1 જુલાઈથી શરૂથતાં નવા નાણાકીય વર્ષમાં વિવિધ ક્ષેત્રે નવા બદલાવ આવે છે - આવર્ષે પણ વિવિધ ક્ષેત્રમાં ફી, નિયમો , કાયદાઓમાં બદલાવ આવી રહ્યા છે. આ બદલાવ જાહેર થઇ ગયા છે પણ તેનું અમલીકરણ હવે થશે.
પોઇન્ટ સિસ્ટમમાં બદલાવ :
સામાન્ય સ્કિલ્સ માઈગ્રેશન વિસા માટેની પોઇન્ટ સિસ્ટમમાં બદલાવ જાહેર કરવામાં આવ્યો છે. આ બદલાવ 1 જુલાઈથી અમલમાં આવશે.
જાહેર થયેલ બદલાવ પ્રમાણે નવી કટ ઓફ લિમિટ 65 પોઇન્ટ હશે. 30 જૂન 2018 સુધી અરજીકર્તા ન્યુનત્તમ 60 પોઇન્ટ થી અરજી કરી શકશે

Source: screen
ન્યુનતમ વેતનદરમાં વધારો:
જુલાઈ 1 થી ન્યુનતમ વેતનદરમાં વધારો અમલમાં આવશે. આ બદલાવ લાગુ થયા બાદ પ્રતિ સપ્તાહ પગાર $719.20 અથવા પ્રતિ કલાક $18.93 થશે. બેઝ રેટમાં પણ વધારો થશે. આ બદલાવનો લાભ ઓસ્ટ્રેલિયાના 2.3 મિલિયન ઓસ્ટ્રેલિયન કર્મચારીઓને મળશે.
ફેરવર્ક લોકપાલ નટાલીયા જેમ્સે કહ્યું કે નોકરીદાતાએ નવા વેતનદર પ્રમાણે પોતાના કર્મચારીઓને ચુકવણી કરે. "નોકરીદાતાએ પોતાના કર્મચારીઓને નવા વેતનદરનો લાભ મળે તે માટે જરૂરી પગલાં લેવા જોઈએ, અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ કર્મચારીઓને કાનૂની પ્રાવધાન પ્રમાણે ચુકવણી કરે. "- ફેરવર્કલોકપાલ નટાલીયા જેમ્સ
સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ
કવીન્સલેન્ડ અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ અમલમાં આવશે.
અત્યારે સાઉથ ઓસ્ટ્રેલિયા, the ACT, નોર્ધન ટેરીટરી અને ટાસ્માનિયા ખાતે આવી પલાસ્ટીકની થેલીઓના વપરાશ પર બંધ છે.
વિક્ટોરિયા ટૂંક સમયમાંજ સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ લાવશે. ન્યુ સાઉથ વેલ્સ રાજ્ય આ મુદ્દે જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે. અહીં રાષ્ટ્રીય વિક્રેતાઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ લગાડી દીધો છે.

Source: AAP / Joel Carrett
ઓનલાઇન શોપિંગ ટેક્ષ
ટર્નબુલ સરકાર દ્વારા ઓસ્ટ્રેલિયન વ્યવસાયો અને ઓનલાઇન રિટેઇલ ઉદ્યોગ બંનેને એક સરખી તક મળે તેવા ઉદેશથી ઓનલાઇન શોપિંગ ટેક્ષમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે.
નવા કાયદા મુજબ, ઓનલાઇન રિટેઇલરે વિદેશી સાઈટો પરથી ઓસ્ટ્રેલિયનોએ ખરીદેલ વસ્તુઓ પર 10 ટકા લેવી લગાડવાની રહેશે.
વર્તમાન નિયમો મુજબ, આ લેવી $1000 કે તેથી વધુ ની ખરીદી પર છે.
આ બદલાવ સ્થાનિક રિટેઇલરો દ્વારા કરવામાં આવેલ લોબિંગ બાદ કરવામાં આવ્યો છે. એમેઝોન વડે તો જાહેર થઇ જ ચૂક્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયન ગ્રાહકોને તેમની વિદેશી સાઈટો પર જતા બ્લોક કરશે.

Source: AP
નવી ચાઈલ્ડ કેર વ્યવસ્થા
જુલાઈ મહિનાથી અમલમાં આવનાર નવી ચાઈલ્ડ કેર વ્યવસ્થા હેઠળ, પ્રતિ સપ્તાહ સરેરાશ 28.5 કલાક ચાઈલ્ડ કેર સેવાઓનો ઉપયોગ કરનાર પરિવારને અંદાજે $1300 ની બચત થશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી સિમોન બ્રીમિંગહામે જણાવ્યું કે, " જયારે કેટલાય પરિવારો હજારો ડોલરની નથી તો સેંકડો ડોલરની બચત પ્રતિવર્ષ કરી શકે માટે નવી વ્યવસ્થામાં જોડાઈ રહ્યા છે, નવી વ્યવસ્થા ઓટોમેટિક નથી - myGovના માધ્યમથી તેઓએ નવી વ્યવસ્થા સાથે જોડાવવું જરૂરી છે. "
પાસપોર્ટ ફોટામાં ચશ્મા પર નિષેધ
ઓસ્ટ્રેલિયામાં પાસપોર્ટ માટેના નવા નિયમ મુજબ ચશ્મા પહેરનાર વ્યક્તિએ ચશ્મા વગરનો ફોટો પાસપોર્ટ માટે આપવાનો રહેશે. વિદેશ બાબતોના અને વ્યાપાર વિભાગના જણાવ્યા અનુસાર, " 1 જુલાઈ 2018 થી પાસપોર્ટ ફોટામાં ચશ્મા વાળો ફોટો નહિ ચલાવાય."
આ માટે અપવાદમાં તબીબી કારણોસર ચશ્મા ન ઉતારવાની સલાહ હોય તેવા લોકોને છૂટ આપવામાં આવી છે.