- વિક્ટોરીયામાં કોવિડ-19ના 37,994 કેસ નોંધાયા છે જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં 25,870 ચેપનું નિદાન થયું છે.
- વિક્ટોરીયામાં, હાલમાં 861 દર્દીઓ હોસ્પિટલમાં છે. સોમવારની સરખામણીએ 43 વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. 117 આઇસીયુ તથા 27 વેન્ટીલેટર પર છે.
- વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, 34,000 મફત રેપીડ એન્ટીજન ટેસ્ટ રાજ્યના 56 ટેસ્ટીંગ ક્લિનીક્સને ફાળવવામાં આવ્યા હતા.
- પ્રીમિયર એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં કાર્ય કરતા 3992 કર્મચારીઓ તથા 422 એમ્બ્યુલન્સ વિક્ટોરીયાના સ્ટાફ કોવિડ પોઝીટીવ અથવા ચેપ ધરાવતી વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યા બાદ કાર્ય માટે ઉપલબ્ધ નથી.
- તેમણે જીપી અને કમ્યુનિટી ફાર્મસી સ્કૂલમાં જઇને રસી આપી શકે તે માટે 4 મિલિયન ડોલરની યોજના અમલમાં મૂકી છે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં, 2186 દર્દીઓ કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે જેમાંથી 170 આઇસીયુમાં છે.
- હેલ્થ સર્વિસીસ યુનિયન દ્વારા 1000 એજ કેર કર્મચારીઓ પર કરવામાં આવેલા નવા સર્વે પ્રમાણે, મહામારીના નવા તબક્કામાં આ ક્ષેત્રમાં કાર્ય કરતા કર્મચારીઓ ઓછા સ્ટાફ તથા વધુ કાર્યભાર સાથે કાર્ય કરી રહ્યા હતા.
- ન્યૂ સાઉથ વેલ્સ સરકાર રાજ્યના રહેવાસીઓને રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ રજીસ્ટર કરવા યોજના બનાવી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે, તેના કારણે આરોગ્ય વિભાગને વાઇરસના સંક્રમણ વિશે યોગ્ય માહિતી પ્રાપ્ત થશે.
- સિડનીના વિલાવૂડ ડીટેન્શન સેન્ટર ખાતે સંક્રમણનું જોખમ વધે તેવો ભય પેદા થયો છે. રેફ્યુજી બાબતોના હિમાયતીઓએ લોકોને અતિ જોખમી વાતાવરણમાં કેમ રહેવું પડે છે તે વિશે પ્રશ્નો કર્યા છે.
ઓસ્ટ્રેલિયાના કેટલાક રાજ્યોએ રેપીડ એન્ટીજન ટેસ્ટ રજીસ્ટર કરવા ફોર્મ અમલમાં મૂક્યા છે.
કોવિડ-19ના આંકડા -
ન્યૂ સાઉથ વેલ્સમાં પીસીઆર દ્વારા 25,870 કેસ નોંધાયા છે અને 11 મૃત્યુ થયા છે. ન્યૂ સાઉથ વેલ્સે હજી રેપીડ એન્ટીજન ટેસ્ટના ડાટા પ્રસિદ્ધ કર્યા નથી.
વિક્ટોરીયામાં કોવિડ-19ના 37,994 કેસ નોંધાયા છે અને 13 મૃત્યુ થયા છે. કુલ કેસમાંથી 18503 કેસ રેપીડ એન્ટીજન ટેસ્ટમાં નોંધાયા છે.
ક્વિન્સલેન્ડમાં 20,566 નવા કેસ તથા 1 મૃત્યુ થયું છે.
તાસ્મેનિયામાં 1379 કેસ નોંધાયા છે.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી