Latest

COVID-19 અપડેટ: 12થી 15 વર્ષના તંદુરસ્ત કિશોરોને બૂસ્ટર ડોઝની જરૂર ન હોવાની ATAGIની સલાહ

૫ ઓગસ્ટ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

 ኮቪድ-19

ATAGI ድርብ ክታበት ኮቪድ-19 እንተወሲዶም ኣብ ክሊ ዕድመ 12-15 ዝርከቡ ምሉእ ጥዕና ዘለዎም ዕሸል መንእሰያት ኣዝዮም ይሓሙ ምዃኖም ዘረጋግጽ እኹል ዘይኮነ መርትዖ'ዩ ዘሎ ይብል። Source: AAP / JAMES ROSS

Key Points
  • 50 લાખથી વધુ લોકોએ હજુ બૂસ્ટર ડોઝ લીધો નથી
  • કોવિડના નવા પ્રકારનું નિદાન કરી શકે એવા RAT ટેસ્ટની સૂચી TGA દ્વારા બહાર પાડવામાં આવી
  • કોવિડ-૧૯ ચેપગ્રસ્ત વ્યક્તિ માટે આઇસોલેશન સમાપ્ત કરવાની સલાહ આરોગ્ય પ્રધાને હજુ મળી નથી
શુક્રવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના લીધે 82 જેટલા લોકોના મૃત્યુ નોંધાયા હતા. જેમાં 34 વિક્ટોરીયામાં, 29 ન્યૂ સાઉથ વેલ્સમાં અને 8 ક્વિન્સલેન્ડના હતા.

ઓસ્ટ્રેલિયામાં કેટલાં લોકો કોવિડ-19ની સારવાર લઇ રહ્યા છે અને કેટલાં મૃત્યુ નોંધાયા છે તેના તાજેતરનો અહેવાલ આ મુજબ છે.
ઓસ્ટ્રેલિયન ટેક્નીકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે 12-15 વર્ષના કિશોરોની તબિયત જો તંદુરસ્ત હોય તો તેઓએ બૂસ્ટર ડૉઝ લેવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, 12-15 વય જૂથના કિશોરો કે જેઓએ કોવિડ-19ના બે ડોઝ લીધા હોય અને તંદુરસ્ત હોય તેવા કિશોરોમાં ગંભીર રોગના લક્ષણો જોવા મળ્યા નથી.

જોકે, જે બાળકોને કોઇ ગંભીર બિમારી હોય જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અને નોંધનીય સ્વાસ્થયની જરૂરિયાતોની સાથે વિકલાંગતા ધરાવતા હોય તેમના માટે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ છે.

આરોગ્ય મંત્રી માર્ક બટલરે એબીસી રેડિયોને જણાવ્યું હતુ કે વાસ્તવિક કોરોના વાઇરસ
ચેપ નોંધાયેલ સંખ્યા કરતા બમણાં હોઇ શકે છે.

આરોગ્ય મંત્રીએ ત્રીજી રસીના ડોઝ એટલે કે પ્રથમ બૂસ્ટર ડૉઝની ઓછા વપરાશની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હજુ પણ 50 લાખથી વધુ લોકો બૂસ્ટર ડોઝ લેવાના બાકી છે જેમાં છ મહિના અગાઉ બીજો ડોઝ લીધો હોય એવા લોકોનો સમાવેશ છે.

ત્યારે આઇસોલેશન અંગે જણાવતા તેઓએ કહ્યું હતું કે, વાયરસ હજૂ સમાપ્ત થયો નથી અને તેમને મુખ્ય આરોગ્ય અધિકારી અને નિષ્ણાંતો પાસેથી કોવિડ -19 ચેપ લાગ્યા પછી આઇસોલેશનનો સમયગાળો પૂરો કરવા કે ઘટાડવા અંગે કોઇ સલાહ મળી નથી.

થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA)એ RAT કિટની સૂચીને સુધારી છે જે WHO સુસંગત છે અને તે કોવિડના નવા સબવેરિયન્ટ શોધી શકે છે.

જ્યારે બીજી તરફ USAએ દેશમાં મંકીપોક્સના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય કટોકટી જાહેર કરી છે. યુએસમાં હાલ 6,600જેટલા મંકીપોક્સના કેસો છે.

ઓસ્ટ્રેલિયામાં ઓછામાં ઓછા 58 મંકીપોક્સના કેસ નિદાન થયા છે. જેમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે પરત ફરેલા પ્રવાસીમાં તેનો પ્રથમ કેસ નોંધાયો છે.

હવે તમામ તાસ્મેનિયાવાસીઓ 31 ઓગષ્ટ સુધી તેમની મફત તાવની રસી મેળવી શકશે.

દક્ષિણ ઓસ્ટ્રેલિયાના લોકો શનિવારે સવારે 10થી સાંજના 4.30 વાગ્યા સુધી એલ્ડિંગા બીચ પ્રાથમિક શાળા, ગ્રીનવિથ પ્રાથમિક શાળા, ફ્લેગસ્ટાફ હિલ પ્રાથમિક શાળા, જ્હોન હાર્ટલી શાળા બી-6 અને ગ્લેન ઓસમન્ડ પ્રાથમિક શાળામાંથી તેમની કોવિડ-19ની રસી અને બૂસ્ટર ડોઝ મેળવી શકે છે.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do
નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, check what your options are
તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language



SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share

Published

Updated

Presented by Mirani Mehta
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
COVID-19 અપડેટ: 12થી 15 વર્ષના તંદુરસ્ત કિશોરોને બૂસ્ટર ડોઝની જરૂર ન હોવાની ATAGIની સલાહ | SBS Gujarati