિસની Emergency Support Infoline નો 1800806218 પર અઠવાડિયા દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી (Australian Eastern Daylight Time) અને વીકેન્ડ દરમિયાન સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી સંપર્ક કરી શકાય છે.
ધ ઓસ્ટ્રેલિયન સ્મોલ બિઝનેસ એન્ડ ફેમિલી એન્ટરપ્રાઇઝ ઓમ્બુડ્સમેનની માહિતી માટેની ફોનલાઇન સોમવારથી શુક્રવાર સવારે 8થી રાત્રીના 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેનો 1300650460 પર સંપર્ક કરી શકાય છે.
ભાષાની માહિતી માટે, ટ્રાન્સલેટીંગ એન્ડ ઇન્ટરપ્રીટીંગ સર્વિસનો 13450 પર સંપર્ક કરી શકાય છે.

