FECCAના જણાવ્યા મુજબ કેન્દ્રીય બહુસંસ્કુતિકતા એક્ટ ના ગઠન ની જરૂરત સૌથી ઉચ્ચ પ્રાથમિકતા જણાઈ છે જેથી દેશ ની બહુસાંસ્કૃતિક સંસ્કૃતિ ને ઉજાગર કરી શકાય .
આવો કાયદો ઘડવાથી બિનઅંગ્રેજી ભાષી સમુદાય (NESB) ને અસર કરતા પ્રશ્નો અંગે સરકાર ખાસ અભિગમ દાખવશે.
સંસ્થા ના પ્રમુખ જો કપૂટો ના કહેવા પ્રમાણે સંસ્થા વડે ગઠબંધન , લેબર અને ગ્રીન્સ આમ તમામ મોટા રાજકીય પક્ષો ને આ સંબંધ માં લેખિત જણાવાયું છે , જોવાનું એ છે કે તેઓ આ મુદ્દે કેવો પ્રતિસાદ આપે છે.
ગઠબંધન સરકારે FECCA ને જણાવ્યું છે કે વર્તમાન કાયદાઓ અને નીતિઓ યોગ્ય અને પૂરતા છે.
લેબર પક્ષ વડે બહુસાંસ્કૃતિક બાબતો ની કચેરી ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ હેઠળ ફરી શરૂ કરવા માં આવશે અને પુખ્ત વય ના સ્થાનાંતરિતો માટે ના અંગ્રેજી ભાષા માટેના કાર્યક્રમ માટે $24 મિલિયન નું રોકાણ કરશે, આ ઉપરાંત જાતિવાદ વિરોધી નીતિ અને રોજગાર માં ભાગીદારી માટે પણ ખાસ મદદ અપાશે તેવું વચન આપ્યું છે.
ગ્રીન્સ એકમાત્ર પક્ષ છે જેણે FECCA ના ભાષા આધારિત રાષ્ટ્રીય નીતિ ઘડવાના પ્રસ્તાવ ને સમર્થન આપવા ની તૈયારી બતાવી છે.
FECCA એવી નીતિ ઈચ્છે છે કે જેમાં ઓસ્ટ્રેલિયાની આર્થિક અનિવાર્યતાઓ, તેમજ સાંસ્કૃતિક વિકાસ અને ભાષા ને શીખવાના સ્થળો માટે ની જોગવાઈ નો સમન્વય હોય . આ સાથે લુપ્ત થતી ભાષાઓ ને મદદ મળે અને બીજી ભાષા નું શિક્ષણ ફરજીયાત બનાવવામાં આવે.
જો કપૂટો નું કહેવું છે કે સ્થાનાંતરિત અને શરણાર્થી સમુદાય ના પ્રશ્નો ને લઈ ને લેબર અને ગઠબંધન માં એક ખચકાટ છે.
FECCA વડે વિવિધ ક્ષેત્ર ની 10 નીતિઓ પર પ્રતિભાવ માંગવામાં આવ્યો છે જેમાં વૃદ્ધ અને ડિસેબિલિટી સેવાઓ, પારિવારિક હિંસા અને SBS તથા અન્ય સામુદાયિક પ્રસારણકર્તા ના ભાવિ નો સમાવેશ થાય છે આ સાથે જીવનસાથી ના વિસા કેટલા મજુર કરવા એ અંગે નો કોટ નક્કી કરવાની પણ અરજ કરવા માં આવી છે.
અન્ય મહત્વ નો મુદ્દો છે ઉચ્ચ હોદ્દાઓ - બોર્ડ માં બિનઅંગ્રેજી સમુદાય ની મહિલાઓ ની હાજરી અંગે .
લેબર અને ગઠબંધન બન્ને પક્ષો સરકારી બોર્ડ સભ્ય તરીકે મહિલાઓ માટે ની બેઠક માં 50 % નો વધારો કરવાની ખાતરી આપી ચુક્યા છે. વિરોધપક્ષ વડે આ ધ્યેય તેમના સત્તા માં આવ્યા ના પ્રથમ સત્ર માંજ પાર પડશે એમ કહેવાયું છે.
પણ FECCA નું કહેવું છે કે જાતીય સમાનતા ની નીતિઓ માં સ્થાનાંતરિત અને શરણાર્થી સમુદાય ની મુશ્કેલીઓ ની અવગણના કરાઈ છે.
આવો જ મત મેલબોર્ન સ્થિત ઓસ્ટ્રેલિયન ગ્રીક વેલ્ફેર સોસાયટી ના વોઉલા મેસિમેરી એ વ્યક્ત કર્યો છે. તેઓ વર્ષ 2013 માં FECCA વડે કરવા માં આવેલ બિનઅંગ્રેજી સમુદાય ની મહિલાઓ નું નિર્ણયાત્મક ભૂમિકા માં સ્થાન વિષય પર કરવામાં આવેલ અભ્યાસ માં ભાગ લઈ ચુક્યા છે.
તેઓ નું કહેવું છે કે આ ક્ષેત્રે ખૂબ ઓછી માહિતી ઉપલબ્ધ છે અને ઘણી માહિતી હાસ્યાસ્પદ છે. તેઓ ઉમેરે છે કે કરવા માં આવેલ અભ્યાસ માં તેઓએ ખાસ અવરોધો ને જાણ્યા છે જેમાં પારિવારિક જવાબદારીઓ ને મહિલાઓ વડે આપવામાં આવતી પ્રાથમિકતા અને લાયકાત હોવા છતાંય સીમિત તક હોવાનો અનુભવ જેવી બાબતો નો સમાવેશ થાય છે. ઘણા કિસ્સાઓ માં તો અનુભવ અને લાયકાત હોવા છતાંય CALD સમુદાય ની મહિલાઓ માટે કારકિર્દી નો માર્ગ અઘરો બને છે.
Share

