Key Points
- 4 સપ્ટેમ્બર, 2022 ના રોજ, ક્વીન્સલેન્ડમાં કાર અકસ્માતમાં 19 વર્ષીય અનત પૌલ ગંભીર રીતે ઘાયલ થઇ હતી .
- તેના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી મિત્ર, અનઘા શાજીએ ક્રાઉડફંડિંગ શરૂ કર્યું.
- પૌલ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં બેચલર ઓફ નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી
4 સપ્ટેમ્બર, 2022ના રોજ, ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીની નર્સિંગની વિદ્યાર્થિની ટૂવુમ્બાથી બ્રિસ્બેન જતી વખતે મિત્રો સાથે ગંભીર કાર અકસ્માતનો ભોગ બની હતી.
આ અકસ્માતમાં પૌલ અને અન્ય ત્રણ મિત્રો સહિત કારમાં સવાર મુસાફરોને ઈજા થઈ હતી.
19 વર્ષની અનતને બ્રિસ્બેનની પ્રિન્સેસ એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની ઈજાઓ માટે ચાર સર્જરી કરવામાં આવી હતી.

તેની મિત્ર અનઘા શાજી, જે એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે, તેણે જણાવ્યું હતું કે પૌલના હાથમાં ફ્રૅક્ચર થયું હતું, આંતરડામાં અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેને શરીરના નીચેના ભાગમાં લકવો થઈ ગયો હતો.
અકસ્માત બાદ અનેક મહિનાથી અનત હોસ્પિટલમાં દાખલ છે.
હું માત્ર એક વર્ષથી ઓસ્ટ્રેલિયામાં છું જેમાંથી છ મહિના મેં હોસ્પિટલમાં ગાળ્યા છે.અનત પૌલ
અનાઘાએ જણાવ્યું કે ડોકટરોને શરૂઆતમાં આશા હતી કે સર્જરી પછી અનતની સ્થિતિમાં સુધારો થશે, પરંતુ પાછળથી કહ્યું કે સારવારનો સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો નથી.
"(ડોકટર કહે છે) વધુ કંઈ કરી શકાય તેમ નથી," શાજીએ કહ્યું.
અનતને તેની ઈજા પછી રોજીંદી ક્રિયાઓ કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે પરંતુ તેને સતત મદદની જરૂર પડે છે.

"મારા મિત્રો મારી માતાને અહીં લાવવા માંગતા હતા, પરંતુ મારા પરિવારની આર્થિક સ્થિતિના કારણે તેઓ આવી શકે તેમ નથી," અનતે કહ્યું.
તેને કહેવામાં આવ્યું હતું કે તે આજીવન લકવાગ્રસ્ત રહેશે, ફરીથી ચાલવાની અથવા તેના આંતરડા અને મૂત્રાશય પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાની કોઈ આશા નથી.
જો કે, અનત ભવિષ્યમાં વધુ સારવારના વિકલ્પો વિશે આશાવાદી રહે છે.
"મારે કેરળમાં રહેતા મારા પરિવાર પાસે પાછા જવું પડશે અને મારા માતા-પિતા અન્ય સારવારના વિકલ્પ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે."

ઓસ્ટ્રેલિયામાં વસતો ભારતીય સમુદાય મદદે આવ્યો
અનઘા શાજીએ તેની મિત્રના ભારત પાછા ફરવા અને તેની ભાવિ સારવાર માટે નાણાં એકત્ર કરવા GoFundMe ઝુંબેશ શરૂ કરી.
"સમુદાયના સભ્યો અમને ટેકો આપવા માટે ખૂબ જ સક્રિય છે," તેણે કહ્યું.
અનેક સામુદાયિક સંસ્થાઓ અને સમગ્ર ઑસ્ટ્રેલિયામાંથી લોકો અનતને આર્થિક મદદ આપવા માટે આગળ આવ્યા છે અને અમે અત્યાર સુધીમાં $120,000 થી વધુ એકત્ર કર્યા છે," શાજીએ કહ્યું.અનઘા શાજી
તેણે ઉમેર્યું હતું કે અનતના હોસ્પિટલના બીલ અત્યાર સુધી OSHC ( Overseas Student Health Cover) દ્વારા આવરી લેવામાં આવ્યા હતા, પરંતુ ભારત પાછા ફરવાની મુસાફરી, સારવાર અને પુનર્વસનના મોટા બીલ હજી ચૂકવવા પડશે.
અનતને માર્ચના મધ્યમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

