કોરોનાવાઇરસના લક્ષણ ન હોય તો પણ તેની ચિંતા કેટલી યોગ્ય?

બે અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે કોરોનાવાઇરસના લક્ષણો ન ધરાવતી વ્યક્તિના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે, લક્ષણો હોય કે ન હોય તમામ લોકોનો ટેસ્ટ કરવા પર વિશેષજ્ઞો ભાર મૂકી રહ્યા છે.

Victoria records seven new coronavirus cases and two deaths

Source: Getty Images

કોરોનાવાઇરસના લક્ષણો શું છે તેની આપણને બધાને હવે ખબર પડી ગઇ છે. જેમાં તાવ આવવો, કફ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે.

આઇસલેન્ડ, જાપાન, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જે વ્યક્તિમાં લક્ષણો ન હોય તેમ છતાં પણ કોરોનાવાઇરસનું નિદાન થયું હોય તેવા કેસ અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

સંશોધનકારોએ JAMA Network Open પેપરમાં નોંધ્યું હતું કે ચીનમાં 78 દર્દીઓમાંથી 42.3 દર્દીઓને કોરોનાવાઇરસના કોઇ લક્ષણો હતા નહીં.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન રીસર્ચર્સનો અભ્યાસ Thorax માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં નોંધવામાં આવ્યું હતું કે ગ્રેગ મોર્ટિમેર ક્રૂઝ શીપના 217 લોકોમાંથી, પોઝીટીવ આવેલા દર 10માંથી 8થી વધુ દર્દીઓમાં કોરોનાવાઇરસના લક્ષણો નહોતા.

લક્ષણ અગાઉની સ્થિતી અને લક્ષણવિહીનમાં પરિવર્તન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ બંનેમાં તફાવત સમજાવ્યા છે.

વાઇરસના લક્ષણો શરીરમાં દેખાય તે અગાઉ જો શરીર વાઇરસના સંપર્કમાં આવ્યું હોય તેને Pre-symptomatic તબક્કો કહી શકાય.

પરંતુ લક્ષણો ન હોય તેથી વાઇરસનું સંક્રમણ થયું નથી તેમ ન કહી શકાય. અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે શરીરમાં લક્ષણો નોંધાય તેના એકથી ત્રણ દિવસ પહેલા પણ જે-તે વ્યક્તિનો કોરોનાવાઇરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

Asymptomatic સંક્રમણ એટલે એવું સંક્રમણ કે જેમાં કોરોનાવાઇરસના લક્ષણો ન દર્શાવતી વ્યક્તિ દ્વારા પણ વાઇરસનો ફેલાવો થાય.

તાજેતરમાં કરવામાં અભ્યાસ વિશે તજજ્ઞોનું શું કહેવું છે?

પ્રોફેસર રૈના મેકેનટાયર કિર્બી ઇન્સ્ટિટ્યૂટ ખાતે બાયોસિક્યોરિટી પ્રોગ્રામના અધ્યક્ષ છે, તેઓ જણાવે છે કે કોરોનાવાઇરસમાં વ્યક્તિમાં વાઇરસના લક્ષણ ન હોય અને તેમાં લક્ષણો દેખાય તે અગાઉની પરિસ્થિતી દરમિયાન ઇન્ફેક્શન થાય તેના મજબૂત પૂરાવા જોવા મળ્યા છે.

તેમણે એજ કેરનો દાખલો લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, 50 ટકાથી વધુ પોઝીટીવ કેસમાં કોરોનાવાઇરસના લક્ષણો જોવા મળ્યા નહોતા.

મે મહિનાની શરૂઆતમાં, મેલ્બર્નમાં આવેલા બચ્ચુસ માર્શ વિસ્તારના એજ કેરના કર્મચારીમાં કોરોનાવાઇરસના લક્ષણો ન હોવા છતાં પણ તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

તેથી જ કોરોનાવાઇરસ વિશે ચર્ચા કર્યા કરતા જો વાઇરસ થવાનું જોખમ વધુ હોય તો ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કોઇ પણ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થવામાં 10થી 14 દિવસ જેટલો સમય લાગે છે. તેથી જ ચોક્કસ પરિણામ મેળવવામાં એન્ટીબોડી આધારિત ટેસ્ટની ઉપયોગીતા મર્યાદિત છે.

કેટલાક તજજ્ઞો કોરોનાવાઇરસના લક્ષણો ન ધરાવતા કેસની પરિસ્થિતી વિશે અસમંજસમાં છે

સંજય સેનાનાયકે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીમાં ઇન્ફેક્શન સાથે સંકળાયેલા રોગના નિષ્ણાત છે.

તેઓ ચીનનું ઉદાહરણ આપતા જણાવે છે કે, જે વ્યક્તિમાં વાઇરસના લક્ષણો નહોતા તેઓ કદાચ એકાંતવાસમાં (સેલ્ફ-આઇસોલેટ) ગયા નહીં હોય તેથી સંશોધનકારોએ તેમના કારણે અન્ય વ્યક્તિને ચેપ લાગ્યો કે કેમ તે અંગે તપાસ કરી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.

