ઓસ્ટ્રેલિયા માં વસતા લાખો કાયમી નિવાસીઓ અહીં નિયમિત ધંધો -રોજગાર કરતા હોવા છતાંય, કર ભારત હોવા છતાંય અને સાર્વજનિક સેવાઓ નો ઉપયોગ કરતા હોવા છતાંય તેમને મત આપવાનો અધિકાર નથી.
ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ના આંકડા માં અલગતા છે, પણ વર્ષ 2000-2010 દરમિયાન 1.5 મિલિયન કાયમી નિવાસી વિસા આપવામાં આવ્યા છે. આ કાયમી નિવાસીઓ ને મત આપવાનો અધિકાર ન આપી ને એક રીતે લોકશાહી ના સિદ્ધાંત ને સંપૂર્ણ રીતે આપનાવ્યું છે તેમ ન કહી શકાય .
લોકશાહી નો પ્રાથમિક સિદ્ધાંત છે કે શાસન વ્યવસ્થા ની પસંદગી માં તમામ લોકો નો મત હોવો જોઈએ. અહીં તમામ લોકો ની વ્યાખ્યા માં ભેદ જોવા મળે છે. સામાન્ય રીતે તમામ લોકો માં નાગરિકો નો જ સમાવેશ થાય છે , કાયમી નિવાસીઓનો નહીં જે પણ દેશ ના બહોળા સમુદાય નો હિસ્સો છે
સમયાંતરે કોણ માટે આપી શકે? આ અંગે ના નિયમો માં, પ્રણાલી માં બદલાવ આવ્યો છે. જેમકે ઓસ્ટ્રેલિયા માં પહેલા ફક્ત પુરુષો ને જ મત આપવાનો અધિકાર હતો - મહિલાઓ , સ્વદેશી સમુદાયો ને આ અધિકાર થી બાકાત રાખવામાં આવ્યા હતા.
ક્યાં દેશો માં બિન -નાગરિક વ્યક્તિ પણ મત આપી શકે છે ?
આજના સમય માં લગભગ 40 જેટલા દેશો છે જ્યાં વિદેશી નાગરિકો ને મત આપવાનો અધિકાર છે. જેમાં મોટાભાગે સ્થાનિક ચૂંટણીઓ માં મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ દેશો મુખ્યત્વે યુરોપ માં છે.
કેટલાક દેશો એવા પણ છે જ્યાં રાષ્ટ્રીય ચૂંટણીઓ માં પણ મત આપવાનો અધિકાર બિન -નાગરિકો ને છે. જેમ કે 1975 માં ન્યૂઝીલેન્ડે ત્યાંના કાયમી નિવાસીઓ ને આ અધિકાર આપ્યો , ચીલી માં જો વ્યક્તિ 5 વર્ષ કે તેથી વધુ સમય થી વસ્તી હોય તો તે મત આપી શકે છે, યુ. કે માં પણ આઈરીશ નાગરિક ને અને કોમનવેલ્થ ના અમુક નાગરિકો ને સામાન્ય ચૂંટણીઓ માં મત આપવાનો અધિકાર અપાયો છે.
યુ.એસ માં પણ શરૂઆત માં બિન નાગરિકો ને મત આપવાનું પ્રાવધાન હતું જે 1926 માં કરેલા સુધારા માં રદ્દ કરવા માં આવ્યું .
ઓસ્ટ્રેલિયા ની વાત કરીએ તો, 26 જાન્યુઆરી 1984 પહેલા મતદાર યાદી માં નામ નોંધાવેલ વિદેશી નાગરિકો ને કેન્દ્રીય ચૂંટણી માં મત આપવાનો અધિકાર છે. જોકે આ અંગે ઘણા નિયમો અને શરતો છે.
