સોમવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 17 મૃત્યુ નોંધાયા હતા. જેમાં 7 ન્યૂ સાઉથ વેલ્સમાં, 5 સાઉથ ઓસ્ટ્રેલિયામાં તથા 3 ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની માહિતી મેળવો.
9906 ચેપગ્રસ્ત લોકોમાંથી 6360 રહેવાસીઓ તતા 3546 કર્મચારીઓ છે.
એજ કેર મંત્રી અનિકા વેલ્સે જણાવ્યું છે કે એજ કેર સુવિધામાં રહેતા લાયક હોય તેવા 78.8 ટકા લોકોએ રસીનો ચોથો ડોઝ મેળવી લીધો છે.
આજે 1લી ઓગસ્ટથી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ એજ કેર દર અઠવાડિયે દરેક એજ કેરના રહેવાસીઓના તથા કર્મચારીઓના રસીકરણની વિગતો પ્રકાશિત કરશે.
થેરાપ્યુટીક ગુડ્સ એડમિનીસ્ટ્રેશને પુષ્ટિ કરી છે કે સંસ્થાએ કોવિડ-19ના ઓમીક્રોન ચેપનું નિદાન કરવામાં નિષ્ફળ જતા હોય તેવા રેપીડ એન્ટીજન ટેસ્ટને બજારમાંથી હટાવ્યા નથી.
સંસ્થાએ જણાવ્યું હતું કે રેપીડ એન્ટીજન ટેસ્ટ મહામારીને નિયંત્રણમાં રાખવા માટે મહત્વપૂર્ણ છે. તે પીસીઆર જેટલા ચોક્કસ નથી પરંતુ, ઝડપથી પરિણામ આપે છે.
ઓસ્ટ્રેલિયન ટેક્નીકલ એડ્વાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશને 12થી 17 વર્ષની વયના બાળકો માટે પ્રોટીન-યુક્ત કોવિડ-19 નોવાવેક્સ રસીની સમીક્ષા શરૂ કરી છે.
થેરાપ્યુટીક ગુડ્સ એડમિનીસ્ટ્રેશને નોવાવેક્સની રસીને 28મી જુલાઇના રોજ માન્યતા આપી હતી.
સાઉથ ઓસ્ટ્રેલિયાએ મફત ફ્લુ રસીનો કાર્યક્રમ 31મી ઓગસ્ટ સુધી લંબાવ્યો છે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, અમેરિકાના પ્રમુખ જો બાઇડન ફરીથી કોવિડ-19 પોઝીટીવ આવ્યા બાદ સ્વસ્થ છે.
બાઇડનને 21 જુલાઇના રોજ કોવિડ-19નું નિદાન થયું હતું. ત્યાર બાદ તેમણે એન્ટીવાઇરલ ડ્રગ પેક્સલોવિડની સારવાર લીધી હતી. તેમનો 26,27 જુલાઇના રોજ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
તેમને હાલમાં ફરીથી કોવિડ-19 ચેપ લાગ્યો છે અને તેઓ આઇસોલેશનમાં છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
ACTNew South WalesNorthern TerritoryQueensland
South AustraliaTasmaniaVictoriaWestern Australia
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો
ACTNew South WalesNorthern TerritoryQueensland
South AustraliaTasmania Victoria Western Australia
ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do
નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, check what your options are
તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language
SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

