COVID-19 અપડેટ: વિક્ટોરીયાએ પેન્ડેમિક ડિક્લેરેશન લંબાવ્યું, સેન્ટ બાસિલ એજ કેરમાં વધુ કેસ નોંધાયા

6 જુલાઇ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Medical staff are seen preparing to transport people from the St Basils Home for the Aged Care in Fawkner which has had an outbreak of COVID-19, Melbourne, Saturday, July 25, 2020.  Aged care facilitates in Melbourne are being affected by the virus in mul

On Monday, Worksafe Victoria charged St Basil's Fawkner facility under the Occupational Health and Safety Act over a 2020 outbreak. (file) Source: (AAP Image/David Crosling

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી બુધવારે 44 મૃત્યુ નોંધાયા હતા.

જેમાં 23 મૃત્યુ વિક્ટોરીયામાં, 10 ન્યૂ સાઉથ વેલ્સમાં તથા 5 સાઉથ ઓસ્ટ્રેલિયામાં નોંધાયા હતા.

ન્યૂ સાઉથ વેલ્સમાં બુધવારે 13755 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં હાલમાં કોવિડના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 1822 સુધી પહોંચી ગઇ છે.

છેલ્લા 3 મહિનામાં આ સૌથી મોટો આંક છે.

વિક્ટોરીયામાં પણ 10056 કેસનું નિદાન થયું છે.

ક્વીન્સલેન્ડમાં 5366 કેસનું નિદાન થયું છે

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 5878 કેસ તથા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 6296 કેસ નોંધાયા છે.

સાઉથ ઓસ્ટ્રેલિયામાં કેસની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં બુધવારે 4072 કેસ નોંધાયા હતા.

ક્વિન્સલેન્ડના આરોગ્ય મંત્રી યુવેટ ડી એથે જણાવ્યું છે કે રાજ્યમાં હાલમાં 2000 આરોગ્ય કર્મચારીઓ કોવિડ-19 અથવા ફ્લુના ચેપના કારણે રજા પર હોવાથી રાજ્યની આરોગ્ય સેવા પર અસર પડી રહી છે.

વિક્ટોરીયાએ પેન્ડેમિક ડિક્લેરેશનને વધુ 3 મહિના માટે લંબાવવાનો નિર્ણય લીધો છે.

જેથી રાજ્યના આરોગ્ય મંત્રી પેન્ડેમિકને લગતા નિર્ણયો લઇ શકે છે.

રાજ્ય સરકારે નોકરીદાતાઓને તેમના કર્મચારીઓના રસીકરણની માહિતી મેળવવા માટે પરવાનગી આપી છે.

સરકારે જણાવ્યું હતું કે તેના કારણે નોકરીદાતા કર્મચારીઓ અને કાર્યસ્થળ બંનેને સુરક્ષિત રાખી શકે છે.

આ ઉપરાંત રાજ્યમાં માસ્ક પહેરવાના નિયમ અથવા બીજા બૂસ્ટર ડોઝ અંગે પણ સમીક્ષા કરવામાં આવી શકે છે.

મેલ્બર્નના ફોકનેર વિસ્તારમાં સેન્ટ બાસિલ રેસીડેન્શિયલ એજ કેર ખાતે વધુ એક કોવિડ-19નો ચેપ લાગ્યો છે.

2 જુલાઇના રોજ તેની જાણ થઇ હતી. જેમાં 14 રહેવાસીઓ અને એક કર્મચારીને ચેપ લાગ્યો છે.

સોમવારે વર્ક સેફ ઓસ્ટ્રેલિયાએ એજ કેરને Occupational Health and Safety Act અંતર્ગત વર્ષ 2020માં બનેલી ઘટના બદલ 9 મામલામાં જવાબદાર ઠેરવ્યું હતું.

ત્યાર બાદ કોવિના ચેપના કારણે 45 રહેવાસીઓના મૃત્યુ થયા હતા.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

ACT   New South Wales   Northern Territory   Queensland   

South Australia   Tasmania   Victoria   Western Australia  


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

ACT   New South Wales   Northern Territory   Queensland   

South Australia   Tasmania   Victoria    Western Australia


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, check what your options are

તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language


SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share

2 min read

Published

Presented by SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now