કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોને ન્યૂ સાઉથ વેલ્સમાં આજથી વધુ છૂટછાટ મળશે.
અગાઉ 1લી ડિસેમ્બરથી નિયંત્રણો હળવા થવાના હતા પરંતુ રાજ્યમાં રસીનો લક્ષ્યાંક હાંસલ કરતા નિર્ધારીત સમય કરતા નિયંત્રણો વહેલા હળવા કરવામાં આવ્યા છે.
રસીના બંને ડોઝ ન મેળવનારા લોકોએ 15મી ડિસેમ્બર અથવા રાજ્ય 95 ટકા લક્ષ્યાંકને હાંસલ કરે ત્યાં સુધી છૂટછાટ માટે રાહ જોવી પડશે.
ન્યૂ સાઉથ વેલ્સમાં 8મી નવેમ્બર, આજથી હળવા થયેલા નિયંત્રણો
- ઘરમાં મુલાકાતીઓની સંખ્યા પર પાબંધી નહીં.
- 1000થી ઓછા લોકો ભેગા થઇ શકે તેવી આઉટડોર જગ્યામાં ક્ષેત્રફળનો નિયમ લાગૂ પડશે નહીં.
- રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો નાઇટ ક્લબ્સમાં ડાન્સ કરી શકશે.
- મનોરંજન માટે ઇન્ડોર સ્વિમીંગ પૂલ ફરીથી શરૂ થશે.
- વેપાર - ઉદ્યોગોમાં 4 સ્ક્વેર મીટરના નિયમને બદલે 2 સ્ક્વેર મીટરનો નિયમ લાગૂ પડશે.
- ઇન્ડોર તથા આઉટડોરમાં ગાયન તથા ડાન્સને મંજૂરી
- ઇન્ડોર તથા આઉટડોરમાં બેસવાની સુવિધા તથા ઉભા રહીને ડ્રીન્ક કરી શકાશે.
- જીમ તથા ડાન્સ ક્લાસમાં 20 લોકોને ભેગા થવાની પરવાનગી
- બેસવાની સુવિધા ધરાવતા મનોરંજનના સ્થળો 100 ટકા ક્ષમતા સાથે શરૂ થઇ શકશે.
- અમ્યુઝમેન્ટ પાર્ક તથા પ્રાણીસંગ્રહાલયમાં ક્ષેત્રફળનો નિયમ લાગૂ પડશે.
રાજ્યમાં રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 95 ટકા થાય અથવા 15 ડીસેમ્બરની સમય અવધિ સુધી જાહેર વાહન વ્યવહારમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
આ ઉપરાંત, એરપોર્ટ, ફ્લાઇટ તથા ઇન્ડોર હોસ્પિટાલીટી સ્ટાફે માસ્ક પહેરવું પડશે.