Key Points
- રાજ્યો અને પ્રદેશો દૈનિક નવા કોવિડ-૧૯ ચેપની સંખ્યા જાહેર કરવાનું બંધ કરશે
- વૈશ્વિક સ્તરે નવા સાપ્તાહિક કોવિડ-૧૯ કેસ અને મૃત્યુમાં ઘટાડો
- ભારત અને ચીને સોય-મુક્ત કોવિડ-૧૯ રસીને માન્યતા આપી
ગુરુવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 84 મૃત્યુ નોંધાયા હતા, જેમાં 25 ન્યૂ સાઉથ વેલ્સમાં, 24 વિક્ટોરીયામાં અને 11 વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં નોંધાયા હતા.
થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશને TouchBio SARS-CoV-2 અને FLU A/B એન્ટિજેન કોમ્બો ટેસ્ટ અને ફેન્ટટેસ્ટ COVID-19/ઈન્ફ્લુએન્ઝા A&B એન્ટિજેન ટેસ્ટ કીટને મંજૂરી આપી છે.
જે નાક દ્વારા કરવામાં આવતા સ્વ-પરીક્ષણો છે અને COVID-19 અને ઈન્ફલ્યુએન્ઝા બંને વાઇરસ શોધી શકે છે.
કોવિડ-૧૯નો ચેપ દર્શાવવા ટેસ્ટ પટ્ટી પર દેખાતી લીટીઓ કરતા ઈન્ફલ્યુએન્ઝા A અને B ની હાજરી વધારાની લીટી દ્વારા દર્શાવવામાં આવશે.
કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તથા તેની મૃત્યુ વિશેની માહિતી અહીંથી મેળવો.
આ મહિનાની શરૂઆતમાં રાજ્ય અને પ્રદેશના આરોગ્ય પ્રધાનોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારત અને ચીને COVID-19 રસીકરણ માટે સોય-મુક્ત વિકલ્પોને મંજૂરી આપી છે.
ભારતમાં કોવિડ પ્રતિરોધક એક પણ રસી ન લીધી હોય તેવા લોકો માટે ભારત બાયોટેકના નાક દ્વારા લેવાતા કોવિડ પ્રતિરોધક ટીપાંને માન્યતા આપવામાં આવી છે.
જ્યારે ચીની નિયમનકારોએ કેનસિનો બાયોલોજિક્સના સુંઘીને લેવાતા બૂસ્ટર ડોઝને મંજૂરી આપી.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના તાજેતરના અહેવાલમાં નોંધ્યું છે કે 4 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં નવા સાપ્તાહિક COVID-19 કેસની સંખ્યામાં 12 ટકા અને મૃત્યુમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે.
ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે મૃત્યુ અને નવા કેસમાં ઘટાડો પ્રોત્સાહક છે પરંતુ ચેતવણી આપી હતી કે આ ટ્રેન્ડ ચાલુ રહેશે તેની કોઈ ખાતરી નથી.
તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે દર 44 સેકન્ડે એક વ્યક્તિ કોવિડ-19 થી મૃત્યુ પામી છે.
શ્રી અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે યુરોપમાં મંકીપોક્સના ચેપ ઘટ્યા છે, પરંતુ અમેરિકાના કેટલાક દેશોમાં કેસ વધી રહ્યા છે.
કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,, check the latest travel requirements and advisories
તમારી ભાષામાં માહિતી મેળવોCOVID-19 jargon in your language
SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

