COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયામાં 56 મૃત્યુ નોંધાયા

24મી જાન્યુઆરી 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Australian Health Minister Greg Hunt speaks via video link to the media during a press conference at Parliament House in Canberra

Australian Health Minister Greg Hunt speaks via video link to the media during a press conference at Parliament House in Canberra. Source: AAP

  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું છે કે હોટસ્પોટ વિસ્તારોમાં ઓમીક્રોનની સંખ્યા વધી રહી છે. સોમવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 56 મૃત્યુ નોંધાયા હતા.
  • કન્સેશન કાર્ડધારકો માટે આજથી મફતમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ ઉપલબ્ધ થયા છે. પેન્શન મેળવતા લોકો, વેટરન્સ તથા ઓછી આવક ધરાવતા લોકો 3 મહિનાના સમયગાળામાં ફાર્મસીમાંથી 10 ફ્રી ટેસ્ટ મેળવી શકે છે.
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું છે કે વર્તમાન સમયથી જુલાઇની અંત સુધીમાં 16 મિલિયન રેપીડ એન્ટીજન ટેસ્ટ ઉપલબ્ધ થશે.
  • કોવિડ-19ની નવી રસી નોવાવેક્સને ઓસ્ટ્રેલિયામાં વયસ્ક લોકો માટે વપરાશની મંજૂરી પ્રાપ્ત થઇ છે. તે 21મી ફેબ્રુઆરીથી ઉપલબ્ધ થશે.
  • નોવાવેક્સના 2 ડોઝ 3 અઠવાડિયાના અંતરથી લઇ શકાય છે.
  • ન્યૂ સાઉથ વેલ્સમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 2712થી વધીને 2816 થઇ છે. વિક્ટોરીયામાં 1002થી ઘટીના હાલમાં 998 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. ક્વિન્સલેન્ડમાં 863 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
  • ક્વિન્સલેન્ડ સરકારે શાળામાં ફરીથી પરત ફરવાની યોજના આ અઠવાડિયામાં રજૂ કરશે.
  • આજથી ક્વિન્સલેન્ડના રહેવાસીઓ તેમનો ત્રીજો ડોઝ બીજા ડોઝના 3 મહિના બાદ મેળવી શકે છે.
કોવિડ-19ના આંકડા

ન્યૂ સાઉથ વેલ્સમાં 15,091 કેસ તથા 24 મૃત્યુ થયા,

વિક્ટોરીયામાં 11,695 કેસ તથા 17 મૃત્યુ,

ક્વિન્સલેન્ડમાં 10,212 નવા કેસ તથા 13 મૃત્યુ,

તાસ્મેનિયામાં 619 કેસ તથા 1 મૃત્યુ.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.


રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

મુસાફરી

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. 




કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 
ACT 

Share

Published

Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service