Key Points
- WAએ કટોકટી સત્તા બદલવા અંગે નીચલા ગૃહમાં એક વિવાદાસ્પદ બિલ પસાર કર્યું
- કોવિડની લાંબા ગાળાની અસર અનુભવતા લોકો માટે તાસ્મેનિયામાં નવી સેવાઓ શરૂ કરવામાં આવી
- યુએસ ટુંક સમયમાં 5-11 વર્ષની વયના બાળકો માટે નવા ઓમિક્રોન માટે ખાસ બૂસ્ટર ડોઝને મંજૂરી આપી શકે છે
પશ્ચિમ ઓસ્ટ્રેલિયાએ રોગચાળા દરમિયાન રજૂ કરાયેલ કટોકટી સત્તા બદલવા માટેના ખરડાને નીચલા ગૃહમાં પસાર કર્યો છે.
ઇમરજન્સી મેનેજમેન્ટ અમેડમેન્ટ (અસ્થાયી કોવિડ-19 જોગવાઇઓ) બિલ 2022, મેકગોવન સરકારને કોવિડ-19 પ્રતિબંધો લાગુ કરવાના નિર્ણયને ચાલુ રાખવાની મંજૂરી આપશે.
વિપક્ષ દ્વારા “કડક” તરીકે વર્ણવામાં આવેલા આ બિલ પર હવે ઓક્ટોબર મહિનામાં ઉપલા ગૃહમાં ચર્ચા કરવામાં આવશે.
આંકડાઓ દર્શાવે છે કે 20 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં નવા દૈનિક કોવિડ-19 કેસોની સંખ્યા સરેરાશ 6,543 હતી જે પાછલા સપ્તાહની સરખામણીએ લગભગ 15 ટકા ઓછી છે.
તાસ્મેનિયાએ કોરોનાનો ચેપ લાગ્યા બાદ પણ 12 અઠવાડિયા સુધી જેઓને કોવિડના લક્ષણો છે તેમના માટે પોસ્ટ કોવિડ-19 નેવિગેશન સર્વિસ શરૂ કરી છે.
આવતીકાલ શનિવારથી તાસ્મેનિયામાં PCR પરિક્ષણ માટે પ્રીબુકિંગ કરાવવાની જરૂર રહેશે નહીં તેના બદલે ચાલુ સમયગાળા દરમિયાન જ પરિક્ષણ કરાવી શકશે.
ધ ગાર્ડિયનના અહેવાલ આધારિત ઇંગ્લેન્ડમાં જુલાઇ મહિનામાં કોવિડના કેસમાં ઘટાડો થયા બાદ આ અઠવાડિયે કેસમાં 20 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે પાંચથી 11 વર્ષની આયુ ધરાવતા બાળકો માટે નવા ઓમિક્રોન માટે ખાસ બૂસ્ટર ડોઝ અઠવાડિયામાં આપવામાં આવશે.
બૂસ્ટર ડોઝ હાલમાં ઓસ્ટ્રેલિયામાં તમામ બાળકો માટે ઉપલબ્ધ નથી.
જોકે,થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી આપવાના નિર્ણય બાદ ઓસ્ટ્રેલિયન ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન હાલ એ નિર્ણય પર સમીક્ષા કરી રહી છે.
જાપાન, તાઇવાન અને હોંગકોંગે તેમની સરહદો ફરીથી ખોલવાના નિર્ણયની માહિતી આપી છે.
હજુ પણ ચીન અને ઉત્તર કોરિયા એવા બે દેશો છે જ્યાં પ્રવેશ પર પ્રતિબંધ છે.
કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:
ACTNew South WalesNorthern Territory Queensland
South AustraliaTasmaniaVictoriaWestern Australia
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
ACTNew South WalesNorthern TerritoryQueensland
South AustraliaTasmaniaVictoriaWestern Australia
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવ
ACTNew South WalesNorthern TerritoryQueensland
South AustraliaTasmaniaVictoriaWestern Australia
વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,
check the latest travel requirements and advisories
તમારી ભાષામાં માહિતી મેળવો COVID-19 jargon in your language
SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

