કોન્ફ્લ્યુઅન્સના કાર્યક્રમો ભારતની નૃત્ય, સંગીત, નાટક જેવી વિવિધ કલાનું આગવું પ્રદર્શન છે. જેમાં જુદા જુદા વિષયો પર કાર્યશાળા અને પરિષદનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
"કોન્ફ્લુઅન્સનો અર્થ મિલનસ્થાન થાય છે - કલા અને કલાકારોનું , વિચારો અને આદર્શોનું, સંસ્કૃતિ અને સભ્યતાનું મિલનસ્થાન. જેમ બે નદીઓના સંગમથી પ્રવાહ સમૃદ્ધ બને તેવો જ ઉદેશ આ ઉજવણીનો પણ છે. બંને દેશોના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવાનો." શ્રી નવદીપ સુરી, ભારતીય ઉચ્ચાયુક્ત.
ADELAIDE PROGRAMRAM
એડીલેન્ડ ખાતે કન્ફ્લુઅન્સની વિવિધ ઈવેન્ટ્સ અંતર્ગત ભારતના પૂર્વોત્તર રાજ્યોના માર્શલ આર્ટ સાથેના લોકનૃત્યો, પ્રસિદ્ધ નાટક ટવેલ્થ નાઈટની હિન્દીમાં રજૂઆત અને પ્રસિદ્ધ ભારતીય લોકસંગીતનો જલસો યોજાશે .
એડીલેન્ડ ખાતે યોજાનાર મુખ્ય આકર્ષણો :
પગ ચોલોમ
રઘુ દીક્ષિતનો કાર્યક્રમ
પિયા બહુરૂપિયા
BRISBANE PROGRAM
ક્વીન્સલેન્ડની રાજધાનીમાં ભારતીય નૃત્ય અને સંગીતનો શ્રેષ્ઠ અનુભવ શહેરના કલા પ્રેમીઓ કન્ફ્લુઅન્સની ઉજવણી દરમિયાન લઇ શકશે.
બ્રિસ્બેન ખાતે યોજાનાર મુખ્ય આકર્ષણો:
બોલિવૂડ વર્કશોપ
સોનમ કાલરા અને સૂફી ગોસ્પેલ પ્રોજેક્ટ
Sriya: નૃત્યગ્રામ ડાન્સ એન્સેમ્બલ
બાપુ, ક્રાફટપર્સનની દ્રષ્ટિએ
CANBERRA PROGRAM
ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં મુખ્ય આકર્ષણ રહેશે ભારતીય કાર્ટૂનિસ્ટ અજિત નિનાન અને કેનબેરા ટાઈમ્સના કાર્ટૂનિસ્ટ ડેવિડ પૉપ.
આ ઉપરાંત સૂફી સંગીત, બૉલીવુડ ડાન્સ, ભારતીય શાસ્ત્રીય નૃત્ય સાથે કઠપૂતળીના ખેલની મજા તો ખરી જ.
કેનબેરા ખાતે યોજાનાર મુખ્ય આકર્ષણો:
બોલિવૂડ વર્કશોપ
રઘુ દીક્ષિત પ્રોજેક્ટ
પ્રદર્શન અને કલાકાર અજીત નિનાન ની ડેવિડ પોપ સાથે કાર્ટુન પર વાતચીત
સોનમ કાલરા અને સૂફી ગોસ્પેલ પ્રોજેક્ટ
Sriyah :નૃત્યગ્રામ ડાન્સ એન્સેમ્બલ
જવાહરલાલ નેહરુ મણિપુર ડાન્સ એકેડેમી પ્રસ્તુત પંગ ચોલોમ
ટ્રાન્સપોઝિશન
જટાયુ મોક્ષમ
MELBOURNE PROGRAM
કોન્ફ્લુઅન્સ કાયર્ક્રમ હેઠળ સૌથી વધુ ઈવેન્ટ્સનું આયોજન મેલબોર્ન ખાતે થવા જઈ રહ્યું છે. ડાન્સ, નાટક, સંગીત , કઠપૂતળીના ખેલ અને બીજું ઘણું બધુ.
મેલબોર્ન ખાતે યોજાનાર મુખ્ય આકર્ષણો:
આર્કિટેક્ટ બિજોય જૈન દ્વારા પ્રદર્શન
રઘુ દીક્ષિત પ્રોજેક્ટ
પિયા બેહરુપીયા
એડ્રીયન મેકનીલ (રસ ડૂઇંડે)
સોનમ કાલરા અને સૂફી ગોસ્પેલ પ્રોજેક્ટ
અજિત નિનાન પ્રદર્શન
પંગ ચોલોમ
એડ્રીયન મેકનીલ અને અનિશ પ્રધાન - કોન્સર્ટ
વિન્ટેજ હિન્દુસ્તાની મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રદર્શન
આર્કિટેક્ટ બિજોય જૈન દ્વારા પ્રદર્શન
ટ્રાન્સપોઝિશન પપેટ બોનસ
જાદૂ : ભારત સ્ટ્રીટ મેજિક
સુખજીત કૌર ખાલસા
જટાયુ મોક્ષમ
PERTH PROGRAM
બોર્ડરલેસ ગાંધી - ખુબ જ મહત્વના પ્રોજેક્ટનું વર્લ્ડ પ્રીમિયર પર્થ ખાતે યોજાશે જેમાં મહાત્મા ગાંધીના જીવન અને તેમના મહાન કાર્યોને પ્રદર્શિત કરાશે. કઠપુતળીના ભારતીય ખેલ અને વૈશ્વિક સ્તરે થતાં ખેલની મજા માણી શકાશે.
પર્થ ખાતે યોજાનાર મુખ્ય આકર્ષણો:
રઘુ દીક્ષિત પ્રોજેક્ટ
Sriyah: નૃત્યગ્રામ ડાન્સ એન્સેમ્બલ
જટાયુ મોક્ષમ
બોર્ડરલેસ ગાંધી
ટ્રાન્સપોઝિશન
SYDNEY PROGRAM
સિડનીવાસીઓ માટે રોમાંચક કોન્ફ્લુઅન્સની ઈવેન્ટ્સમાં ઓપેરાહાઉસ ખાતે બૉલીવુડ ડાન્સની કાર્યશાળા, ત્રણ દિવસની યોગની કાર્યશાળા સાથે બંને દેશોની સંસ્કૃતિના સંગમ સમી વિવિધ કૃતિઓનું પ્રદર્શન યોજાશે .
સિડની ખાતે યોજાનાર મુખ્ય આકર્ષણો:
ઓસ્ટ્રેલિયન નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમની છત પર "The Colours of India" થીમ ઓક્ટોબર મહિના સુધી દર સપ્તાહના અંતે પ્રદર્શિત કરવામાં આવશે.
બોલિવૂડ વર્કશોપ
સોનમ કાલરા અને સૂફી ગોસ્પેલ પ્રોજેક્ટ
Sriyah : નૃત્યગ્રામ ડાન્સ એન્સેમ્બલ
પિયા બેહરુપીયા
રઘુ દીક્ષિત પ્રોજેક્ટ (ફેસ્ટિવલ ગાલા)
ભારતીય સિતાર અને સેલો વાદ્યની જુગલબંધી
અજિત નિનાનની કેથી વિલ્કોક્સ સાથે વાતચીત
યોગા
ક્રિકેટ કનેક્ટ
ખાદી ફેશન શો