ફેમિલી વિસાની અરજી દાખલ કરવાની પ્રક્રિયામાં બદલાવ

1 જુલાઈ 2018થી અમુક પરિવાર વિસા શ્રેણીની અરજી દાખલ કરવાની પ્રક્રિયા (મેથડ) માં બદલાવ આવ્યો છે

Application

Source: Getty Image/ c-George

ઓસ્ટ્રેલિયાના ગૃહ વિભાગની વેબસાઈટ ( website )પ્રમાણે 1 જુલાઈ 2018થી પારિવારિક વિસા શ્રેણીના અમુક વિસા માટેની અરજી વ્યક્તિગત રીતે કે પેપર અરજીપત્રક દ્વારા સ્વીકારવામાં  નહિ આવે.  જે શ્રેણીને  આ ફેરફાર લાગુ  પડશે તે નીચે મુજબ છે: 

  • Partner and Prospective Marriage (subclass 820, 801, 309, 100 & 300)
  • Parent visa applicants (subclasses 103, 804, 173, 143, 884 and 864)
  • Carer (subclass 116 and 836) visas,
  • Remaining Relative (subclass 115 and 835) visas, and
  • Aged Dependent Relative (subclass 114 and 838) visas

પાર્ટનર અને પ્રોસ્પેકટીવ મેરેજ:

પાર્ટનર અને પ્રોસ્પેકટીવ મેરેજ  માટેની અરજી હવેથી ઓનલાઇન કરવી ફરજીયાત છે.  આ શ્રેણીની પેટા શ્રેણી 820,801, 309, 100 & 300 માટેની અરજીઓ હવે કાગળના અરજીપત્રક કે વ્યક્તિગત ધોરણે સબમિટ નહિ કરાય. વ્યક્તિએ  ImmiAccount ના મારફત આ અરજી કરવાની રહેશે. આ અરજી માટેની ફીની ચુકવણી પણ ઓનલાઇન કરવાની રહેશે. 

immi Acount

વાલીઓ:

ઓસ્ટ્રેલિયા આવવા ઇચ્છતા વાલીઓના  વિસા માટેની  પેટાશ્રેણી 103, 804, 173, 143, 884 અને 864 હેઠળની તમામ અરજીઓ  પોસ્ટ કે કુરિયર મારફતે પર્થની   વિસા અને નાગરિકતા ઓફિસમાં   પહોંચાડવાની રહેશે. અત્યારસુધી વ્યક્તિગત રીતે સ્વીકારવામાં આવતી  અરજીઓ હવે સ્વીકારવામાં નહિ આવે.

અન્ય પરિવારના સભ્યો માટે:

જો પરિવારના અન્ય કોઈ સભ્યને ઓસ્ટ્રેલિયા  બોલાવવા ઇચ્છતા હોવ તો, આ માટેની  અરજીઓ  વિદેશ સ્થિત  ગૃહ વિભાગની ઓફિસ કે ગૃહ વિભાગ દ્વારા કરારબદ્ધ સંસ્થા પાસે સ્વીકારવામાં નહિ આવે.  આ માટેની અરજીઓ હવેથી પોસ્ટ કે કુરિયર દ્વારા પર્થની   વિસા અને નાગરિકતા ઓફિસમાં   પહોંચાડવાની રહેશે. જે શ્રેણી - પેટા શ્રેણીને આ બદલાવ લાગુ પડે છે તેમાં -  સંભાળ રાખનાર એટલેકે કેરર માટેની 116 અને 836, અન્ય સંબંધીઓ માટેની 115 અને 835, તથા વૃદ્ધ આશ્રિત  સંબંધી માટેની 114 અને 838 નો  સમાવેશ થાય છે.
immi Acount
Source: screen
આ માટેના અરજીપત્રકો  અને સ્પોન્સર ફોર્મ ગૃહ વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

Share

Published

Updated

By Harita Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
ફેમિલી વિસાની અરજી દાખલ કરવાની પ્રક્રિયામાં બદલાવ | SBS Gujarati