Key Points
- બાયવેલેન્ટ રસી ઓમિક્રોનના પેટા પ્રકાર સામે વધુ સારી એન્ટીબોડીઝ પેદા કરે છે
- રસીનો ઉપયોગ અન્ય બૂસ્ટર ડોઝના વિકલ્પ તરીકે જ થઇ શકે છે
- નવી રસીની આડઅસરોમાં ઇન્જેકશનની જગ્યાએ દુખાવો અને માથાનો દુખાવોનો સમાવેશ
ઓસ્ટ્રેલિયાએ 18 અને તેથી વધુ ઉંમરના લોકોમાં મોર્ડનાના બાયવેલેન્ટ બૂસ્ટરડોઝને મંજૂરી આપી છે.
નવો બૂસ્ટર ડોઝ ઓમિક્રોનના મૂળ પ્રકાર અને બીજા પેટા પ્રકારની સામે વધુ રક્ષણ આપે છે.
આરોગ્ય પ્રધાન માર્ક બટલરે કહ્યું કે દેશમાં રસીની પ્રથમ બેચ આવી ગઈ છે અને તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
મોર્ડનાની કોવિડ-19ની રસીનો હાલનો જથ્થો પૂરો થાય તે બાદ જ નવી રસીનો જથ્થો બહાર પાડવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (ATAGI)એ જણાવ્યું હતું કે મોર્ડનાની બાયવેલન્ટ રસી મૂળ રસીની સરખામણીમાં ઓમિક્રોનના પ્રકાર BA.1 અને BA.4/BA.5 સહિત બીજા પેટાપ્રકારોની સામે 1.6થી 1.9 ગણો વધુ પ્રતિપિંડ એટલે કે એન્ટિબોડીઝ પેદા કરીને વધુ સુરક્ષા આપે છે.
ATAGIએ વધુમાં જણાવ્યુ હતું કે, મોર્ડના બાયવેલન્ટ રસીના બીજા બૂસ્ટર ડોઝ લીધા બાદ સામાન્ય રીતે જે ભાગમાં ઇન્જેકશન લીધુ હોય તે ભાગમાં દુખાવો, થાક અને માથાનો દુખાવો થવાની પ્રતિક્રિયાઓ નોંધાઇ હતી.
મોર્ડનાની બે રસીની સરખામણી કરતા ATAGIએ જણાવ્યું હતું કે, મોર્ડના mRNA કરતાં મોર્ડના બાયવેલન્ટ રસી ઓછી કે વધુ સલામત છે તેવું માનવા માટે કોઇ કારણ નથી.
ATAGI બૂસ્ટર ડોઝ લેવાની ભલામણ પર અડગ છે પરંતુ જોખમી પરીબળો વિનાના 30થી 49 વર્ષની વયના લોકો માટે બીજો બૂસ્ટર ડોઝ લેવો વૈકલ્પિક રાખવામાં આવ્યો છે.
50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો બીજા બૂસ્ટર ડોઝને પાત્ર છે.
નોર્ધર્ન ટેરેટરીએ ફેસમાસ્ક અને આઇસોલેશનના નિયમમાં થયેલા ફેરફાર અંગે જણાવ્યુ હતું કે પાંચ દિવસ પછી આઇસોલેશનનો સમયગાળો સમાપ્ત કરનારા લોકોએ તેમના ઘરની બહાર જતાં વધુ બે દિવસ માટે ફેસ માસ્ક પહેરવા ફરજીયાત રહેશે.
કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો
SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.