Key Points
- 5 સપ્ટેમ્બરથી કિશોર વયના બાળકો નોવાવેક્સ કોવિડ-19ની રસી મેળવી શકશે
- 30થી 49 વર્ષની સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ બીજો બૂસ્ટર ડોઝ મેળવી શકશે
- યુએસ, સ્પેન અને બ્રાઝિલમાં ગત અઠવાડિયે મંકીપોક્સના સૌથી વધુ કેસો નોંધાયા
શુક્રવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 62 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 25 વિક્ટોરીયા અને 22 ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા હતા.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની માહિતી મેળવો.
5મી સપ્ટેમ્બરથી 12થી 17 વર્ષના કિશોરો પ્રોટીન આધારીત નોવાવેક્સ કોવિડ-19ની રસી મેળવી શકશે.
ટ્રેઝરી વિભાગે ન્યૂઝ કોર્પ પેપર્સ સાથે શેર કરેલા આંકડા દર્શાવે છે કે અંદાજીત એક દિવસમાં 31,000 ઓસ્ટ્રેલિયન કામદારો કોવિડની લાંબા ગાળાની અસરના કારણે નોકરીમાંથી રજા લે છે.
5મી સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકો માટે મોડર્નાની સ્પાઇકવેક્સ રસી આપવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન સરકારે જણાવ્યું હતું કે 30થી 49 વર્ષની આયુ ધરાવતી સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ તેમનો બીજો બૂસ્ટર ડોઝ મેળવી શકે છે.
વધુમાં જણાવ્યું હતું કે ત્રણ ડોઝ મેળવનાર મહિલાઓમાં ગંભીર રોગનું જોખમ ઘણું ઓછું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરના સાપ્તાહિક અહેવાલમાં જણાવ્યું હતું કે સતત ચાર અઠવાડિયા સુધી મંકીપોક્સના કેસો વધ્યા પછી તેની સંખ્યામાં 21 ટકાનો ઘટાડો થયો છે.
જોકે, યુએસ, સ્પેન, બ્રાઝિલ, જર્મની, યુકે, ફ્રાન્સ, કેનેડા, નેધરલેન્ડ, પેરુ અને પોર્ટુગલમાં મંકીપોક્સના સૌથી વધુ કેસો નોંધાય છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો
SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.