દલીલ ના મુદ્દાઓ
સ્વાભાવિક રીતે વિદેશ માં જન્મેલ, કાયમી નિવાસી વ્યક્તિ ને મતાધિકાર આપવો એક મહત્વ નો ગંભીર પ્રશ્ન છે. પણ, આ રહી મુખ્ય દલીલો
1. વિદેશીઓ એ મતાધિકાર ને મહેનત થી હાંસલ કરવાનો છે
દલીલ એવી છે કે વિદેહ થી આવેલ કાયમી નિવાસી એ "દેશભક્તિ " દેખાડવી જોઈએ અને તે અંગે કામ પણ કર્યું હોવું જોઈએ , આ ભાવના દેશ ના મૂળ નાગરિક માં વધુ હોય છે આથી વિદેશી નાગરિક ને મતાધિકાર ન આપી શકાય . તો આની સામે તર્ક એવો પણ છે કે કેટલાય બિન ઓસ્ટ્રેલિયન લોકો એ ઓસ્ટ્રેલિયા ના વિકાસ માં વિવિધ ક્ષેત્રે મૂળ ઓસ્ટ્રેલિયનો કરતા પણ વધુ પ્રદાન કર્યું છે. તેઓ ની પ્રતિબદ્ધતા ઓસ્ટ્રેલિયા માટે વધુ છે. ફક્ત અમલદારશાહી ના બહાના હેઠળ તેમને મતાધિકાર થી બાકાત ન રાખી શકાય .
2. અસમાનતા અને મૂંઝવણ
નાગરિકતા અને મતાધિકાર અંગે ની એક મૂંઝવણ એ પણ છે કે વર્ષો થી વિદેશ માં વસતા ઓસ્ટ્રેલિયન નાગરિક ને મતાધિકાર છે, પણ દેશ માંજ વર્ષો થી વસતા અને કામ કરતા વિદેશી કાયમી નિવાસી લોકો માટે મતાધિકાર નથી.
3. દ્વિતીય શ્રેણી ના નાગરિક
કાયમી નિવાસી ને મતાધિકાર આપવો જોઈએ તેના પક્ષ માં દલીલ કરતા જૂથ નું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિ માં તેમને માટે આપવા થી બાકાત રાખવા તેમને દ્વિતીય વર્ગ ના નાગરિક હોવાનો અનુભવ કરાવે છે.
બિન - નાગરિકો મત નથી આપી શકતા આથી એક જોખમ એ છે કે રાજકારણીઓ તેમના પ્રશ્નો ને ધ્યાન માં ન લે તેવું બની શકે. તેના બદલે જો તેમને મતાધિકાર આપવા માં આવે તો તેઓ એક તટસ્થ વર્ગ તરીકે કામ કરશે, નાગરિક શાસ્ત્ર નું સાચું અમલીકરણ થશે. આ સાથે જ તેઓ વધુ આત્મવિશ્વાસુ બનશે અને ઓસ્ટ્રેલિયા ના રાજકારણ માં ઉત્સાહ થી ભાગ લેશે.
4. બેવડા નાગરિકત્વ અંગે મૂંઝવણ
કેટલાક લોકો ની એમ પણ દલીલ છે કે કાયમી નિવાસીઓ ને અહીં ના મૂળ વાતની બનવું જોઈએ, પરંતુ તેની સામે એવો તર્ક છે કે કેટલાય દેશો એવા છે જ્યાં બેવડું નાગરિકત્વ નથી આપતું . ઓસ્ટ્રેલિયન નાગરિક બનવાના લીધે પોતાના વતન , પોતાના લોકો સાથે છેડો ફાળવો પડે તે વ્યાજબી ન કહેવાય.
5. રાજકીય ફલક પર અસર
કેટલાક લોકો નો મત છે કે કાયમી નિવાસીઓ ને મતાધિકાર આપવા થી રાજકીય ફલક પર અસર પડશે . પણ તેજ તો મહત્વ નો મુદ્દો છે કે તેમના અભિપ્રાયો દેશ ની સરકાર ચૂંટવા માં લેવા મા આવે.
કાયમી નિવાસીઓ હવે ઓસ્ટ્રેલિયન સમુદાય નો ભાગ હોવાથી તેમને મતાધિકાર આપવો જોઈએ.
હીથ પીકરીંગ એ ઈલેક્શન વોચ ના સહ તંત્રી છે.
આ આર્ટિકલ એ યુનિવર્સીટી ઓર મેલબોર્ન ની ઈલેક્શન વોચ સાથે મળી ને પ્રકાશિત કરાયો છે.
Share

