COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયામાં 48 મૃત્યુ, ચેપની સંખ્યામાં વધારો નોંધાયો

24મે 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

People walk along Bourke Street Mall in Melbourne, Sunday, March 20, 2022. (AAP Image/Diego Fedele) NO ARCHIVING

People walk along Bourke Street Mall in Melbourne, Sunday, March 20, 2022. (AAP Image/Diego Fedele) NO ARCHIVING Source: AAP Image/Diego Fedele

મંગળવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 48 દર્દીઓની મૃત્યુ થયા હતા. જેમાં 18 ક્વીન્સલેન્ડમાં, 16 વિક્ટોરીયામાં તથા 14 ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા છે.

ઓસ્ટ્રેલિયામાં નવા કોવિડ-19 કેસની સંખ્યામાં ફરીથી વધારો જોવા મળ્યો છે.

ક્વીન્સલેન્ડમાં સોમવારે 3534 કેસની સરખામણીમાં મંગળવારે 5118 કેસ નોંધાયા હતા. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સોમવારે 10,013 કેસ નોંધાયા હતા. મંગળવારે 12,114 કેસનું નિદાન થયું હતું.

સાઉથ ઓસ્ટ્રેલિયામાં 21 માર્ચ 2022થી 22 મે 2022 વચ્ચે થયેલા 14 મૃત્યુની નોંધણી થઇ હતી.

કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા અને મૃત્યુ વિશે અહીંથી માહિતી મેળવો.
સાઉથ ઓસ્ટ્રેલિયામાં માતા-પિતાને બાળક જો રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવે તો તેની 24 કલાકમાં નોંધણી કરવા જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે રેપીડ એન્ટીજન ટેસ્ટ નેગેટીવ હોય પરંતુ લક્ષણો હોય તો પીસીઆર ટેસ્ટ કરાવવા સલાહ આપી છે.

ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય મંત્રી બ્રેડ હઝાર્ડે જણાવ્યું છે કે કોવિડ-19ના વધતા કેસની સંખ્યા, ફ્લૂ કેસની સંખ્યા તથા સ્ટાફની અછતના કારણે રાજ્યની હોસ્પિટલ પર ભારણ વધી શકે છે. તેમણે રાજ્યના રહેવાસીઓને તાવ સામે રસી મેળવી લેવા અપીલ કરી હતી.

ક્વીન્સલેન્ડમાં 6 મહિનાથી મોટી ઉંમરના રહેવાસીઓને આજથી મફતમાં ફ્લૂ શોટ આપવાનું શરૂ થઇ રહ્યું છે. રાજ્યના રહેવાસીઓ 30 જૂન સુધી જીપી અથવા ફાર્મસી પાસેથી રસી મેળવી શકે છે.

કોવિડ-19 વિશે વધુ માહિતી મેળવવા 29મી મે સુધી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 

NSW - Tweed Heads - Tweed City Shopping Centre
NSW - Bankstown - Roselands Shopping Centre
QLD - Loganholme - Logan Hyperdome
QLD - Beenleigh - Beenleigh Marketplace
QLD - Southport - Australia Fair Shopping Centre
VIC - Cardinia - Pakenham Central
SA - Salisbury Downs - Hollywood Plaza
SA -Adelaide - Munno Para Shopping Centre
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, check what your options are


તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language



SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share

Published

Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયામાં 48 મૃત્યુ, ચેપની સંખ્યામાં વધારો નોંધાયો | SBS Gujarati