ક્રિસ્ટ્મસ (નાતાલ)ને ઘણા લોકો Xmas તરીકે સંબોધે છે - લખે છે. આ અંગે હંમેશા એક મૂંઝવણ રહે છે કે સાચું શું છે. ઘણા લોકોનું માનવું છે કે ક્રિસ્ટ્મસને ક્રિસ્ટ્મસ તરીકે જ લખવું કે જાણવું જોઈએ કેમકે તેના શરૂઆતના બે અક્ષરો "ક્રિસ્ટ" એ ભગવાન ઈસુના નામના બે અક્ષરો છે. વળી, ક્રિસ્ટમસનો મૂળ અર્થ ભગવાન ક્રાઈસ્ટ (ઈસુ)ના જન્મને વધાવતી - ઉજવતી પ્રાર્થનાસભા છે.
પણ આ વાત સંપૂર્ણરીતે સાચી નથી. ગ્રીક ભાષા અને અક્ષરમાં 'Χ' નો ઉચ્ચાર 'ક્રાઈ' થાય છે. જે ભગવાન ઈસુના નામના પહેલા બે અક્ષર પણ છે.
શરૂઆતના સમયમાં ચર્ચમાં ઈસુનું નામ લખવા 'X ' અને તેનાપર નાનો 'p' વડે શબ્દ બનાવી લખતું:

Source: Public Domain
ઘણીવાર ખ્રિસ્તીઓ માછલીનું ચિહન પણ વાપરે છે. આ પાછળની કથની એમ છે કે રોમન રાજા ખ્રિસ્તીઓને મારી નાખવા ઇચ્છતા હતા આથી ઈસુ તેમને ખાનગીમાં મળવા આવેલા અને તેમણે તેમના અનુયાયીઓને 'Fishers of Men' બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ માછલી જેવું ચિહન ખ્રિસ્તીઓ વડે વાપરવામાં આવે છે.
આ ચિન્હ બનાવવા જયારે બે ખ્રિસ્તીઓ મળે ત્યારે રેતીમાં એક વ્યક્તિ અડધી માછલી અને અન્ય વ્યક્તિ બાકીની અડધી માછલીનો આકાર બનાવે છે. માછલી માટે ગ્રીક ભાષાનો શબ્દ છે 'Ikthus'(ઇક્તહુસ). આ પાંચ અક્ષરના શબ્દ પરથી ખ્રિસ્તીઓની માન્યતા વર્ણવતું વાક્ય બને છે - " જીસસ ક્રાઈસ્ટ, ભગવાનના પુત્ર , મુક્તિદાતા " અહીં પણ અક્ષર ' X' મહત્વનો છે.

Source: Public Domain
આથી જ ક્રિસ્ટ્મસને Xmas લખી શકાય પણ બોલી ન શકાય !
Share

