Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

શું ઉંમર વધવાની પ્રક્રિયાને ઉલટાવી શકાય?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેઓ ઉંમર વધવાની પ્રક્રિયાને રિવર્સ કરવાની પ્રક્રિયાને જાણવાની ખુબ જ નજીકમાં છે. તેઓની આ શોધના કારણે એન્ટી એજિંગ ક્ષેત્રે ક્રાંતિ આવશે, સાથે આ શોધ બાળપણમાં કેન્સરના સર્વાઇવરને અને મંગળ ગ્રહ ખાતે જતા અંતરિક્ષ યાત્રીઓને મદદ કરશે.

An elderly woman's hands, in Poole, Dorset. PRESS ASSOCIATION Photo. Picture date: Thursday December 22, 2016. Photo credit should read: Yui Mok/PA Wire.
Source: Press Association

અત્યાર સુધી ફિલ્મોમાંજ જોતા હતા કે ઉંમર વધવાની પ્રક્રિયાને ઉલટાવીને વ્યક્તિને ફરી યુવાન બનાવી શકાય, પણ ટૂંક સમયમાંજ વૈજ્ઞાનિકો આ કલ્પનાને વાસ્તવિકતામાં લાવવા જઈ રહ્યા છે.

યુનિવર્સીટી ઓફ ન્યુ સાઉથ વેલ્સના સંશોધકોનું કહેવું છે કે મોલેક્યુલર લેવલ પર એક જટિલ પ્રક્રિયા કરી ક્ષતિગ્રસ્ત DNAને ફરી ઠીક કરી શકાય છે. આ અંગે જણાવતા ડો. લિન્ડસે વુ જણાવે છે કે

"જયારે આપણે નાનપણમાં બહાર જઈએ છીએ અને આપણા DNAને નુકસાન થાય છે. આવું જ્યારેપણ  આપણે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવીએ ત્યારે થાય છે. અને સામાન્ય રીતે આપણા કોષો આ નુકસાનને સતત ઠીક કરતા હોય છે. પણ  ઉંમર વધતા આ ક્ષમતા ઓછી થાય છે. આ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી." 

ક્ષતિગ્રસ્ત DNA.ને ઠીક કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા N-A-D નામક મોલેક્યુલ અંગે જાણવા મળ્યું છે.

"આના ઘણા ફાયદા છે જેમકે મેટાબોલિઝ્મમાં સુધારો થાય છે, લોહીનો પ્રવાહ નિયમિત થાય છે, તેનાથી દ્રષ્ટિ ફરીથી આવી શકે છે અને યાદશક્તિમાં પણ વૃદ્ધિ થાય છે."

આ દવાએ અવકાશમાં શોધની પરેશાનીઓને સાધતી નવી ટેક્નોલોજી માટે અમેરિકી અવકાશ સંસ્થા NASA,નું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે.

યુનિવર્સીટી ઓફ ન્યુ સાઉથ વેલ્સના સંશોધકોએ ગતવર્ષે NASA's iTech સ્પર્ધામાંમાં ભાગ લીધો હતો અને જીત હાંસલ કરી હતી.

તેઓનું સંશોધન 'Science' નામક જર્નલમાં પ્રકાશિત થયું હતું. ડો લિન્ડસે વુનું કહેવું છે કે આ દવાથી કેન્સર દર્દીઓને મદદ મળશે તેવી સંભાવના છે ખાસ કરીને કેન્સરથી પીડિત બાળકોને.

" તેઓ ખાસ કરીને બાહરી દુનિયાના વિચારોને આવકારતા હોય છે, ખાસ કરીને લોકોને મંગળ ગ્રહ પર મોકલવા અને પરત લાવવા , આ સ્પર્ધામાં ભાગ લેનાર મોટાભાગના લોકો અવકાશયાન બનાવનાર હતા. અને અમે કેટલાક જૈવવિજ્ઞાનના વૈજ્ઞાનિકો. જયારે આપણે પૃથ્વીના વાતાવરણથી દૂર જઈએ છીએ ત્યારે ત્યાં રેડિયેશનથી રક્ષણ આપતી એક લેયર નથી હોતી અને જે અવકાશયાત્રીઓ આવતા - જતા બે વર્ષ માટે આ કોસ્મિક રેડિયેશનથી અસરગ્રસ્ત થશે, જે તેમના શરીર ને ખુબ નુકસાન પહોંચાડી શકે છે. જો આ દવા તેઓ સાથે લઇ જાય તો સંભવિત જોખમ ટાળી શકાય છે."

આ દવાનું હજુ માનવ પરીક્ષણ થયું નથી, આ અંગેની ક્લિનિકલ ટ્રાયલ આ વર્ષના અંત ભાગમાં અમેરિકાના બોસ્ટન શહેર ખાતે કરાશે.


2 min read

Published

Updated

By Harita Mehta, Lydia Feng, Maya Jamieson



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now