- ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા 10 અઠવાડિયામાં સૌથી વધુ કેસ નોંધાયા. આવતીકાલ 15મી ડિસેમ્બરથી રાજ્યમાં વધુ નિયંત્રણો હળવા થશે.
- ન્યૂકેસલ ખાતેના નાઇટક્લબના સંક્રમણની સંખ્યા 150 સુધી પહોંચી. એક વ્યક્તિને ઓમીક્રોન પ્રકારના ચેપનું નિદાન. રાજ્યના ન્યૂ હંટર વિસ્તારમાં સોમવારે 28 નવા કેસ નોંધાયા હતા, મંગળવારે તે આંકડો 225 સુધી પહોંચ્યો.
- વડાપ્રધાન સ્કોટ મોરિસને વિક્ટોરીયામાં mRNA રસીનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી.
- વડાપ્રધાને 15મી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય સરહદો ખુલી કરવાને સમર્થન આપ્યું.
- તાસ્મેનિયા 15મી ડિસેમ્બરથી રાજ્યની સરહદો ખોલશે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા 5મી ફેબ્રુઆરી 2022થી રાજ્યની સરહદો ખોલશે.
- બ્રિટનમાં ઓમીક્રોન પ્રકારના ચેપથી પ્રથમ મૃત્યુ નોંધાયું.
કોવિડ-19ના આંકડા:
વિક્ટોરીયામાં 1189 કેસ તથા 6 મૃત્યુ નોંધાયા.
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી 804 કેસ તથા એક મૃત્યુ નોંધાયું.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 4 કેસ નોંધાયા.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી