પાકિસ્તાને ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને શુક્રવારે સાંજે ભારતને સુપરત કર્યા હતા.
અગાઉ ગુરુવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સંસદમાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન શાંતિના પ્રતિક તરીકે ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનને છોડશે.

Indians shout slogans carrying a huge garland as they wait to welcome Indian pilot at India Pakistan border at Wagah, near Amritsar, India, March 1, 2019. Source: AP
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું કે તેમણે સમગ્ર દેશને ગર્વ અપાવ્યો છે.
અગાઉ બુધવારે ભારત તથા પાકિસ્તાનના ફાઇટર જેટ્સ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને પકડ્યાં હતા.
પાકિસ્તાન આર્મ ફોર્સના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે જણાવ્યું હતું કે, વિંગ કમાન્ડર અભિનંદન સાથે સૈન્ય - નિતી અનુસાર વર્તન કરાઇ રહ્યું છે.
જોકે, પાકિસ્તાનના કાર્યકારી હાઇ કમિશ્નર સાથેની પોતાની મિટીંગમાં વિદેશ મંત્રાલયે વિંગ કમાન્ડર અભિનંદનને તાત્કાલિક અને સુરક્ષિત રીતે ભારતને સુપરત કરવાની માંગ કર્યા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને શાંતિના પ્રતિક તરીકે અભિનંદનને ભારત પરત મોકલવાની જાહેરાત કરી હતી.

Pakistani PM Imran Khan (l) screenshot of captured India Air Force pilot Abhinandan Varthaman (r) Source: AAP

Indian air force Wing Cdr Abhinandan Varthaman drives out from the Integrated Check Post on the Indian side of the border in Attari, Friday, March 1, 2019. Source: AAP
Share

