ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન અને બોર્ડર સિક્યોરિટી વડે અમલમાં મુકવામાં આવેલ બદલાવ બાદ. જીવનસાથી અને સંભવિત લગ્ન માટેના વિસા સ્પોન્સર કરનારે:
- ઓસ્ટ્રેલિયન અને / અથવા વિદેશી પોલીસ ચેક કરાવવું
- સ્પોન્સર કરનારના કોઈપણ પ્રકારના ગુનાને જાહેર કરવાની સંમતિ આપવી
જો વિસા સ્પોન્સર કરનાર વડે જો સંમતિ આપવામાં અહીં આવે તો વિસા અરજી નકારાઈ શકે છે. જો સ્પોન્સર નિયત સમયમાં પોલીસ ચેક દાખલ નહિ કરે તો પણ વિસા અરજી નકારાઈ શકે છે. સ્પોન્સર પોલીસ ચેકની અરજી કરવા ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય પોલીસનું અરજી ફોર્મ ઉપલબ્ધ છે.
ઓસ્ટ્રેલિયામાં કે વિદેશમાં આ અરજીને લગતા ગુનામાં સામેલ છે :
- હિંસા જેમાં હત્યા કરવી , હુમલો કરવો , જાતીય ઇજા કે ધમકી આપવી
- કનડગત, છેડતી, ધાકધમકી આપવી
- (ઘરેલુ ) હિંસા વિરુદ્ધના આદેશ કે અન્ય સમાન આદેશનો ભાગ કરવો
- હથિયારો કે શાસ્ત્રો રાખવા
- જોખમી શસ્ત્રો રાખવા
- માનવ તસ્કરી કરવી
- માનવ તસ્કરી, બળજબરી થી લગ્ન કરવા, નોકરશાહી , ગેરકાનૂની રીતે અટકાવી રાખવું કે અપહરણ કરવું
- ઉપર્યુક્ત કોઈપણ પ્રકારના ગુણ આચરવાનો પ્રયત્ન કરવો
આ ગુનામાં જે ગુના હેઠળ સજા થઇ ચુકી છે કે સજા માફી મળી છે કે ગુનો બરતરફ કરવામાં આવ્યો હોય તો તેનો સમાવેશ કરવામાં નથી આવતો.
જો વિસા સ્પોન્સર કરનારને કોઈ ગુના હેઠળ સજા થઇ હોય પણ તેનો ગુનાહિત રેકોર્ડ ના હોય તો વિસા માટેની તેમની અરજી સ્વીકારશે.પણ વિસાના અરજદાર સમક્ષ આ સજા અંગે જાહેરાત કરશે જેથી તેઓને સ્પોન્સર કરનાર અંગે જરૂરી માહિતી હોય અને તેઓ યોગ્ય નિર્ણય લઇ શકે.
જો નીચે પ્રમાણેના ગુના હેઠળ સ્પોન્સર કરનારને સજા થઇ હોય તો તે ગંભીર ગુનાહિત રેકોર્ડ ગણાશે :
- મૃત્યુ
- જન્મટીપ
- 12 મહિના કે તેથી વધુ જેલવાસ
- બે કે વધુ વખત જેલવાસ જેમાં સજાની અવધિ 12 મહિના જેટલી કે વધુ હોય
અરજી અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા ડિપાર્ટમેન્ટ વડે નીચેની પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લેવાશે :
- સ્પોન્સર કરનારે જે - તે ગુનાની કાપેલી સજાનો સમય
- વિસા અરજદાર અને તેના બાળક પર થનાર અસર
- સ્પોન્સર અને પ્રાથમિક અરજદારના સંબંધો
જો વિસાની અરજી નકારાશે તો વિસા ફી પરત કરવામાં નહિ આવે.
સ્પોન્સર અને અરજદારને અરજી કરતા પહેલા તમામ પાસાને ધ્યાનમાં રાખી યોગ્ય હકીકતો સાથે અરજી કરવી જરૂરી છે.
18 નવેમ્બર 2016 ના કે તે અગાઉ દાખલ કરેલ અરજીઓ પર કોઈ અસર થશે નહિ.
જો આપની પાસે પ્રોવિઝનલ પાર્ટનર વિસા સબક્લાસ 309 કે 820 હેઠળ હોય અને આપ કાયમી નિવાસી વિસાની રાહ જોતા હશો તો પણ આ બદલાવ આપણે અસર નહિ કરે.