SKIP TO MAIN CONTENT

COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયાએ રસીકરણના 90 ટકા લક્ષ્યાંકને હાંસલ કર્યો

17મી ડિસેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Prime Minister Scott Morrison at a press conference during a visit to Opie Manufacturing at Emu Plains in Western Sydney, Friday, December 17, 2021. (AAP Image/Mick Tsikas) NO ARCHIVING
Prime Minister Scott Morrison said we should keep calm and keep getting vaccinated to deal with the recent outbreak. Source: AAP Image/Mick Tsikas

2 min read

Published

By SBS/ALC Content

Presented by SBS Gujarati

Source: SBS



Skip to article content

  • ઓસ્ટ્રેલિયાએ રસીકરણના બંને ડોઝના 90 ટકા લક્ષ્યાંકને હાંસલ કર્યો.
  • ન્યૂ સાઉથ વેલ્સમાં ઓમીક્રોન પ્રકારના વધુ 63 કેસ નોંધાયા, રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ.
  • વડાપ્રધાન સ્કોટ મોરિસને 90 ટકા લક્ષ્યાંક મેળવ્યા બાદ દેશને અભિનંદન પાઠવ્યા. હવે લોકડાઉન નહીં કરવા જણાવ્યું.
  • સંક્રમણની વધુ સંખ્યાને ધ્યાનમાં રાખી ન્યૂ સાઉથ વેલ્સે આરોગ્ય સુવિધામાં મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરી.
  • કોવિડ-19નો ચેપ ધરાવતી વ્યક્તિએ બ્રિસબેનના એક વિસ્તારમાં આવેલા એજ કેરની મુલાકાત લીધા બાદ ત્યાં લોકડાઉન.
  • ક્વિન્સલેન્ડે 18મી ડિસેમ્બરથી રીટેલ સ્થળો, જાહેર વાહન વ્યવહાર, ટેક્સીમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. જોકે, લોકડાઉન લાગૂ કરવામાં આવશે નહીં.
  • 28મી ડિસેમ્બરથી સાઉથ ઓસ્ટ્રેલિયામાં ઘરે મુલાકાતીઓની સંખ્યાની મર્યાદા લાગૂ પડશે નહીં. આંતરરાષ્ટ્રીય  ઊતરાણ બાદ ક્વોરન્ટાઇનનો સમયગાળો ઘટાડીને 72 કલાક કરવામાં આવ્યો.

કોવિડ-19ના આંકડા:

વિક્ટોરીયામાં 1510 કોવિડ કેસ, 7 મૃત્યુ નોંધાયા

ન્યૂ સાઉથ વેલ્સમાં 2213 કેસ, 1 મૃત્યુ

સાઉથ ઓસ્ટ્રેલિયામાં નવા 64 કેસ

ક્વિન્સલેન્ડમાં નવા 20 કેસ, જેમાંથી 5 ઓમીક્રોન કેસ

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 20 કેસ

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો


રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

તમારા રાજ્યો તથા ટેરીટરીમાં લાગૂ નિયમો વિશે માહિતી મેળવો

મુસાફરી

આંતરરાષ્ટ્રીય મુસાફરો તથા કોવિડ-19ની માહિતી તમારી ભાષામાં

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.




કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now