- ઓસ્ટ્રેલિયાએ સ્કીલ્ડ વિસાધારકો, હ્યુમેનિટેરીયન, વર્કિંગ હોલિડે તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 1લી ડિસેમ્બરથી દેશની સરહદો ખોલવાની અગાઉની યોજનાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. હવે 15મી ડિસેમ્બરથી સરહદો ખોલવામાં આવશે
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું છે કે આરોગ્યલક્ષી સલાહને ધ્યાનમાં રાખીને આગામી ફેરફાર કરવામાં આવશે.
- વિરોધ પક્ષે સરકારના આંતરરાષ્ટ્રીય સરહદો નહીં ખોલવાના નિર્ણયનું સમર્થન કર્યું છે.
- કોવિડ-19ના ઓમીક્રોન પ્રકારના વાઇરસના જોખમ વિશે ચર્ચા કરવા આજે નેશનલ કેબિનેટની બેઠક મળશે.
- ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટાઇન હેઠળ ઓમીક્રોન પ્રકારના વાઇરસના 5 કેસ નોંધાયા છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ વિવિધ ઉદ્યોગો માટે ફરજિયાત રસીકરણની સમયમર્યાદા નક્કી કરી છે.
- ક્વિન્સલેન્ડે વધુ જોખમ ધરાવતા ઉદ્યોગોમાં કાર્ય કરતા કર્મચારીઓ માટે ફરજિયાત રસીકરણ માટે 17મી ડિસેમ્બરથી મર્યાદા નક્કી કરી છે.
કોવિડ-19ના આંકડા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી 918 કેસ તથા 6 મૃત્યુ નોંધાયા છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં 179 કેસ તથા 3 મૃત્યુ નોંધાયા છે.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી