COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયાના ચૂંટણી પંચે ફેડરલ ચૂંટણીઓ માટે કોવિડ સુરક્ષા પગલાં જાહેર કર્યા

૧૧ એપ્રિલ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Members of the public casting their vote in Western Australia. (file)

Members of the public casting their vote in Western Australia. (file) Source: AAP Image/Richard Wainwright

ન્યૂ સાઉથ વેલ્સમાં નવા COVID-19 કેસમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે ૧૫,૬૮૩  અને શનિવારે ૧૭,૫૯૭ નવા ચેપ નોંધાયા પછી સોમવારે ૧૩,૪૬૮ કેસ નોંધાયા છે.

સોમવારે, વિક્ટોરિયાના ચીફ હેલ્થ ઓફિસર બ્રેટ સટને ટ્વીટ કર્યું હતું કે રાજ્યમાં બંને  રસી મેળવેલા વિદ્યાર્થીઓને, રસી ન લીધેલા વિદ્યાર્થીઓની સરખામણીમાં કોવિડ-૧૯નો ચેપ લાગવાની શક્યતા ૬૦ ટકા ઓછી છે. જે વિદ્યાર્થીઓએ ત્રણ ડોઝ લીધા હતા તેમને ચેપ લાગવાની શક્યતા ૬૭ ટકા ઓછી છે.
ઓસ્ટ્રેલિયાના ચૂંટણી પંચે ૨૧મી મે ૨૦૨૨ના રોજ યોજાનાર ફેડરલ ચૂંટણીઓ માટે કોવિડ-૧૯ સામે સુરક્ષા પગલાંની જાહેરાત કરી છે.

ઓસ્ટ્રેલિયન ઈલેક્ટોરલ કમિશન AEC એ કહ્યું કે કોવિડ પ્રતિરોધક રસી મેળવેલા અને નહિ મેળવેલા તમામ ઓસ્ટ્રેલિયનો માટે મતદાન સેવાઓ ખુલ્લી રાખવામાં આવશે.

ચૂંટણી પંચે કહ્યું કે તેની પાસે ચુંટણી પ્રચારમાં ભાગ લેનાર લોકો તથા રાજકીય પ્રક્રિયામાં સહભાગી થનાર લોકોના રસીકરણની ચકાસણી કરવાના અધિકાર નથી, પરંતુ હંગામી ચૂંટણી કર્મચારીઓની ભરતી માટે અરજદારે કોવિડ-૧૯ રસી લીધી હોય તે ફરજીયાત રહેશે.

આવી રહેલ કેન્દ્રીય ચૂંટણીમાં કોવિડ-૧૯ના જોખમને ધ્યાનમાં રાખી AECની મોબાઇલ વોટિંગ ટીમોને એજ કેર સુવિધાઓ અથવા હોસ્પિટલોમાં મોકલવામાં નહિ આવે તેવી શક્યતા છે. આ સુવિધાઓના રહેવાસીઓ નજીકના મતદાન કેન્દ્રની મુલાકાત લઈ શકે છે અથવા પોસ્ટલ વોટનો ઉપયોગ કરી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં મતદાન ફરજિયાત છે.

AECએ જણાવ્યું હતું કે કોવિડ-19 સુરક્ષા પગલાંને કારણે મતદારોએ મતદાન કેન્દ્રો પર વિલંબનો સામનો કરવો પડી શકે છે.

AECના વડા ટોમ રોજર્સે રેડિયો નેશનલને જણાવ્યું હતું કે ચૂંટણીના દિવસે COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કરે અને પોસ્ટલ મતદાન પણ ન કર્યું હોય તેવા મતદારો માટે ટેલિફોન દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે.  

ઓસ્ટ્રેલિયન ટેકનિકલ ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (ATAGI) એ જણાવ્યું હતું કે ૧૨ થી ૧૫ વર્ષની વયના બાળકોમાં COVID-19 બૂસ્ટર ડોઝનો ઉપયોગ કરવાની ભલામણ કરી નથી પરંતુ તે માટેના આંતરરાષ્ટ્રીય પુરાવાઓની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે.

"વર્તમાન ડેટા સૂચવે છે કે ૧૨-૧૫ વર્ષની વયના કિશોરોમાં કોવિડ સંબંધિત ગંભીર બીમારી ખૂબ જ દુર્લભ છે, ખાસ કરીને COVID-19ની પ્રથમ બે રસી લીધા પછી," ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય રસી સલાહકાર જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું.

થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ પહેલાથી જ આ વય જૂથમાં Pfizer ના ઉપયોગ માટે તેની મંજૂરી આપી દીધી છે.

આ વર્ષની શરૂઆતમાં, ATAGI એ ૧૬  અને ૧૭ વર્ષની વયના લોકો માટે ફાઇઝર બૂસ્ટર ડોઝને મંજૂરી આપી હતી.

ATAGI એ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલ તમામ કોવિડ-19 રસી વ્યક્તિને અંશત: કે પૂર્ણ બેભાન કરીને આપવી પણ યોગ્ય મનાય છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, check what your options are


તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language



SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


 


Share

Published

Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયાના ચૂંટણી પંચે ફેડરલ ચૂંટણીઓ માટે કોવિડ સુરક્ષા પગલાં જાહેર કર્યા | SBS Gujarati