ફેબ્રુઆરી મહિનામાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ચીન દ્વારા પ્રકાશિત રીપોર્ટમાં જણાવાયું હતું કે જે દર્દીઓમાં  ટેસ્ટ કરતા સમયે કોરોનાવાઇરસના લક્ષણો નહોતા તેમનામાં પણ સમય જતા લક્ષણો જોવા મળ્યા હોવાના દાખલા નોંધાયા છે. અભ્યાસમાં સમાવવામાં આવેલા દર્દીઓ માંદા થયા હતા કે કેમ તે અંગે પ્રોફેસર સેનાનાયકે અચોક્કસ છે.

જે વ્યક્તિમાં વાઇરસના લક્ષણો નહોતા તેમના ટેસ્ટનો અભ્યાસ કેવી રીતે કર્યો હશે તે અંગે પણ તજજ્ઞોને શંકા છે.

તેમણે કોરોનાવાઇરસના લક્ષણો ન હોય તેવા કેસની મર્યાદા સમજવા માટે વાઇરસ ન ધરાવતા જુદા-જુદા વ્યક્તિ અંગે કરવામાં આવેલા અભ્યાસનો દાખલો લીધો હતો.

આઇસલેન્ડમાં 50 ટકા લોકોમાં લક્ષણો ન હોવા છતાં પણ પોઝીટીવ જોવા મળ્યા હતા. 30.8 ટકા લોકો જાપાનમાં જ્યારે ચીનમાં અલગ અલગ અભ્યાસમાં 80 ટકા લોકો લક્ષણ ન હોવા છતાં પણ પોઝીટીવ જોવા મળ્યા હતા.

શું સાચું છે તે જાણવું મુશ્કેલ છે. અને જ્યારે લક્ષણ ન હોવા છતાં પણ કોરોનાવાઇરસ થવાનું પ્રમાણ શોધવાની નજીક છીએ ત્યારે આપણને એ ખબર નથી કે તેના કારણે અન્ય કેટલા લોકોને તેનું સંક્રમણ થયું છે. શું તેનું સંક્રમણ ઘણા બધા લોકોમાં થયું છે કે મર્યાદિત સંખ્યામાં તે અચોક્કસ છે. 

બીજા શબ્દોમાં, દરેક માંદી વ્યક્તિ માટે અન્ય ચાર લક્ષણોવિહીન વાહક હતા

પ્રોફેસર ઇવો મ્યુલર વોલ્ટર એન્ડ એલિઝા હોલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ રીસર્ચ ખાતે રોગચાળાના નિષ્ણાત તરીકે સેવા આપે છે.

તેઓ સમજાવે છે કે જે વ્યક્તિમાં લક્ષણો ન હોય તેના થકી પણ કોરોનાવાઇરસનું સંક્રમણ થાય તે માત્ર વાઇરસ ના ફેલાવાને સમજવા માટે નહિ પરંતુ આગામી મહિનામાં વાઇરસ  કેવી રીતે ફેલાઇ શકે છે તેની આગાહી પર અસર કરી શકે છે.

આ ઉપરાંત, બીજા તબક્કામાં કેસ અને મૃત્યુની સંખ્યા ન વધે તે માટે સાવધાની રાખવી પણ જરૂરી છે.

ગ્રેગ મોર્ટિમેર ક્રૂઝ શીપમાં 96 ઓસ્ટ્રેલિયન પેસેન્જર્સ હતા, 217 કુલ પેસેન્જર્સમાંથી 128 પેસેન્જર્સમાં કોરોનાવાઇરસ થયાની પુષ્ટિ થઇ હતી. જે લોકોમાં વાઇરસ હોવાની જાણ થઇ હતી તેમાંથી 104 વ્યક્તિમાં વાઇરસના કોઇ લક્ષણો જોવા મળ્યા નહોતા. એનો મતલબ એમ થયો કે 81 ટકા કેસમાં વાઇરસના લક્ષણો હતા જ નહીં.

બીજા શબ્દોમાં કહીએ તો, દરેક માંદી વ્યક્તિ માટે બીજા ચાર લક્ષણો વિનાના વાહક છે. જો આ પ્રકારની પ્રક્રિયા દરેક સ્થાને અનુસરવામાં આવી રહી છે તો એનો મતલબ એમ છે કે તેઓ લક્ષણો હોય તેવી જ વ્યક્તિનો ટેસ્ટ કરે છે અને વાઇરસનો વાસ્તવિક આંકડો પાંચ ગણો વધુ હોઇ શકે છે, તેમ પ્રોફેસર મ્યુલરે જણાવ્યું હતું.

પ્રોફેસર મ્યુલરે ઉમેર્યું હતું કે, લક્ષણો ન હોય પરંતુ તેના સંક્રમણની શક્યતા હોય તેવા દરેક વયજૂથના લોકોને સત્વરે ટેસ્ટ કરવા જરૂરી છે.


ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.

કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તોડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.

કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી કોરોનાવાઇરસ ટ્રેસિંગ એપ COVIDSafe તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.

SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.


Share

Published

Updated

By Ahmed Yussuf
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service