આજે બહાર પડેલ વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં બોલાતી ટોપ ટેન ભાષાઓમાં હિન્દી અને પંજાબીનો સમાવેશ છે.
ભારતમાં જન્મેલા લોકોની સંખ્યા જોઈએ તો .....
- VIC માં 169,802
- NSW માં 143,459
- WA માં 49,385
- QLD માં 49,145
- SA માં 27,594
- ACT માં 10,414
- NT માં 3,598
વસ્તી:
ઓસ્ટ્રેલિયાની વસ્તી છે 24.4 મિલિયન.
વસ્તીની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા વિશ્વમાં ટોચના 50 દેશોમાં નથી આવતો પરંતુ જમીન ક્ષેત્રે છઠ્ઠો ક્રમ ધરાવે છે એટલે વ્યક્તિદીઠ મોકળાશ ઘણી છે. દરેકને અહીં 3 કિમી² જેટલો વિસ્તાર ફાળવી શકાય તેમ છે.
હજુ પણ 4.8 મિલિયન સાથે હાર્બર સિટી સિડની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, પરંતુ 4.4 મિલિયન પર, મેલબર્ન ઝડપ થીઆગળ વધી રહ્યું છે.છેલ્લા પાંચ વર્ષ માં , દર અઠવાડિયે મેલબર્નમાં 1859 નવા લોકો ઉમેરાયા છે જયારે સિડની માં 1656 નવા લોકો આવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાની વસ્તી હવે યુરોપિયન કરતાં એશિયન વધુ છે - પ્રથમ વખત, ઓસ્ટ્રેલિયામાં વસતા પણ વિદેશમાં જન્મેલા મોટા ભાગના લોકો યુરોપીય દેશના નહિ પરંતુ એશિયાના દેશના છે.
ઉંમર:
ઓસ્ટ્રેલિયાની વસ્તીની સરેરાશ ઉંમર પણ વધી છે , બાળકો, કિશોરો અને યુવાનોની સંખ્યા ઘટી છે જયારે પંચ્યાશી વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા પાંચ લાખ પહોંચી છે.
આવક:
ઑસ્ટ્રેલિયાની સરેરાશ વ્યક્તિગત આવક વધીને અઠવાડિયે $ 662 થઈ છે,
NSW માં અઠવાડિયે $ 664 ની સરેરાશ વ્યક્તિગત આવક નોંધાઈ છે જયારે VICમાં $644.
દર અઠવાડિયે $ 998 ડોલરની સરેરાશ આવક સાથે ACT સૌથી આગળ છે.