દર વર્ષે 1લી ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય કોફી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી પાછળનો ઉદ્દેશ કોફીની સાથે જોડાયેલ કામદારો, અર્થતંત્ર અને જીવનશૈલીની વાતો વિષે લોકોને માહિતગાર કરવા. આ વર્ષે ઉજવણીની થીમ છે - “Women in Coffee”.
આંતરરાષ્ટ્રીય કોફી દિવસ જયારે 1લી ઓક્ટોબરના રોજ ઉજવાય છે, જયારે વિશ્વના અલગ અલગ દેશોમાં રાષ્ટ્રીય સ્તરે થતી ઉજવણીની તારીખો અલગ અલગ છે. દાખલ તરીકે, બ્રાઝીલ- જે વિશ્વનો સુધી મોટો કોફી ઉત્પાદક દેશ છે, અહીં રાષ્ટ્રીય કોફી દિવસ 24 મે ના રોજ ઉજવાય છે, અને અમેરિકા જે વિશ્વની સૌથી વધુ માત્રામાં કોફીનો ઉપયોગ કરે છે અહીં 29 સપ્ટેમ્બર રાષ્ટ્રીય કોફી દિવસ તરીકે ઉજવાય છે.
શું આપ કોફીના ચાહક છો?
કોફીમાં કેટલાક બાયોએક્ટીવ ઇન્ગ્રેડિયન્ટ્સ રહેલા છે, આથી કોફીના હેલ્થ બેનિફિટ ખુબ છે. આ વર્ષની શરૂઆતમાં હાવર્ડ સ્કૂલ દ્વારા 520000થી વધુ લોકો સાથે કરવામાં આવેલ સર્વેક્ષણમાં અને અન્ય ઘણા વૈજ્ઞાનિક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે જો વ્યક્તિ દિવસની 3 થી 4 કપ કોફી પીવે તો વિવિધ તકલીફો ઓછી થાય થાય છે અથવા તેને રોકી શકાય છે.
આયુર્વેદાચાર્ય ડો. આલાપ અંતાણી જણાવે છે કે, આયુર્વેદની દ્રષ્ટિ થી કોફીના સેવન અંગે જાણીએ તો આયુર્વેદ મૂળ ત્રણ દોષ પર આધારિત છે. કોઈપણ વ્યક્તિએ તંદુરસ્ત રહેવા આ દોષો વચ્ચે સંતુલન સાધવું જરૂરી છે. સંતુલિત આહાર દ્વારા આ શક્ય છે. તેઓ ઉમેરે છે કે, "કોફી એ પિત્ત દોષનું પીણું છે- એનો અર્થ એમ થયો કે કોફીના સેવનથી ગરમાવો આવે છે, એસીડીટી થાય છે. જો કોફીને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો જ તેના લાભ છે અન્યથા તે વ્યક્તિમાં ગુસ્સો, એગ્રેશન જેવા ગુણો જન્માવી શકે છે. "
ડાયટિશિયન અને પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ રૈના શુકલા જણાવે છે કે, "કોફીના તંદુરસ્તી માટેના લાભ ખુબ છે, કેમકે કોફીમાં ખુબ એન્ટી ઓક્સિડન્ટ્સ છે, તે મેટાબોલિઝ્મને વધારે છે, કોફી અલ્ઝાઇમર અને પાર્કિન્સન્સ જેવી બીમારીમાં, હ્ર્દય અને લીવરની બીમારીમાં અને લાબું આયુષ્ય જીવવા મદદરૂપ છે. "
"કોફીમાં ખુબ એન્ટી ઓક્સિડન્ટ્સ છે, તે મેટાબોલિઝ્મને વધારે છે, કોફી અલ્ઝાઇમર અને પાર્કિન્સન્સ જેવી બીમારીમાં, હ્ર્દય અને લીવરની બીમારીમાં અને લાબું આયુષ્ય જીવવા મદદરૂપ છે. "
દરરોજ કોફીના સેવનના ફાયદા
તંદુરસ્તી જાળવવા નિયમિત કોફી પીવાના ખુબ ફાયદા છે, જેમના કેટલાક લાભ વિષે રૈના શુકલા જણાવે છે
હ્રદયરોગની બીમારીઓનું જોખમ ઓછું કરે
રૈના શુકલા જણાવે છે કે જર્મનીની હેઇરિચ - હેઇન - યુનિવર્સીટી ના મેડિકલ વિભાગ દ્વારા કરવામાં આવેલ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે દિવસના 3 થી 4 કપ કોફી પીવાથી હ્ર્દયના કોષોની કાર્યક્ષમતા વધે છે, આ સાથે તે હ્રદયરોગના હુમલાથી રિકવર થવા માટે પણ મદદરૂપ છે. કોફી પીવાથી પ્રોટીન રેગ્યુલેટરી મુવમેન્ટ વધે છે અને જેના કારણે તેની કાર્ડિયોવૅસ્ક્યુલર કોષોના રક્ષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
લીવરની બીમારીઓનું જોખમ ઓછું કરે
લીવરની બીમારીઓથી બચવા માટે પણ કોફી ઉપયોગી નીવડી શકે છે. તેઓ ઉમેરે છે કે, "જે લોકો કોફી નિયમિત રીતે પીતા હોય તેમને લીવરની બીમારીઓનું જોખમ કોફી ન પીનારા લોકો કરતા 40 ટકા જેટલું ઓછું છે. કેટલાક અધ્યયનમાં એમ પણ જાણવા મળ્યું છે કે સિરોસિસની બીમારીનું જોખમ ઓછું કરવામાટે પણ કોફી લાભદાયી છે, જેના નિયમિત સેવનથી આ જોખમ 25 થી 70 ટકા જેટલું ઓછું થઇ શકે છે. "
ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું કરે
રૈના જણાવે છે કે નિયમિત કોફી પીનારા લોકોમાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાની સંભાવનાઓ 22 ટકા જેટલી ઓછી થઇ જાય છે.
દીર્ઘાયુષ્ય
રૈના જણાવે છે કે આગાઉ જણાવ્યું તે પ્રમાણે યુવા દેખાવા માટે એન્ટિઓક્સિડન્ટ્સ યુક્ત આહાર જરૂરી છે, અને કોફીમાં તેની માત્રા સારા પ્રમાણમાં છે. આ સાથે કોફી મગજને સતત એલર્ટ અને સક્રિય રાખે છે. મેટાબોલિઝ્મ વધતા વ્યક્તિની ખોરાક લેવાની અને પાચનશક્તિમાં સુધારો થાય છે, આ ઉપરાંત હ્ર્દય, લીવર અને કેટલીક માનસિક બીમારીઓ સામે પણ કોફી રક્ષણાત્મક છે.
તેઓ ઉમેરે છે કે, "યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયલોજી કોંગ્રેસ દ્વારાએ જાણવા મળ્યું છે કે જે લોકોએ મેડિટેરિયન કોફીનું નિયમિત સેવન કર્યું -તેઓ વધુ તંદુરસ્ત હતા એટલેકે તેઓમાં મૃત્યુ માટે જવાબદાર અમુક ગંભીર પરિબળો ઓછા હતા. આ અધ્યયનમાં 20,000 જેટલા લોકોએ ભાગ લીધો હતો, જેઓ દિવસમાં 3 થી 4 કપ કોફી પીતા હતા."
Share

