- પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ સિડનીના વિસ્તારો સૌથી વધુ ચિંતાનો વિષય
- વિક્ટોરીયામાં જોખમ ધરાવતા સ્થળોની સંખ્યા 500 સુધી પહોંચી
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી 20થી વધુ કેસ
- ક્વિન્સલેન્ડ તથા નોધર્ન ટેરીટરીમાં સામુકાયિક સંક્રમણથી શૂન્ય કેસ
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 633 કેસ તથા 3 મૃત્યુ નોંધાયા છે. 62 લોકોએ ચેપ સાથે જ સમુદાયમાં અવરજવર કરી હતી.
પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને જણાવ્યું હતું કે મેરીલેન્ડ્સ, ગુઇલફોર્ડ, ઓબર્ન, ગ્રીનાર્ક અને સેન્ટ મેરીસ વિસ્તારોમાં ચિંતાજનક રીતે વાઇરસનું પ્રમાણ વધ્યું છે.
આવતીકાલ, ગુરુવાર 19મી ઓગસ્ટથી સૌથી વધુ પ્રભાવિત 12 વિસ્તારોમાં રહેતા 16થી 39 વર્ષથી ઉંમર ધરાવતા લોકોને ફાઇઝરની કોવિડ-19 રસી માટે પ્રાથમિકતા અપાશે.
અહીંથી રસીકરણ માટેની એપોઇન્ટમેન્ટ બુક કરાવો.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 24 કેસ નોંધાયા છે, જેમાંથી 4 ચેપ વર્તમાન સંક્રમણ સાથે સંકળાયેલા નથી. સંક્રમણ સાથે 6 લોકોએ સમુદાયમાં અવરજવર કરી હતી.
કોવિડ-19 કમાન્ડર જેરોમ વેઇમરે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં નજીકના સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા 15,000 જેટલી થઇ છે અને જોખમ ધરાવતા સ્થળોની સંખ્યા 520થી વધુ છે.
રસીકરણ કેન્દ્રો વિશે અહીંથી માહિતી મેળવો.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી નવા 22 કેસ નોંધાયા છે, હાલમાં સક્રીય કેસની સંખ્યા 67 સુધી પહોંચી છે.
- દક્ષિણ - પૂર્વ ક્વિન્સલેન્ડ, કેઇન્સ તથા યારાબાહ સ્થાનિક સરકારી વિસ્તારોમાં 20મી ઓગસ્ટ સાંજે 4 વાગ્યાથી પ્રતિબંધો હળવા કરવામાં આવશે.
- આવતીકાલે બપોરથી ગ્રેટર ડાર્વિન, કેથરિનમાં લોકડાઉન સમાપ્ત થશે.

ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW Travel & transport and Quarantine
- VIC Travel permit, Overseas travellers and Quarantine
- ACT Transport and Quarantine
- NT Travel and Quarantine
- QLD Travel and Quarantine
- SA Travel and Quarantine
- TAS Travel and Quarantine
- WA Travel and Quarantine
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

