Key Points
- રોગચાળા માટે ઓસ્ટ્રેલિયાની કટોકટની પ્રતિક્રિયાઓ સમાપ્ત- પ્રોફેસર પોલ કેલી
- AMAના પ્રમુખની ચેતવણી- કોવિડને ફ્લૂની જેમ ન ગણવો જોઇએ
- રોગચાળાની રજાની ચૂકવણી પણ 14મી ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે
હવે 14મી ઓક્ટોબરથી કોવિડ-19 સકારાત્મક પરીક્ષણ આવે તો પણ ઓસ્ટ્રેલિયનોએ આઇસોલેશનમાં રહેવાની જરૂર નથી.
શુક્રવારે વડાપ્રધાન એન્થની એલ્બનિઝીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કેબિનેટની બેઠકમાં ‘સર્વસંમતિ નિર્ણય’ લેવામાં આવ્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે રોગચાળાની રજાની ચૂકવણી એટલે કે ચેપગ્રસ્ત વ્યક્તિ માટે ફરજીયાત નોકરી માંથી રજા લેવાની ફરજ, તે પણ 14મી ઓક્ટોબરથી સમાપ્ત થઇ જશે પરંતુ ઉચ્ચ જોખમવાળી જગ્યાએ કામ કરતા કર્મચારીઓ આમાં અપવાદરૂપ રહેશે. તેમને ખાસ ટેકો આપવાની જરૂર છે.
જો કે, હાલ કોવિડના લક્ષણો હોય તેવા ઓસ્ટ્રેલિયનોએ પાંચ દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું જરૂરી છે.
ઓસ્ટ્રેલિયાના ચીફ મેડિકલ ઓફિસર પોલ કેલીએ જણાવ્યું હતું કે રોગચાળા સામે ઓસ્ટ્રેલિયાની કટોકટીની પ્રતિક્રિયા સમાપ્ત થઇ ગઇ છે.
જો કે તેમણે ચેતવણી આપી હતી કે મહામારી હજૂ સમાપ્ત થઇ નથી અને ભવિષ્યમાં કોવિડ વેવ આ વર્ષની શરૂઆતમાં જોવા મળેલા વેવ જેવા હોય તેવી સંભાવના છે.
પ્રોફેસર કેલીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં આ ક્ષણે કોવિડ ચેપગ્રસ્ત, હોસ્પિટલોમાં દાખલ, આઇસીયુમાં દાખલ થવાની સંખ્યા ઓછી છે ઉપરાંત કોવિડની એજ કેરમાં કંઇ ખાસ અસર દેખાતી નથી.
તેઓએ વધુમાં કહ્યું હતું કે હવે બધા પાસે ઘણી સારી રોગપ્રતિકારક શક્તિ છે, ઉપરાંત અમારી પાસે સારી ગુણવત્તાવાળી રસી ઉપલબ્ધ છે. અગાઉ પણ અમે ઘણી વાર કહ્યું છે અત્યંત સંવેદનશીલ સમુદાયો જેમ કે વૃદ્ધો, એજ કેરમાં રહેતા લોકો અને જે ડિસએબીલીટી કેર સેન્ટરમાં કાર્યરત છે તેમના પર અમે ધ્યાન રાખી રહ્યા છીએ.
પ્રોફેસર કેલીએ ઉમેર્યું હતું કે હું માનું છું કે આ સમયે આઇસોલેશન દૂર કરવાનું પગલું એ જાહેર આરોગ્યની દ્રષ્ટિકોણથી વ્યાજબી છે.
સ્વૈચ્છિક આઇસોલેશન અંગેના સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું કે લોકો પહેલાના બે-ત્રણ દિવસ વધુ ચેપગ્રસ્ત હોય છે અને લક્ષણો હોય ત્યારે ચેપ થવાની શક્યતા વધુ હોય છે. તેથી લોકોએ જાતે જ આઇસોલેશનમાં રહેવું જોઇએ.
તેમણે ઉમેર્યું હતું કે અમે હવે ચેપગ્રસ્ત લોકોને જાહેરમાં બહાર નીકળવાથી અટકાવતા નથી અમે ભવિષ્યમાં પણ નહિ કરીએ.
તેઓએ કહ્યું હતું કે અમે વાઈરસની સંક્રામકતાને બદલી નથી.
વડાપ્રધાન એલ્બનિઝીએ કહ્યું કે સરકાર સલાહ અને સંજોગોના આધારે નિર્ણય લઇ રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નેતાઓ દ્વારા લોકોને રસી લેવાનું પ્રોત્સાહન આપવા માટે ઝુંબેશ ચાલુ રાખવાની જરૂરીયાત અંગે પણ ચર્ચા કરી છે.
એલ્બેનિઝીએ કહ્યું કે, અમે ઉચ્ચ જોખવાળા વિસ્તારોમાં મદદ આપતા રહીશું, સાથે જ આ મુદ્દાઓ પર પણ દેખરેખ રાખીશું અને ડિસેમ્બર મહિનામાં બીજી ચર્ચા કરીશું.
ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોશિયેશને ચેતવણી આપી છે. AMAના પ્રોફેસર સ્ટીવ રોબસન કહે છે કે કોવિડને ફ્લૂની જેમ ન જ ગણવો જોઇએ.
તેઓએ શુક્રવાર સવારે એબીસીની સાથે વાતચીતમાં કહ્યું હતું કે જો તમને લાગતુ હોય કે ફ્લૂ એ એક કોવિડ છે તો તમે કાલ્પનિક દુનિયામાં છો. કોવિડ એ લાંબા ગાળાનો ચેપ છે. અમે પહેલેથી જ કર્મચારીઓ અને સમુદાય પર કોવિડની લાંબી અસર જોઇ રહ્યા છીએ, જે ફ્લૂ અને લાંબા ગાળાની શરદીમાં જોવા મળતી નથી.
કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો, check the latest travel requirements and advisories
તમારી ભાષામાં માહિતી મેળવો COVID-19 jargon in your language
SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

