સિડનીમાં સતત 12 દિવસ સુધી જાહેર વાહનવ્યવહાર (પબ્લિક ટ્રાન્સપોર્ટ)ની સેવા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સેવા ઇસ્ટરની રજાઓ દરમિયાન એપ્રિલ 14થી શરૂ થશે અને Anzac Day ના સતત 12 દિવસ સુધી તે લાગૂ રહેશે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને રાજ્ય સરકાર તથા રેલ યુનિયન વચ્ચે પગારના મુદ્દે ચાલી રહેલા વિવાદના કારણે 24 કલાક સુધી ટ્રેન નેટવર્કને બંધ કરવાની ફરજ પડી હતી.
ન્યૂ સાઉથ વેલ્સના ટ્રાન્સપોર્ટ મંત્રી ડેવિડ એલિયટે જણાવ્યું હતું કે, અર્થતંત્રને વેગ આપવા તથા વધુ લોકો શહેરમાં વિવિધ સ્થળોની મુલાકાત લે તે હેતૂ સાથે વેપાર - ઉદ્યોગોએ માંગ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે મફત ટ્રાન્સપોર્ટ ન્યૂ કાસલથી બ્લ્યૂ માઉન્ટન્સ તથા સાઉથ કોસ્ટ સુધી અમલમાં રહેશે.

A train is seen at the end of the line at Central Station in Sydney. Source: AAP
જેમાં ટ્રેન, બસ તથા ફેરીનો સમાવેશ થાય છે. જોકે, મફત સેવામાં ખાનગી ફેરી, એરપોર્ટ લાઇન તથા પોઇન્ટ ટુ પોઇન્ટ બસ સર્વિસનો સમાવેશ થયો નથી.
ન્યૂ સાઉથ વેલ્સ રેલ, ટ્રામ, બસ યુનિયને અગાઉ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રાહકોને જૂન મહિના સુધી દરેક શુક્રવારે મફત સેવા ઉપલબ્ધ કરાવે તે માટે ઇન્ડ્રસ્ટ્રીયલ એક્શન પણ લેવાઇ શકે છે.
સરકારે મુસાફરોને અગાઉ હડતાલના કારણે ભોગવવી પડેલી મુશ્કેલીના કારણે 12 દિવસ સુધી ટ્રાન્સપોર્ટની મફત સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે, તેમ મંત્રી એલિયટે જણાવ્યું હતું.